________________
મેળ તો નથી થતો, એનું કારણ એ કે - ત્યાં સૈદ્ધાંતિક ભેદ છે. એક સિદ્ધાંત ફેરવવા કેટલું ફેરવવું પડે છે ? કહે છે કે – “વસ્ત્રધારિને ચારિત્ર ન હોય.' આ સિદ્ધાંતભેદ. આપણે એમ નથી કહેતા. એ તો ત્યાં સુધી કહે છે કે – એક સૂતરનો તંતુ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન ન થાય.' - આ વાત આપણે નથી માનતા. કેવલજ્ઞાનને સુતરનો તંતુ બાધ કરી શકે, એ આપણે નથી માનતા. કપડાં હોય ત્યાં કેવલજ્ઞાન નહિ' - એ વાતને સિદ્ધ કરવા “સ્ત્રીને મોક્ષ નહિ - એમ લખવું પડ્યું અને “શ્રી મલ્લીનાથ સ્વામીને મલ્લનાથ કહેવા પડ્યા !' જ્યાં સિદ્ધાંતનો ભેદ થાય, ત્યાં બધું જ ફેરવવું પડે છે.
જેઓ મૂર્તિ નથી માનતા, તેઓમાં આગમનું બહુમાન પણ નથી; આગમની ભક્તિ કે આશાતનાને પણ તેઓ માનતા નથી, કારણ કે તેઓ આગમને જડ માને છે. પણ આપણે પૂછીયે છીયે કે - “એ. જડને વંચાય શા માટે ?' આનો ઉત્તર તેઓ રીતસર નહિ આપી શકે. એ લોકો સ્થાપના ન માને, પણ ક્રિયા બધી ઈશાન ખૂણામાં જ કરે, કેમ કે શ્રી સીમંધરસ્વામી ભગવાન્ એ તરફ છે. આપણે કહીયે છીયે કે - 'ત્યાં તો ખૂણો છે, ત્યાં ક્યાં શ્રી સીમંધર ભગવાનું છે ?” જયારે ખૂણા તરફ નજર રખાય તો મૂર્તિ તરફ રાખવી, એમાં ખોટું શું ? મૂત્તિ નજર સન્મુખ રાખો, તો આંખે તો આવે ? પણ ખૂણામાં તો કાં તો ભીંત અગર કાં તો પોલાણ દેખાય ! છતાં ખૂબી તો એ છે કે ગુરુની પાટને પગે લાગે, એ પાટને પગ પણ ન અડવા દે. ગુરુની પાટ પૂજ્ય અને ભગવાનની આકૃતિ પૂજ્ય નહી, એ કેવી ખૂબી ? પૂછે છે કે - પત્થરની ગાય દૂધ દે ?' ન દે, તો ભગવાનનું નામ પણ. શા માટે લો છો ? વિતંડાવાદ મૂકી વસ્તુ સમજવાની ઈચ્છા થાય, તો બધું જ સમજાય.
જેમ ચાર પાયા વિના પલંગ નહિ, ચાર થાંભલા વિના ઇમારત નહિ, તેમ ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ. જે એમાંથી એક પણ નિક્ષેપાનું ખંડન કરે તે આપોઆપ જૈનશાસનથી બહાર થાય છે. એની સાથે આપણો મેળ ન જ મળે.
૨૧
જિનપૂજા અને તેનું ફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org