Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005592/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ லொள் Coj su ' વ્યાખ્યાન વાચસ્પતિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય 'રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ' સં. પૂ. મુનિશ્રી કીતિયશવિજયજી ગણી Main Education International Fon Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા... ૬૪ જિનપૂજા અને તેનું ફળ ! જ પ્રવચનકાર સુવિશાળ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા » સંપાદક છે વર્ધમાનતપોનિધિ પૂજ્ય મુનિરાજશ્રી ગુણયશવિજયજી ગણીવરના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી કીર્તિયશવિજયજી ગણીવર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : : મૂલ્ય : સન્માર્ગ પ્રકાશના એક પુસ્તકની કિંમત : રૂ. ૭-૦૦ છે. મૂ. તપગચ્છ જૈન આરાધના ભવન, | ૨૧ પુસ્તકના પહેલા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦ પાછીયાની પોળ, રીલીફ રોડ, ૨૨ પુસ્તકના બીજા સેટની કિંમત : રૂા. ૧૨૫-૦૦ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ૨૨ પુસ્તકના ત્રીજા સેટની કિંમત : રૂ. ૧૨પ-૦૦ મુદ્રક : દુન્દુભી પ્રિન્ટર્સ, અમદાવાદ ૦૭૯ - ૪૦૪૧૮ | ૧૦૮ પુસ્તકના પુરા સેટની કિંમત : રૂ. ૨૫-૦૦ પ્રથમ આવૃત્તિ-નકલ ૩૦૦૦, વિ. સં. ૨૦૫૦ અષાઢ વદ ૧૪ તા. ૦૮-૯૪ શનિવાર પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો તૃતીય વાર્ષિક સ્વર્ગારોહણ દિન : * સંપર્કસ્થાન - ૧ પ્રાપ્તિસ્થાન : જ અમદાવાદ મુંબઈ બાબુલાલ કિકલદાસ શાહ - ટ્રસ્ટી * મહેતા જયંતકુમાર શાંતિલાલ મંત્રી c/o કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. C/o. શાંતિલાલ એન્ડ સન્સ, રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧ ૨, પહેલે માળ, કાચવાલા બિલ્ડીંગ, ફોન: (ઓ)૩૫૭૬૪૮, (ઘ)૩૫૯૯૫ ૬૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ઝ કે. નીતીન & કં. ફોનઃ ૩૪૪૪૬૧૭, ૩૪૪૩૩ ૨૧, આનંદશોપીંગ સેન્ટર, રતનપોળ, વિરવાડીયા પ્રફુલકુમાર શાંતિલાલ ગોલવાડ, અમદાવાદ-૧, ફોનઃ ૩૫ ૩૮૦ ૪૦૧/સી. ચંદ્રપુરી , કેદારમલ રોડ શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ - ચેરમેન મલાડ (પૂર્વ) મુંબઈ-૯૭ ફોન નં.૮૪૦પ૩૩૯-૮૪૦૩૯૨૦ ૩૮, સહજીવન સોસાયટી, શાંતિનગર, કયવ એમ. ઝવેરી અમદા.-૧૪, ફોનઃ ૩૮૩૦૪, R.૪૨૦૧૫૮ * ડો. રમેશભાઈ શાંતિલાલ વોરા - મંત્રી સુલસા એ. વાલકેશ્વર ફોનઃ ૩૬૧૦૭૨૪ અનિલ કુમાર ડી. શાહ દેવસાના પાડા સામે, કાલુપુર, અમદાવાદ-૧ મહાજન,, ૫૧૦, પ્રસાદ ચેમ્બર્સ, ફોનઃ ૩૬૯૩૦૩ (૧) ૪૪૨૬૮૪ ઓપેરા હાઉસ, મુંબઈ-૪ શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી ફોનઃ ૩૧૦૨૧૮-૩૧૯૯૨૮ સ્વામિનારાયણ મંદિર રોડ, દિલીપકુમાર એચ. ઘીવાળા કાલુપુર, અમદાવાદ-૧, ફોનઃ ૩૬૫૩૪૬ બી-૩૭, સોનારિકા, ૨૫-સી, ચંદાવાડી નરેન્દ્રકુમાર પોપટલાલ વોરા - સહમંત્રી સી.પી. ટેક રોડ, જૈનનગર, પાલડી, અમદા.-૭ ફોનઃ ૪૨૧૪૨૮ મુંબઈ-૪, ફોનઃ ૩૮૮૩૮૧૦, ૩૮દ૬૮૧૨ સૂરત સેવંતિલાલ વી. જૈન * શાહ નવીનચંદ્ર તારાચંદ - મંત્રી ૨૦, મહાજનગલી, ૧લે માળે, ઝવેરી બજાર C/o. વિપુલ ડાયમંડ, મુંબઈ-૨ ૨૦૫-૨૦૬, આનંદ, બીજોમાળ, જદાખાડી, નવસારી મહીધરપુરા, સુરત, . ફોનઃ ૫૩૭૬૦ રાજુભાઈ બી. શાહ શાહ ધીરજકુમાર શાંતિલાલ રોકિઝ એપાર્ટમેન્ટ, પાંચમે માળે, સ્ટેશન રોડ, કૈલાસનગર, સુરત, ફોનઃ ૩૮૮૪૯ નવસારી, ફોનઃ ૨૧૩૮,૪૫૯૧ પરેશકુમાર વાડીલાલ સંઘવી ક નાસિક નાણાવટ મેઈન રોડ, સુરત, ફોનઃ ૩૫૬૨૪ ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ - વડોદરા મેઈન રોડ, નાસિક-૪૨૨૦૦૧ પ્રકાશચંદ્ર જયંતિલાલ ગાંધી ફોનઃ ૭૬૪૭૨ C/o. સુલસા ટ્રાવેલ્સ, લાલજી કુઈ, કે વઢવાણ-સુરેન્દ્રનગર જ મજીદ સામે, નાગરવાડા, જયંતભાઈ ભીખાલાલ શાહ વડોદરા-૧, ફોનઃ દ૬૪૪૧, ૫૪૧૩૯૬ ધનજીગફલનું ડહેલ, મોટા દેરાસર સામે, જામનગર સુરેન્દ્રનગર, ફોનઃ ૨૨૭૪૪ (ઓ.) ૨૧૯૧૬ (ઈ.) સમીર કે. પારેખ સોલાપુર ૫, ગાંધી ચોક, જામનગર પ્રકાશચંદ્ર મોતીલાલ શાહ ફોનઃ ૭૮૨૧૨ (ઓ), ૭૧૯૪૨() દ૯૬, ચાટીગલી, સોલાપુર-૪૧૩ ૦૦૨ રાજકોટ પાલિતાણા જ પ્રકાશભાઈ દોશી સોમચંદ ડી. શાહ વર્ધમાનનગર જૈન ઉપાશ્રય, જીવણનિવાસ સામે, તળાટી રોડ, પાલીતાણા હજુર પેલેસ રોડ, રાજકોટ-૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા ભાગ-ત્રીજાના પ્રકાશન પ્રસંગે