Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ દુઃખ થાય એનું કારણ શું? એ વિચારો. ભગવાન્ ગયા પછી ભગવાનની વાણીને માને, તો પછી મૂર્તિને માનવામાં શી હરકત? મુદ્દો એ છે કે ‘ના’ કહ્યા પછી હવે ‘હા’ કહેવાય શી રીતે ? હઠીલા અને કદાગ્રહીને પહોંચાય ? સો વાત કહો તો પણ ઉહું કરે એને પહોંચાય ? આજે તો દલીલ કરે છે કે - “પથરામાં વીતરાગતા ક્યાંથી આવી ?' તો - “જડ એવા અક્ષરમાં જ્ઞાન ક્યાંથી ?” ભાવનાથી જ ચાલે તો ખાવાનું શું કામ ? ભાવથી પેટ ભરોને ! અનાજવાળાને કહો કે “ભાવથી માની લે કે પૈસા મળ્યા.' એ પણ કહે કે – ‘તમે પણ ભાવથી માનો કે અનાજ મળ્યું.' સ્ત્રી પણ કહે કે - “ભાવથી માની લો કે ચુલો સળગ્યો-અનાજ પાક્યું અને તમે પણ ભાવથી જમ્યા માનીને ઓડકાર ખાઓને !' પણ ત્યાં તો બધું જ જોઈએ. ત્યાં કોરા ભાવથી ન ચાલે અને આત્મકલ્યાણનાં સાધનોને ઊડાડી દેવાની વાતો કરવી, એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? અનાદિ કાળથી વળગેલા કર્મતાપથી આત્માને બચાવવા શ્રી વીતરાગદેવની મૂર્તિની તો અતિશય જરૂર છે. વીતરાગની મૂર્તિ આત્મભાવને વિકસિત કરનારી છે. ગમે તેવો પાપી જો રોજ ભાવથી પ્રભુમૂર્તિનાં દર્શન કરે, તો મહીને છ મહીને પણ એનું હૈયું જરૂર સુધરે. અભવ્યને પણ ભગવાનના સમવસરણને જોઈને, એમની ઋદ્ધિ-સિદ્ધિ જોઈને, સંયમ લેવાનું મન થાય છે અને એ માટે તો સંયમ લઈને પાળે છે. અભવ્યને આ થાય, તો ભવ્યને કેવો લાભ થાય ? મૂર્તિ, એ તો મોક્ષની કૃતિ છે. દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ કવચિત્ થાય છે. તે છતાં પણ હું તો ત્યાં સુધી કહું છું કે – જેને જેને એ રીતે ભાવ પ્રાપ્તિ થઈ છે તેને તેને પણ દ્રવ્યાલંબન મળ્યું છે. મરૂદેવીમાતાએ પણ સમવસરણ જોયું ત્યારે ચોંક્યાં કે - “આ શું ? આ અવલંબનથી તેમની ભાવના પલટાઈ, પુત્રનો રાગ ગયો, ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યાં, અંતર્મુહૂર્તકાળમાં જ સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદે પહોંચી ગયા. ભરત મહારાજને પણ અરીસાભુવનમાં કેવલજ્ઞાન થયું, તે પણ વીંટી પડી તો ! ચાર નિક્ષેપા વિના જૈન શાસન નહિ ? ભાવની પ્રાપ્તિમાં દ્રવ્યની પ્રધાનતા છે. વિધિવિધાનના મતભેદ ચાલે. પણ સૈદ્ધાંતિક મતભેદમાં વાંધો ન ચાલે. અમુક સંપ્રદાય સાથે પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38