Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ મુખ દરમાં ઘાલી રાખ્યું કે જેથી કોઈનું જરાપણ અહિત ન થાય અને તે વખતે કીડીઓ દ્વારા ઉત્પન્ન કરાયેલું અસહ્ય કષ્ટ સમભાવે સહન કર્યું, અને તેમાં પણ તેણે સમાધિભાવ જાળવી રાખ્યો. આ સમાધિભાવના પ્રભાવથી જ તે દેવલોકમાં ગયો. મૂર્તિ, એ મોક્ષની કૃતિ છે : એવી જ રીતે શ્રી નમિરાજર્ષિને કંકણના કારણે વૈરાગ્ય થયો હતો, માટે કંકણ વૈરાગ્યનું જ કારણ છે - એમ કહેવાય ખરું ? જો એમ હોય તો ઘેર જઈને એ પ્રયોગ કરીને જલ્દી અહીં આવી જાઓ ! જો એમ કંકણથી વિરાગી થતા હોત તો આજે વિરાગીઓનો પાર પણ ન હોત. કંકણમાં અને તેના અવાજમાં તો સારી દુનિયા મુંઝાઈ ગઈ છે અને પોતાની જાતને પણ ભૂલી ગઈ છે. જેઓ કંકણમાં મુંઝાયા હોય તેઓ શ્રી વીતરાગની મૂર્તિ વગર વીતરાગતા કેમ પામે ? આજે તો મુદ્દો એમ છે કે વીતરાગતાની સાથે વૈર જન્મે છે, માટે જ શ્રી વીતરાગની મૂર્તિ નથી ગમતી. ઘર ગમે, બંગલા-બગીચા ગમે, હીરા માણેક પન્ના ગમે. નાટક-ચેટક-સિનેમા ગમે, દુનિયાની બધી ચીજો ગમે, એને શ્રી વીતરાગની મૂર્તિ કેમ ન ગમે ? બાપની કે માની મૂર્તિને (ફોટો) જોઈને નાચે-કૂદ, ગાંડોઘેલો થાય, એને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કેમ ખટકે ? સહીથી લાખોનો વહીવટ કરે, એને જિનની મૂર્તિ ન ગમે ? ન્યાયાધીશની કલમથી કૈંક છૂટે અને કેંકમાં કેદમાં જાય, એ તો જાણો છો ને ? સ્ત્રીની મૂર્તિને (ફોટાને) તો બટનમાં રાખે અને વારંવાર જોયા કરે, સ્ત્રી ઘરમાં છે, પછી વળી છાતીએ લટકાવવાની શી જરૂર ? ત્યાં તો કહે કે - “એને જોયા વિના ઠંડક વળતી નથી. સ્ત્રીની મૂર્તિમાં મુંઝાયેલાને કહેવું કે – ‘તને વીતરાગની મૂર્તિ ન ગમે તો ન માન, તને ખટકે તો ન માન, પણ જે કોઈ મૂર્તિને માને એને ના કહેવાનો - મૂત્તિને કે મૂર્તિના માનનારને ગાળો દેવાનો તને શો અધિકાર છે ? મૂર્તિને પથરા કહેવાનો શો અધિકાર છે ?' પથરા પાછળ તો દીવાના બન્યા છો. હીરા, માણેક, પન્ના, એ પથરા છે ને ? ખાઓ તો પ્રાણ લે એવા ! એની પાછળ તો ભાગાભાગ કરો છો. એની પાછળ નાચનાર-કુદનારને શ્રી વીતરાગની મૂર્તિ જોઈને ::::: : ( ૨૧-જિનપૂજા અને તેનું ફળ કે ૨પ ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38