પ્રકાશકોના હૈયાની વાત છે પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ સંઘસ્થવિર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાની અમોઘ દેશના શક્તિ દ્વારા સકળ શ્રીસંઘ ઉપર અને વર્તમાન વિશ્વ ઉપર કરેલા અગણિત ઉપકારોથી કોણ અજાણ્યું છે ? છે. નશ્વર દેહે તેઓ શ્રીમદનું સાનિધ્ય આજે અલભ્ય બનવા છતાં પણ અક્ષર દેહે તો તે સાનિધ્ય આજે પણ એટલું જ સુલભ છે. આમ છતાં એને વધુને વધુ સર્વજન સુલભ બનાવવા અને એ દ્વારા જીવનભર તેઓ શ્રીમદે અવિરતપણે વહાવેલ ઉપકાર ભાગીરથીના નિર્મળ વહેણને અવિરતપણે વહેતું રાખવા સન્માર્ગ પ્રકાશને ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિર્વાદ પામવા પૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે દર વર્ષે તેઓશ્રીજીના વાર્ષિક સ્વર્ગારોહણ દિને ૨૧/૨૨ એમ કુલ પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાનો નિર્ધાર કર્યો છે. અમારા આ નિર્ધાર મુજબ પૂજ્યશ્રીના પ્રથમ સ્વર્ગારોહણ દિને ર૧ પુસ્તકોના ૩000 સેટનું અમે પ્રકાશન કરેલ. પરંતુ વાચકવર્ગની માગને સંતોષવા ચાર મહિનાના ટુંકા ગાળામાંજ અમારે બીજી આવૃત્તિના ૩૦૦૦ સેટનું પ્રકાશન કરવું પડ્યું. એજ રીતે પૂજ્યપાદશ્રીજીના બીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૨૨થી ૪૩ એમ ૨૨ પુસ્તકોના બીજા ૫૦૦૦ સેટ પ્રકાશિત કર્યા બાદ પૂજ્યપાદશ્રીજીના ત્રીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૪૪થી ૬પ એમ ૨૨ પુસ્તકોના ત્રીજા સેટનું પ્રકાશન કરતાં અને અત્યંત આનંદાભૂતિ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાળાનાં પ્રત્યેક પુસ્તકોનું સંકલન/સંપાદન કરી આપવા અમે વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી ગણીવરના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણીવરને વિનંતિ કરતાં અમારી તે વિનંતિને સહર્ષ સ્વીકારી અમને અત્યંત ઉપકૃત કર્યા છે. મૃતિ ગ્રંથમાળાના “જિનપૂજા અને તેનું ફળ!” પુસ્તકને પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તકનું વાંચન આપના જીવનને સાચી દિશા અને સાચો પ્રકાશ આપશે. આપ એને માત્ર કબાટની શોભા ન બનાવતાં આપના જીવનની શોભા બનાવશો અને એને સરોવરના જળની જેમ એક જ જગ્યાએ સીમીત ન રાખતાં નિર્મળ સરિતાના વહેણની જેમ વહેતું જ રાખશો. આપની અનુભૂતિ અમને જાણવા મળશે તો અમારો આનંદ અદકેરો બનશે. - સન્માર્ગ પ્રકાશન For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સમર્પણ : : : :: :: નાસ્તિકતાનું નિરસન કરતી... આસ્તિકતાનો આદર્શ દર્શાવતી... સંસારના રાગનું વિરેચન કરતી... મુક્તિના તીવ્રવાભિલાષનું ઉદ્દિપન કરતી... મોક્ષમાર્ગના પથિકોને માર્ગદર્શન આપતી... જૈનશાસનના પરમાર્થનું પ્રકાશન કરતી... સમ્યગ્દર્શનનું પ્રદાન કરતી... સર્વવિરતિની તાલાવેલી જગવતી. રત્નત્રયીનું મહિમાગાન કરતી... પ્રવચન પ્રભાવક દેશના દ્વારા, વર્તમાન વિશ્વનો ઉદ્ધાર કરનાર, શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે' એ ઉક્તિને ચરિતાર્થ કરનાર, વર્તમાનયુગના ભાવાચાર્ય, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, શાસનના વિશિષ્ટતમ, અદ્વિતીય આરાધક - પ્રભાવક - સંરક્ષક, ચતુર્વિધ શ્રીસંઘનો યોગક્ષેમ કરનાર, સકળસંઘ સન્માર્ગદર્શક, પરમ કરૂણાસિંધુ, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ પરમગુરુદેવ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આપના જ નામ સાથે સંકળાયેલી આ ગ્રંથાવલીનું અંતસ્તલની ભાવોર્મિ સહ આપના વરદ કરકમળોમાં સમર્પણ ! For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ : આધાર સ્થંભ : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મિયભાવે અત્યંત મહત્વનો ફાળો આપી આધારસ્તંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ સુરત ભોરોલતીર્થ મુંબઈ અમદાવાદ મુંબઈ મુંબઈ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ ૨. હસમુખલાલ ચુનીલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. : વાડીલાલ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ છે. શાહ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલા ૮. શ્રીમતિ કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાયન્ટીફીકડાયગ્નોસ્ટીક લેબોરેટરી) ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ.: શાહ દિનેશભાઈ જોઈતાલાલ ૧૧. શાહ છબીલદાસ સાંકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલભાઈ વર્ધીલાલ (રાધનપુરવાળા) C/o. શાહ રાજુભાઈ બી. ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબેન મનજીભાઈ હ.: ચંપકભાઈ ૧૪. શાહ દલપતલાલ કકલચંદભાઈ ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ૧૦. શ્રીમતિ કંચનબેન કાન્તિલાલ મણીલાલ ઝવેરી હસ્તિગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. શેઠ શ્રી શશીકાન્તભાઈ પૂનમચંદભાઈ શાહ પાલનપુર નિવાસી મુંબઈ નવસારી સુરત સુરત ભાભર ઉમરી પાટણ મુંબઈ For Persol & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ : સહયોગી : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફળો આપી સહયોગી બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. મુંબઈ મુંબઈ હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા પરિવાર સુરત c/o. કુમારભાઈ એ. મહેતા ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા સુરત C/o. અરવિંદભાઈ આર. શાહ ૪. સંઘવી સોહનરાજી રૂપાજી - મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી મુંબઈ હ: શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી ૬. શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી છે. સ્વ. મણીલાલ નીહાલચંદ શાહ હિ. : રતીલાલ મણીલાલ શાહ ભાંડોતરા નિવાસી સ્વ. શાહ મૂળચંદ. ધમજી ભાંડોતરા તથા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદ સહપરિવાર સ્વ. શ્રી ભીખમચંદજી સાંકળચંદજી C/o. શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબેન મયાચંદ વરધાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા સુરત હ. : પ્રવિણભાઈ ૧૨. શ્રીમતિ જયાબેન પાનાચંદ ઝવેરી મુંબઈ હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ(ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૧૬. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. : યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ મુંબઈ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા અને તેનું ફળ ! જગદુદ્ધારક ભગવાન શ્રી જિનેશ્વરદેવના વિશ્વવર્તિ પ્રાણિમાત્ર ઉપરના અગણિત ઉપકારોનું વર્ણન તે હજાર મોઢે પણ થઈ શકે તેમ નથી. એ પરમાત્માનાં દર્શન-પૂજન પણ વિશ્વનું કલ્યાણ કરનાર બને છે. માટેતો પરમાત્માના દર્શન-પૂજનનું મહિમાગાન ધર્મશાસ્ત્રોમાં ઠેર ઠેર મુકત કંઠે કરેલું જોવા મળે છે. પરમાત્માની જે પૂજાથી ઉપસર્ગોનો નાશ થાય, વિઘ્નની વેલડીઓ છેદાઈ જાય, મન પ્રસન્નતાનો અનુભવ કરે છે; તે પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. ભાવપૂજા જિનાજ્ઞાના પાલન વિના સંભવિત નથી અને દ્રવ્ય-પૂજામાં આજ્ઞાસાપેક્ષ પણા ઉપરાંત ઔદાર્ય પણ અનિવાર્ય બને છે. પરમાત્મ પૂજાનું ફળ જેણે પામવું હોય તેણે પોતાના મનનું સાચી રીતે ઘડતર કરવું પડે છે, પૌગલિક પદાર્થો પ્રત્યેથી મનને ઉઠાવીને પરમાત્મપદ પ્રત્યે મનને જોડવું પડે છે. આત્માને મલિન બનાવનારી પ્રવૃત્તિ છોડી આત્માને નિર્મળ બનાવનારી પ્રવૃત્તિમાં જોડાવું પડે છે. પરમાત્માના એક એક ગુણને અને ઉપકાર શ્રેણીને સમજી, સ્મૃતિમાં લાવી તેમાં મનને તન્મય બનાવવું પડે છે. આવો આત્મા પોતપોતાની ભૂમિકા મુજબ પરમાત્માની દ્રવ્ય-ભાવપૂજા યથાર્થ રીતે કરીને તે પૂજાના શાસ્ત્ર વર્ણવેલ પ્રત્યેક ફળોને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. જેનું મન પરમાત્મભકિતમાં એકતાન બને તેને જીવનમાં પરમાત્મદર્શન-પૂજનાદિ સ્વરૂપ ભકિત વિના એક ક્ષણ પણ ચેન પડતું નથી. આથી જ તે પ્રતિક્ષણ, પ્રતિદિન, પ્રતિભવ જિનેશ્વરદેવની ભકિતની યાચના કરે છે. આ દરેક વાતોને વિગતવાર સમજવા વાંચો આ પ્રવચન. ઇ ૨૧-જિનપૂજા અને તેનું ફળ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥१॥ દ્રિવ્યપૂજા પણ ભાવપૂર્વકની જોઈએ : અનંત ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, આ સંસાર અનાદિ અનંત છે. એમાં અનંતાનંત જીવો અનાદિકાળથી રઝળે છે. મહાભયંકર આ સંસાર સાગરથી જીવોને ઉગારનાર એક માત્ર અરિહંત ભગવંતો જ છે. આવા ઉપકારી અરિહંત ભગવંતની પૂજાનો પ્રભાવ અચિન્ય છે. પરમાત્માની પૂજાના પ્રભાવનું વર્ણન કરતાં ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, “પૂજ્યમાને જિનેશ્વરે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરતાં કરતાં પણ સાં યત્તિ ઉપસર્ગો જેટલા હોય તે બધા ક્ષય પામી જાય છે, “ છિન્ને વિખવ7:' વિનની વેલડીઓ છેદાઈ જાય છે અને “મને પ્રસન્નતાતિ’ મન પ્રસન્નતાને પામે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજાનો આ ત્રણ ફળો કેવાં છે ? કોઈને પણ ગમી જાય એવાં છે ને ? ઉપસર્ગોનો ક્ષય થઈ જાય, વિદનની વેલડીઓ છેદાઈ જાય અને મન પ્રસન્નતાને પામે, આ કાંઈ જેવાં-તેવાં ફળ છે ? આ ત્રણેય ફળોની પ્રાપ્તિ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરનારને થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજામાં પોતાના મનોયોગને, વચનયોગને અને કાયયોગને યોજી દેનારા આત્માઓને, આ ત્રણેય ફળોની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા દ્રવ્ય અને ભાવ” – એમ બે પ્રકારે થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાનું પાલન, એ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભાવપૂજા છે અને અંગપૂજા, અગ્રપૂજા – એ વગેરે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજાના પ્રકારો છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં, ભાવપૂજા જ શ્રેષ્ઠ કોટિની છે અને ભાવપૂજાનું ફળ યાવતું મુક્તિની પ્રાપ્તિ છે, તો પણ, દ્રવ્યપૂજાનું ફળ પણ અસાધારણ કોટિનું છે. દ્રવ્યપૂજા પણ જો ભાવપૂર્વકની હોય છે, તો જ તે તેની વાસ્તવિક કોટિની સફળતાને પામી શકે છે. મુગ્ધ અગર ભદ્રિક જીવોને માટે ભાવ વિનાની પણ દ્રવ્યપૂજા લાભદાયક બની જાય છે, કારણ કે એવા જીવોમાં સમજની ખામી હોય છે, પણ એ જીવોની એ ખામી કોઈ વિપરીત રામચનાર અતિથિમાળા છે પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪છે For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાવના આગ્રહને આભારી હોતી નથી, એટલે કે સમજવાને માટે જે શક્તિ-સામગ્રી જોઈએ, તેની ખામી હોવાને લઈને સમજની ખામી હોય છે, પણ તેમને વિપરીત ભાવનો આગ્રહ હોતો નથી. એ જીવો તો પ્રાયઃ એવા હોય છે કે જો ભાવપૂર્વકની શ્રી જિનપૂજાનું સ્વરૂપ એમના સમજવામાં આવી જાય, તો એથી એમને ખૂબ જ આનંદ થાય. એમને જો ખ્યાલ આપનાર મળે તો એમને સમજવાની ઈચ્છા પણ થાય, એમનાથી બની શકે તો એ સમજવાનો પ્રયત્ન પણ કરે અને જો સમજાઈ જાય તો એનો અમલ કરવાનો પુરુષાર્થ પણ એ કરે. એટલે, એવા મુગ્ધ અગર ભદ્રિક જીવોને ભાવ વિનાની દ્રવ્યપૂજાથી થતા લાભની વાતને પકડીને, વિપરીત ભાવવાળાઓ જો ભાવની વાતની અવગણના કરે, તો તેમની દ્રવ્યપૂજા નિષ્ફળ તો નીવડે, પણ તેમને તેમના વિપરીત ભાવથી તથા વિપરીત ભાવના આગ્રહથી નુકસાન પણ થયા વિના રહે નહિ. દ્રવ્યપૂજા કરનારનું લક્ષ્ય ભાવપૂજા કરવાનું હોવું જ જોઈએ. ભાવપૂજાને પામવાના ભાવથી દ્રવ્યપૂજા કરનારની દ્રવ્યપૂજા પણ એટલી બધી મહિમાવંતી બને છે કે એના યોગે ઉપસર્ગોનો ક્ષય થાય છે તેમ જ વિદનની વેલડીઓ છેદાઈ જાય છે અને સૌથી વિશિષ્ટ ફળ તો એ મળે છે કે મન પ્રસન્નતાને પામે છે. ઉદ્ધારનું અમોઘ સાધન શ્રી જિનાજ્ઞા : આ બધો પ્રતાપ આજ્ઞાપાલન પ્રત્યેની અભિરુચિનો છે ને ? આજ્ઞાપાલનનું મહાફળ મુક્તિ છે, પરંતુ આજ્ઞાના પાલનની અભિરુચિ પણ આવા વિશિષ્ટ ફળવાળી છે, એ વાત સમજાય છે ? તમને કોઈ પૂછે કે “એવી તે એ આજ્ઞા કઈ છે, કે જે આજ્ઞા હૈયે જચી જાય અને એથી જે આજ્ઞાનું પાલન કરવાનું મન થાય, એમાં એવો ગુણ છે કે ઉપસર્ગોને ક્ષીણ કરી નાખે, વિનવેલડીઓને છેદી નાંખે અને મનને પ્રસન્ન બનાવી દે ?' – તો તમે શું કહેશો ? એ વખતે તમારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની ઓળખ આપવી પડે ને ? આજ્ઞાનું જે મહત્ત્વ છે, તે આજ્ઞા કરનારના મહત્ત્વને લઈને છે ને ? જેના હૈયે આજ્ઞા કરનારની કિંમત હોય નહિ, તેના હૈયે આજ્ઞાની કિંમત હોય નહિ. તમારે સમજાવવું પડશે કે “ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ સંસારવત જીવોના પરમ ૪ ૨૧-જિનપૂજા અને તેનું ફળ છે. ૩ છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધારક છે, માટે એ પરમ તારકોની આજ્ઞા ઉદ્ધારક છે. અત્યાર સુધીમાં અનંતા ભગવાન શ્રી જિનેશ્વરદેવો થઈ ગયા છે અને તે તારકોની આજ્ઞાની આરાધનાના યોગે અનંતાઅનંત આત્માઓનો ઉદ્ધાર થયો છે. શ્રી જિનાજ્ઞાની આરાધના એ અનંતા ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાની આરાધના છે. પછી, જીવોનો