Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પણ સાચા સ્વરૂપને પિછાણનારા બની શકે છે. એને લઈને, એ જીવો સંસારમાં પરિભ્રમણ કરાવનારા કર્મોથી છૂટીને મોક્ષ પામવા ઇચ્છે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા કર્મો કેમ બંધાય છે અને એના યોગથી કેમ મુક્ત બની શકાય છે, તેનો ખ્યાલ આપીને, કર્મોથી છૂટદ્વાનો ઉપાય સ્વતંત્રપણે બતાવનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ હોય છે. સ્વતંત્રપણે મુક્તિમાર્ગને બતાવનાર બીજું કોઈ જ હોઈ શકતું નથી. બીજાઓ મુક્તિમાર્ગને બતાવનારા હોઈ શકે છે, પણ એ એ તારકોનું બતાવેલું બતાવનારા હોય છે. આ જ, એ તારકોનો જગતના જીવો ઉપર પરમ ઉપકાર છે. શ્રી જિનપૂજાનો ઉદારભાવ: જીવનો પરમ ઉદ્ધાર મુક્તિની પ્રાપ્તિ થવી–એ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો પરમ ઉપકાર એ તારકોએ શુદ્ધ એવા મુક્તિમાર્ગને પ્રકાશિત કર્યો–એ છે. આ ઉપકાર જેઓના હૈયે વસે, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની નામાદિ ચારેય નિક્ષેપાઓ દ્વારા યથાશક્ય પૂજા કર્યા વિના રહે ખરા ? જે જીવોના હૈયે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો ઉપકાર વસ્યો હોય છે, તેવા જીવો જો આરંભ-પરિગ્રહમાં બેઠેલા હોય છે, તો તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા કર્યા વિના પણ કેમ જ રહે ? અને, એવા જીવો દ્રવ્યપૂજા પણ ભાવપૂર્વક કરનારા હોય, એમાં શંકા રાખવા જેવું છે કાંઈ ? એવા જીવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો વિનય પોતે જે જે રીતે આચરી શકે તેમ હોય, તે તે રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો વિનય આચરવા સજ્જ બનવાની ભાવનાવાળા હોય. તમારી ભાવના પણ એવી જ છે ને કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો શક્ય એટલો વિનય તો આપણે આચરવો જે ? એટલે, તમારી દ્રવ્યપૂજા ઉદારતાવાળી હશે ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરવાને માટે હું મારાથી બની શકે તેટલાં ઉત્તમોત્તમ દ્રવ્યો એકઠાં કરું અને વાપરું.’ એવું તમારા મનમાં ખરું ને? શ્રી જિનની આજ્ઞા હૈયે વસ્યા વિના, શ્રી જિનની આજ્ઞાનો ઉપકાર હૈયે વસ્યા વિના, આવો શ્રી જિનપૂજાનો ઉદારભાવ હૈયામાં પ્રગટે શી રીતે? w [ ૨૧-જિનપૂજા અને તેનું ફળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38