Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥१॥ દ્રિવ્યપૂજા પણ ભાવપૂર્વકની જોઈએ : અનંત ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, આ સંસાર અનાદિ અનંત છે. એમાં અનંતાનંત જીવો અનાદિકાળથી રઝળે છે. મહાભયંકર આ સંસાર સાગરથી જીવોને ઉગારનાર એક માત્ર અરિહંત ભગવંતો જ છે. આવા ઉપકારી અરિહંત ભગવંતની પૂજાનો પ્રભાવ અચિન્ય છે. પરમાત્માની પૂજાના પ્રભાવનું વર્ણન કરતાં ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, “પૂજ્યમાને જિનેશ્વરે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરતાં કરતાં પણ સાં યત્તિ ઉપસર્ગો જેટલા હોય તે બધા ક્ષય પામી જાય છે, “ છિન્ને વિખવ7:' વિનની વેલડીઓ છેદાઈ જાય છે અને “મને પ્રસન્નતાતિ’ મન પ્રસન્નતાને પામે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજાનો આ ત્રણ ફળો કેવાં છે ? કોઈને પણ ગમી જાય એવાં છે ને ? ઉપસર્ગોનો ક્ષય થઈ જાય, વિદનની વેલડીઓ છેદાઈ જાય અને મન પ્રસન્નતાને પામે, આ કાંઈ જેવાં-તેવાં ફળ છે ? આ ત્રણેય ફળોની પ્રાપ્તિ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરનારને થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજામાં પોતાના મનોયોગને, વચનયોગને અને કાયયોગને યોજી દેનારા આત્માઓને, આ ત્રણેય ફળોની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા દ્રવ્ય અને ભાવ” – એમ બે પ્રકારે થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાનું પાલન, એ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભાવપૂજા છે અને અંગપૂજા, અગ્રપૂજા – એ વગેરે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજાના પ્રકારો છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં, ભાવપૂજા જ શ્રેષ્ઠ કોટિની છે અને ભાવપૂજાનું ફળ યાવતું મુક્તિની પ્રાપ્તિ છે, તો પણ, દ્રવ્યપૂજાનું ફળ પણ અસાધારણ કોટિનું છે. દ્રવ્યપૂજા પણ જો ભાવપૂર્વકની હોય છે, તો જ તે તેની વાસ્તવિક કોટિની સફળતાને પામી શકે છે. મુગ્ધ અગર ભદ્રિક જીવોને માટે ભાવ વિનાની પણ દ્રવ્યપૂજા લાભદાયક બની જાય છે, કારણ કે એવા જીવોમાં સમજની ખામી હોય છે, પણ એ જીવોની એ ખામી કોઈ વિપરીત રામચનાર અતિથિમાળા છે પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪છે Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38