કેવા પ્રકારનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવો છે, એનો પણ ખુલાસો આપવો પડે ને ? એ વખતે તો તમારે જરા વિગતથી વાત કરવી પડે. જીવ માત્ર અનાદિકાળથી ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરનારો હોય છે. જગતમાં જીવો અનંતાઅનંત છે. જગતના અનંતાઅનંત જીવોમાંથી અત્યાર સુધીમાં જે જીવો મુક્તિને પામ્યા છે, તે જીવો તથા જે જીવો હાલ ચાર ગતિઓ પૈકીની જુદી જુદી ગતિઓમાં જન્મ-મરણાદિને પામી રહ્યા છે, તે બધાય જીવો કરતાં પણ અનન્તાનન્ત ગુણા જીવો તો એવા છે, કે જે જીવો અનાદિકાલથી તિર્યંચગતિમાં જ છે અને તિર્યંચગતિમાં પણ નિગોદમાં છે. એ અનાદિ નિગોદમાંથી જે જીવો પોતપોતાની ભવિતવ્યતાના વશે બહાર નીકળીને વ્યવહાર-રાશિમાં આવ્યા, તેમાં જે ભવ્ય જીવો હતા; તે ભવ્ય જીવોમાં જે જીવોની ભવિતવ્યતાદિ પરિપક્વ થઈ હતી. એવા જ જીવોનો ઉદ્ધાર થઈ શક્યો છે, એ તમે જાણો છો? તત્ત્વસ્વરૂપના અભ્યાસ વિના, આવી વાતોનો ખ્યાલ હોય શી રીતે? નિગોદમાં રહેલા જીવોનો ઉદ્ધાર તો અશક્ય છે, પણ અનાદિનિગોદમાંથી નીકળીને વ્યવહાર-રાશિમાં આવેલા જીવોમાં પણ જે જીવો અભવ્ય હોય છે અથવા તો દુર્ભવ્ય હોય છે અથવા તો ભવ્ય હોવા છતાંય ભારેકમ હોય છે, તેમનો ઉદ્ધાર પણ થઈ શકતો નથી. એટલે, ઉદ્ધાર તો માત્ર લઘુકર્મી એવા ભવ્ય જીવોનો જ થઈ શકે છે. આમ જે જીવો ઉદ્ધારને લાયક બન્યા હોય છે, અગર બને છે, તેમના ઉપર જ શ્રી જિનવચન ઉપકાર કરી શકે છે. આ જગતમાં એવા જીવોના ઉદ્ધારનું એક માત્ર અમોઘ સાધન શ્રી જિનાજ્ઞા જ છે. એવા જીવો શ્રી જિનાજ્ઞાના આલંબનને પામીને, પોતાના સાચા સ્વરૂપને પિછાણનારા બની શકે છે અને જગતના પદાર્થ માત્રના B ૪ છે પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ સાચા સ્વરૂપને પિછાણનારા બની શકે છે. એને લઈને, એ જીવો સંસારમાં પરિભ્રમણ કરાવનારા કર્મોથી છૂટીને મોક્ષ પામવા ઇચ્છે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા કર્મો કેમ બંધાય છે અને એના યોગથી કેમ મુક્ત બની શકાય છે, તેનો ખ્યાલ આપીને, કર્મોથી છૂટદ્વાનો ઉપાય સ્વતંત્રપણે બતાવનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ હોય છે. સ્વતંત્રપણે મુક્તિમાર્ગને બતાવનાર બીજું કોઈ જ હોઈ શકતું નથી. બીજાઓ મુક્તિમાર્ગને બતાવનારા હોઈ શકે છે, પણ એ એ તારકોનું બતાવેલું બતાવનારા હોય છે. આ જ, એ તારકોનો જગતના જીવો ઉપર પરમ ઉપકાર છે. શ્રી જિનપૂજાનો ઉદારભાવ: જીવનો પરમ ઉદ્ધાર મુક્તિની પ્રાપ્તિ થવી–એ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો પરમ ઉપકાર એ તારકોએ શુદ્ધ એવા મુક્તિમાર્ગને પ્રકાશિત કર્યો–એ છે. આ ઉપકાર જેઓના હૈયે વસે, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની નામાદિ ચારેય નિક્ષેપાઓ દ્વારા યથાશક્ય પૂજા કર્યા વિના રહે ખરા ? જે જીવોના હૈયે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો ઉપકાર વસ્યો હોય છે, તેવા જીવો જો આરંભ-પરિગ્રહમાં બેઠેલા હોય છે, તો તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા કર્યા વિના પણ કેમ જ રહે ? અને, એવા જીવો દ્રવ્યપૂજા પણ ભાવપૂર્વક કરનારા હોય, એમાં શંકા રાખવા જેવું છે કાંઈ ? એવા જીવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો વિનય પોતે જે જે રીતે આચરી શકે તેમ હોય, તે તે રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો વિનય આચરવા સજ્જ બનવાની ભાવનાવાળા હોય. તમારી ભાવના પણ એવી જ છે ને કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો શક્ય એટલો વિનય તો આપણે આચરવો જે ? એટલે, તમારી દ્રવ્યપૂજા ઉદારતાવાળી હશે ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરવાને માટે હું મારાથી બની શકે તેટલાં ઉત્તમોત્તમ દ્રવ્યો એકઠાં કરું અને વાપરું.’ એવું તમારા મનમાં ખરું ને? શ્રી જિનની આજ્ઞા હૈયે વસ્યા વિના, શ્રી જિનની આજ્ઞાનો ઉપકાર હૈયે વસ્યા વિના, આવો શ્રી જિનપૂજાનો ઉદારભાવ હૈયામાં પ્રગટે શી રીતે? w [ ૨૧-જિનપૂજા અને તેનું ફળ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કદાચ પુણ્યના લોભે શ્રી જિનપૂજામાં ઉદારતા આવે, તો પણ એ ઉદારતામાં હૈયાના ભાવની દેવી જોઈએ તેવી બરકત ન હોય, કેમ કે શ્રી જિનની આજ્ઞાનું પાલન પુણ્યનું કારણ હોવા છતાં પણ વાસ્તવિક રીતિએ તો મોક્ષના કારણ તરીકે જ આદરણીય છે. શ્રી જિનની આજ્ઞા જો મોક્ષના કારણ તરીકે પ્રથમ ખ્યાલમાં આવે, તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો જે ખરો ઉપકાર છે, તે સારી રીતે હૈયે વસે. સંસારની ઈચ્છાને હઠાવવી પડશે? આ ઉપરથી તમે શ્રી જિનની આજ્ઞાનો પાયો સમજી શક્યા ને ? આમ શ્રી જિનની પહેલી આજ્ઞા કઈ કહેવાય ? એ જ કે સંસારની ઇચ્છાને છોડીને મોક્ષની ઇચ્છાવાળા બનવું ! ઉપસર્ગો અને વિનો–એ બધું સંસારની ઇચ્છાને આભારી છે. તમને ચાહના શાની છે? મોક્ષની કે સંસારની ? સંસારની ઈચ્છા એટલે વિષયની અને કષાયની ઇચ્છા. સામાન્ય રીતે તો, વિષયની વાસનાએ અને કષાયની કલુષિતતાએ મનને એવું ઘરેલું હોય છે કે જીવ એમાં જ રમે છે અને એમાં જ રાચે છે. એનાથી થાય શું? પાપ જ વધે ને ? વિષય-કષાયને આધીન બનેલો જીવ કદાચ ધમનુષ્ઠાનો આદિને આચરે અને એથી પુણ્ય બાંધે, તોય એનું એ પુણ્ય કેવું હોય? વખાણવા જેવું નહિ ને ? એ પુણ્ય પણ જાણે પાપના ઘરનું હોય એવું હોય ! એ પુણ્યોદયના કાળમાંય, જીવના મનમાં શાંતિ નહિ ને અશાંતિ ઘણી ! પુણે આપેલી સામગ્રીથી એ પુણ્ય બાંધવાને બદલે બહુલતયા પાપ બાંધે ! પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પાપોદયથી શું થાય ? ઉપસર્ગો અને વિઘ્નો આવે. એ વખતે તો મન પ્રસન્ન રહી શકે જ નહિ ને ? આ બધાનું કારણ શું ? સંસાર ! અને તેમ છતાંય, ઇચ્છા સંસારની ? ઇચ્છા મોક્ષની જોઈએ અને સાંસારિક ઇચ્છા થઈ જાય તોય મનમાં તેનો અણગમો જોઈએ. શ્રી જિનપૂજાના ફળને પામવું હશે, તો તમારે આ સમજી લેવું પડશે અને સમજીને મનમાંથી સંસારની ઇચ્છાને હઠાવી દઈને, સંસારની ઇચ્છાના સ્થાને મોક્ષની ઇચ્છાને સ્થાપિત કરી દેવી પડશે. પૂજાનું ફળ મન પલટાયે મળે : તમે લોકો એમ સમજી બેઠા છો ને કે થોડુંક દર્શન-પૂજન કરી લીધું, એટલે ઉપસર્ગો બધા નાશ પામી જાય અને વિઘ્નો બધાં ટળી જાય ? કોરી સંસારની ઇચ્છાથી જ દર્શન-પૂજન કરે, તોય એ ફળ મળે ? અને સંસારની ઇચ્છાનું તો કોઈ ફળ જ નહિ, એમ ? જ્ઞાનીઓ ફરમાવે છે કે શ્રી જિનપૂજા જો સાચી રીતે કરવી હશે, તો એ માટે મનમાં પલટો લાવવો પડશે. એવો પલટો લાવવો પડશે કે મારે જોઈએ છે તો એક મોક્ષ જ. મારું ધાર્યું મળતું હોય, તો મને એક મોક્ષ સિવાય બીજા કશાનો જ ખપ નથી. બીજી જે કોઈ ઇચ્છા મને થઈ જાય છે, તે મારી નબળાઈને આભારી છે અને એ નબળાઈ મારા ઉપાર્જેલા સંસારને આભારી છે. મારે સંસારથી મુક્ત બનવું છે.' આમ થશે, એટલે મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનના દર્શન-પૂજનમાં ખૂબ ઉલ્લાસ આવશે અને મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનની સેવા થઈ શકવા બદલ, મન અસાધારણ કોટિની પ્રસન્નતાને પામશે. સંસારની ઇચ્છા રાખ્યા વગર અને મોક્ષની ઇચ્છાને બરાબર જાળવી રાખીને, કર્મવશ જો સંસાર ભોગવાશે, તો તે સંસારેય એવી ૨૧-જિનપૂજા અને તેનું ફળ For Personal & Private Use Only ૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ રીતે ભોગવાશે કે જેટલો સંસાર ભોગવાયો એટલા સંસારથી છૂટ્યા, એટલે મનને થશે કે ક્ષણે ક્ષણે હું મારા મોક્ષની નિકટમાં જઈ રહ્યો છું અને એથી સંસારનો એવો ભોગવટો પણ મનની પ્રસન્નતામાં બાધાકારી નહિ નીવડે. આ રીતે શ્રી જિનપૂજા કરનારાઓના ઉપસર્ગો નાશ પામી જાય ને વિહ્નો ટળી જાય, એ બહુ મોટી વાત નથી. –આવું ફળ જોઈએ છે ને ? હા, તો એ માટે પહેલાં સંસારની ઇચ્છા ઉપર કાપ મૂકવાની તૈયારી છે? શાસ્ત્રની હલકાઈ કરવાથી સુખી થઈ જવાય? આ વાતને નહિ સમજી શકનારાઓ. શ્રી જિનના દર્શન-પૂજનાદિથી ઉભગી જાય અગર તો શ્રી જિનના દર્શન-પૂજન આદિના નિંદક બની જાય, તો એ પણ બનવાજોગ છે. આજે તમે જે દર્શન-પૂજનાદિ કરો છો અને જે પ્રકારે તમે એ દર્શન-પૂજનાદિ કરો છો, તેનાથી ઉપસર્ગો ક્ષીણ થઈ જાય ? વિનોનો વિનાશ થઈ જાય ? મન પ્રસન્નભાવમાં જ રમ્યા કરવા જોગી સ્થિતિ પેદા થઈ જાય ? અને જો ઉપસર્ગો ક્ષીણ ન થાય, વિદનોનું વિદારણ ન થાય તથા મનની અપ્રસન્નતા ટળે નહિ, તો પછી એમ માનવાનું કે આ કાળમાં શ્રી જિનભક્તિનો મહિમા રહ્યો નથી ? તમારી ભૂલ તરફ તમારે જોવાનું જ નહિ ? તમે જે કાંઈ ભક્તિ કરો છો, તેમાં શો માલ છે, એય તમારે જોવું પડશે કે નહિ? અરે, જેઓ બહુ ઉમદા ભાવે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ કરતા, તેઓ પણ જો તેમને માથે આપત્તિ આવે, તો માનતા કે “જે કાળમાં મને શ્રી જિનની આજ્ઞાનું પાલન નહિ મળેલું, તે કાળમાં મેં જે ભયંકર કોટિનાં