Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ પદાર્થો મારા નહિ અને આત્મગુણો મારા !' - આવી ભાવના આવવી જોઈએ. જેનો પૌગલિક સંગ છૂટ્યો તે જ સાચા વીતરાગ, પરિગ્રહ છૂટે તે જ નિગ્રંથ ! ‘આ દુન્યવી પદાર્થોમાં કાંઈ મારું નથી, હું એકલો છું, જ્ઞાન, દર્શન અને ચારિત્ર - એ મારું સ્વરૂપ છે – આ વસ્તુ સ્વરૂપને નહિ સમજનારા અજ્ઞાનીઓ ભવાટવીમાં અથડાય, એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ગાથા લઈને યથેચ્છ બોલનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે જિનાગમ ન હોત તો અનાથ એવા અમારું શું થાત ?' - એમ એજ આચાર્ય ભગવાન્ શ્રી હરિભ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે. પણ તે મહાપુરૂષના ભાવને સ્પર્શ કરવો હોય તો ને ? “હૃદયથી પણ, જૈનશાસન પામ્યા વગર મુક્તિ મળી જાય છે - એવા અર્થમાં આ ગાથાને ઘટાવનારાઓને પૂછવું જોઈએ કે જો એમ જ હતું તો પછી આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વેદાંતી મટીને જૈન કેમ બન્યા ?” તે પોતે ચૌદ વિદ્યાના પારગામી હતા, મહાપંડિત હતા અને એ જ્ઞાનના યોગે તો તેઓને એવી પ્રતિજ્ઞા હતી કે - “કોઈએ પણ ઉચ્ચારેલા કોઈ પણ શાસ્ત્રના ભાવને જો હું ન સમજી શકે, તો તે ઉચ્ચાર કરનારનો હું શિષ્ય થાઉં.' એક વખત શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની પણ તેઓ મિથ્યાત્વના યોગે અવગણના કરી આવ્યા હતા; એવા તો એ ગાઢમિથ્યાદૃષ્ટિ હતા, પણ પ્રભુનું શાસન પામ્યા પછી તો તેઓશ્રીએ પોતે જ સૂચવ્યું કે - આત્મકલ્યાણ તો એ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જ છે.' આમ સૂચવીને પોતે જ એકએક મિથ્યા દર્શનનું ખંડન કર્યું. આજના આડંબરી લોકો કહે છે તેવું જ જો આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પોતે માનતા હોત, તો પોતે પરમ જૈન બનીને એકએક ઈતરદર્શનનું ખંડન કરત? નહિ જ ! પણ કર્યું છે અને એથી “સેયંવ' ના આદિ પદવાળી ગાથામાં તેઓશ્રી એમ જ કહે છે કે “કોઈ જાતે યા ને જન્મ શ્વેતાંબર હોય, દિગંબર હોય, બૌદ્ધ હોય કે ગમે તે હોય, પણ જે સમભાવને પામે તે જ મુક્તિને મેળવે અને સમભાવને ન ૬ ૨૧-જિનપૂજા અને તેનું ફળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38