Book Title: Jivi Jananara Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 5
________________ આરંભે પરિસ્થિતિને લાચાર બનીને વશ થવાને બદલે પરિસ્થિતિને વશ કરીને પ્રગતિનો પંથ કંડારનાર માનવીઓની આ કથા છે. એમણે સંજોગો સામે લાચાર બનીને એને મૂંગે મોંએ સ્વીકારી લેવાને બદલે એમાંથી બહાર આવીને એક સાહસવીરની માફક અથાગ પુરુષાર્થ કર્યો. એમની સામે પારાવાર મુશ્કેલીઓ હતી, પરંતુ કોઈ પણ સંજોગોમાં ધ્યેયસિદ્ધિ વગર એમને સહેજે જંપવું નહોતું. ‘નહીં માફ નીચું નિશાન'ના નિર્ધાર સાથે ‘ઊંચું તાક નિશાન'ના માર્ગે ચાલીને આ માનવીઓએ સિદ્ધિ હાંસલ કરી. પોતાનો આગવો ચીલો ચાતરનારા આ માનવીઓએ ગરીબી સામે અથવા તો કોઈ જીવલેણ રોગ સામે ઝઝૂમીને નવીન કાર્ય કર્યું છે. શારીરિક મર્યાદાઓને પાર કરીને કે પછી જેલમાં સબડતાં બાળકોની મુક્તિ માટે એમણે ક્રૂર સત્તાધીશો સામે જંગ ખેડ્યો છે. ‘ગુજરાત સમાચાર'ના ‘ઈંટ અને ઇમારત કૉલમમાં આલેખાયેલા આ પ્રસંગો અહીં વધુ વિગત અને વધુ તસવીરો સાથે રજૂ કર્યા છે. આ ઘટનાઓને વર્તમાન યુગના વાચકો એને સહજ રીતે આત્મસાત્ કરી શકશે. આ પુસ્તકના પ્રકાશન માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહનો આભારી છું. આશા રાખું છું કે આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિને માનવીઓની વાસ્તવિક સંઘર્ષ-કથાનો હૃદયસ્પર્શી ખ્યાલ આપશે અને એનામાં પોતાના અંતરના અવાજને અનુસરવાનું સાહસ જ ગાવશે. ૨-૧૦-૨૦૧૬ કુમારપાળ દેસાઈ અમદાવાદPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 160