પાપાચરણો આચરેલાં અને સંસારના ભાવથી સત્કૃત્યોને પણ દૂષિત કરેલાં, તેનું આ પરિણામ છે અને એ મારે ભોગવવું તો પડે ને ?' એવા વિવેકી આત્માઓને તો મનમાં એમ થાય કે ‘શ્રી જિનની આજ્ઞાનું સર્વોત્તમ કોટિનું પાલન સાધુપણા વિના થઈ શકે નહિ. શ્રી B ૮ ક પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪છે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જિનની આજ્ઞાના સંપૂર્ણ પાલન રૂપ સાધુપણું આવતાં તો મારાં નિકાચિત એવાં પણ ઘણાં કર્મોનો ભૂકો થઈ જશે. ત્યારે જ મને શ્રી જિનપૂજાનું પરમ ફળ મળશે.' ભાવપૂજા વધતાં વધતાં જ્યારે સંપૂર્ણ કક્ષાની આવી જાય, ત્યારે જ દુઃખ માત્ર ટળે અને સંપૂર્ણ સુખનો અનુભવ થાય કે એમ ને એમ દુઃખ બધાં ટળી જાય ને સુખ સઘળું મળી જાય ? તમે આવો વિચાર કરો છો ખરા? શાસ્ત્રોમાં શ્રી જિનપૂજાનું અને સદ્ગુરુઓની સેવા આદિનું જે ફળ લખ્યું છે, તે ફળ શાસ્ત્રોમાં લખ્યા મુજબ શ્રી જિનપૂજા અને સદ્ગુરુઓની સેવા આદિ જેઓ કરે, એમને મળે ને ? એ મુજબ શ્રી જિનપૂજાદિ કરવાનું લક્ષ્ય પણ હોય નહિ અને પછી ફળ મળે નહિ એટલે શાસ્ત્રની હલકાઈ કરવી, એ શું વાજબી છે ? એમ શાસ્ત્રની હલકાઈ કરવાથી સુખી થઈ જવાય ? એટલે, શ્રી જિનની પૂજા આદિના ફળને પામવા માટે, મનને પલટાવવાની જરૂર પહેલી છે. શ્રી જિનની સાચી પિછાણ થાય અને શ્રી જિનના ઉપકારની સાચી પિછાણ થાય, તો શ્રી જિનની આજ્ઞાની આરાધના કરવાની ક્રમે કરીને તીવ્ર ભાવના જન્મ અને એથી થોડી પણ ભક્તિ મહાફળને પમાડનારી નીવડે. દુઃખમાં પણ પ્રસન્નતાનો અનુભવ કરી શકે ? શ્રી જિનને પૂજતાં પૂજતાં પાપોનો ક્ષય થઈ જાય અને પુણ્યનો બંધ થયા કરે, એથી ઉપસર્નાદિ ટળે અને સુખસામગ્રી મળે, એ કાંઈ બહુ મોટી વાત નથી, પરંતુ શ્રી જિનપૂજાનું સૌથી વિશિષ્ટ અને પ્રત્યક્ષ જેવું ફળ તો મનની પ્રસન્નતા છે. શ્રી જિનની પૂજાને અને શ્રી જિનની પૂજાના ભાવને પામતાં પૂર્વે એવાં દઢ પાપો ઉપાજ્ય હોય કે એના યોગે ઉપસગદિ આવે, પરંતુ શ્રી જિનપૂજાના યોગે આત્મામાં જો ગુણનું પ્રગટીકરણ થવા પામ્યું હોય, તો ઉપસગદિના સમયે પણ મન અપ્રસન્નતાનો અનુભવ કરે નહિ, પરંતુ પ્રસન્નતાનો અનુભવ કરે. શ્રી જિનની પૂજા કરનારો, શ્રી જિનની પૂજા કરીને સદ્ગુરુનો સુયોગ હોય તો સદ્ગુરુની પાસે પણ જાય ને ? સદ્ગરની પાસે જઈને દૂ ૨૧-જિનપૂજા અને તેનું ફળ mela For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ એ સગુરુના શ્રીમુખે શ્રી જિનવાણીનું શ્રવણ પણ કરે ને ? શ્રી જિનવાણીનું શ્રવણ કરતાં કરતાં આત્મામાં વિવેકગુણ પ્રગટે કે નહિ ? જે આત્માઓમાં વિવેકગુણ પ્રગટ્યો હોય, તે આત્માઓને જ્યારે દુઃખ આવે ત્યારે શું લાગે ? અને જ્યારે તેમને કોઈ પણ પ્રકારની સારી સામગ્રી કે સુખસામગ્રી મળી જાય ત્યારે પણ શું લાગે? જેટલું દુઃખ, તે શ્રી જિનની આજ્ઞા નહિ પાળેલી, શ્રી જિને કહ્યાથી ઊલટું કરેલું, શ્રી જિનાજ્ઞાની વિરાધનાદિ કરેલ, તેનું ફળ છે–એમ લાગે ને ? અને થોડું પણ સુખ, જાણ્યે-અજાણ્યેય શ્રી જિનાજ્ઞા પળાઈ ગયેલી - તેનું ફળ છે, એમ પણ લાગે ને? એના યોગે, દિલ શું ચાહે ? શ્રી જિનની આજ્ઞાની આરાધનાને જ ને ? અને ‘ભૂલે ચૂકે પણ મારાથી શ્રી જિનની આજ્ઞાની વિરાધના થઈ જાય નહિ, એની મારે તકેદારી રાખવી જોઈએ.’ એમ પણ થાય ને ? આ વિવેકમાં સમાધિ આપવાની જેવી-તેવી તાકાત છે ? મનનો સાચો સમાધિભાવ, એ જ મનની સાચી પ્રસન્નતા છે ને ? શ્રી જિનની આજ્ઞાનું થોડું પણ આરાધન મનને કેટલું બધું પ્રસન્ન બનાવે ? ઘણું જ, કેમ કે સઘળાય સુખનું કારણ શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું એ જ છે, એ વાત મનમાં બરાબર જચી ગયેલી છે. આવા વિવેકી જીવના મનની પ્રસન્નતા ઉપસગદિની વેળાએ પણ ટકી શકે. એને ઉપસર્ગાદિ આવે ત્યારે એમેય થાય કે “ભૂતકાળમાં શ્રી જિનાજ્ઞાથી ઊલટું જે કરેલું, શ્રી જિનાજ્ઞાનો જે ભંગાદિ કરેલો, તેનાથી બંધાયેલ પાપકર્મનું જ આ ફળ છે. સારું થયું કે એ પાપ આ સમયે ઉદયમાં આવ્યું, કે જ્યારે હું સજાગ છું. “આ મારું જ પાપ છે, મારા પાપનું જ આ ફળ છે.” એનો મને ખ્યાલ આવે અને આ પાપોદયને સમતાથી ભોગવી લઈને નિર્જરા સાધી શકાય-એવા સારા સમયમાં આ પાપ ઉદયમાં આવ્યું તે સારું થયું. આત્માને કર્મના ભારથી વધારે હળવો બનાવવાની આ સુંદર તક છે.” આવા પ્રકારના વિચાર માત્રમાં પણ, આવેલા દુઃખને હળવું કરી નાંખવાની અને મનને પ્રસન્ન બનાવી રાખવાની કેટલી બધી તાકાત છે ? વિવેકી તો સમજે કે આપણે બાંધેલું પાપ ઉદયમાં આવી જાય, તો ૧૦ છે પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ એથી ઉપસર્નાદિ આવ્યા વિના રહે નહિ. જેને પોતાની ભૂલનો ખ્યાલ ન આવે તે દુઃખ આવે ત્યારે ચિડાય, પણ જેને પોતાની ભૂલનો ખ્યાલ આવે તે દુઃખ આવે ત્યારે શાને ચિડાય ? સમજું તો સમજે કે “આ વખતે ચિડાવાની ભૂલ કરવી, એ વર્તમાનના દુઃખને તો વધારનાર છે, પણ ભવિષ્યના દુઃખનેય સર્જનાર છે. હવે તો આ દુઃખમાં પણ શ્રી જિનાજ્ઞાની જ આરાધના કરે.' આ વિચારથી મનની પ્રસન્નતા ટકી રહે ને ? અને આવા વિવેકપૂર્વક શ્રી જિનપૂજામાં રત રહેવાથી, ઉપસર્ગો તથા વિદનો પણ ટળી જાય ને ? હા, કેમ કે ઉપસર્ગો તથા વિદ્ગોનું કારણ તો કર્મનો યોગ છે અને આત્માની સાથેના કર્મના યોગને ટાળવાનો પ્રયત્ન ચાલુ છે, એટલે ઉપસગદિને પેદા કરનારાં કર્મોની નિર્જરા પણ ચાલુ જ છે. આમ શ્રી જિનપૂજા કેવી મહા ફળવતી બની જાય, તેનો ખ્યાલ આવે છે ? કર્મસત્તાથી મુક્ત બનવા માટે શ્રી જિનપૂજા : કર્મસત્તાનો તમને ખ્યાલ છે? કર્મસત્તા, એ એક એવી સત્તા છે કે જે એનાથી મુક્ત બને તે ફાવે, પણ જે એની સત્તામાં હોય તે એને છેતરી શકે નહિ. તમે મંદિરમાં ભગવાનની પાસે જઈને ગમે તેમ સમજાવવા જેવું કરી આવો એય બની શકે અને અમને પણ ઉઠાં ભણાવી જાઓ–એય બની શકે, પણ કર્મસત્તાને કોઈ ઠગી શકતું નથી. દેવને નથી માનતા-કહીને તમે આઘા રહી શકશો; ખુદ ભગવાન વિચરતા હતા ત્યારે પણ એ તારકને નહિ માનનારા જીવો હતા; ગુરુઓને નથી માનતા, ધર્મને નથી માનતા, શાસ્ત્રોને નથી માનતા–આવું બધું કહીને તમે આઘા રહી શકશો, પણ કર્મસત્તાને નથી માનતા-એમ કહેશો એટલે કર્મસત્તાથી આઘા નહિ રહી શકો. દેવાદિને નથી માનતા–એવું કહેનારાઓને, દેવાદિની અવગણના કરનારાઓને, કર્મસત્તા જ્યારે એનું ફળ આપે છે, ત્યારે એમની એવી એવી દશા પણ થઈ જાય છે કે ખાવાનું મળે નહિ અને ખાવાનું મળે તોય ખાઈ શકાય નહિ, પીવાનું મળે નહિ અને પીવાનું મળે તોય પી શકાય નહિ ! તમે તો હજુ આ ભવમાં ખાસ કાંઈ પીડાઓ જોઈ નથી, પરંતુ કર્મસત્તાના યોગે જીવોને એવી એવી પીડાઓ ભોગવવી પડે છે, કે જે ( ૨૧-જિનપૂજા અને તેનું ફળ allllllllllllllllllllllllllllllllllllllllllli For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પીડાઓની તમને તો પૂરી કલ્પના પણ આવી શકે તેમ નથી. આપણે બધા અત્યાર સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ, એ પણ કર્મસત્તાને લઈને જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ વાતનો ખ્યાલ આપ્યો છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ સમજાવ્યું છે કે “આમ આમ કરવાથી કર્મસત્તા મજબૂત બને છે અને આમ આમ વર્તવાથી કર્મસત્તા ઢીલી પડતી જાય છે. જીવ જો કર્મસત્તાથી સર્વથા છૂટે, તો જ એ પોતાના અનંત સુખનો ભોક્તા બની શકે.' કર્મસત્તાને લઈને જીવોમાં ભિન્ન ભિન્ન પ્રકારની નબળાઈઓ વગેરે પણ હોય છે. એ નબળાઈઓ હોય તેવા વખતે પણ કેવા પ્રકારે કર્મસત્તાને તોડવાનો પ્રયત્ન કરી શકાય છે, એ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ બતાવ્યું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો આ જેવો-તેવો ઉપકાર છે ? આવા ઉપકારીની જેટલી ભક્તિ કરીએ, તેટલી ઓછી જ ગણાય ને ? અને આવા ઉપકારીની ભક્તિના જેટલા પ્રકારો, તેમાં સર્વશ્રેષ્ઠ પ્રકાર કયો ? એ ઉપકારીની આજ્ઞાની આરાધના. એ ઉપકારીની આજ્ઞાની આરાધના રૂપ સર્વશ્રેષ્ઠ ભક્તિ કરવાની શક્તિ અને સામગ્રી મળે, એ માટે આધિકાર મુજબ દ્રવ્ય ભક્તિ કરવાનું વિધાન છે. એટલે વસ્તુતઃ શ્રી જિનપૂજા શા માટે કરવાની ? કહો ને કે કર્મસત્તાથી સર્વથા મુક્ત બનવાને માટે ! કર્મસત્તાથી સર્વથા મુક્ત બનવું, એટલે પોતાના સ્વભાવને પોતે સંપૂર્ણપણે પ્રગટાવવો એ ! એને માટે આલંબન એક માત્ર શ્રી જિનપૂજા જ છે. શ્રી જિનપૂજામાં ભગવાને મોક્ષને માટે કહેલી સઘળીય ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે. સાધુઓ પણ શ્રી જિનપૂજક અને શ્રાવકો પણ શ્રી જિનપૂજક ! તમે ગૃહસ્થ છો એટલે આજ્ઞાપાલન રૂપ ભાવપૂજા તમે અતિ અલ્પ પ્રમાણમાં કરી શકો છો અને તમે દ્રવ્યવાળા છો માટે તમારે માટે દ્રવ્યપૂજાનું વિધાન છે. દ્રવ્યપૂજા તો દ્રવ્યની મૂચ્છને ઉતારનાર છે. ત્યારે એ કહો કે શ્રી જિનનો પૂજારી, એ પૈસાનો પૂજારી હોય ખરો ? શ્રાવક પૈસાનો પૂજારી ન જ હોય ને ? ગૃહસ્થ છે એટલે એને પૈસા રાખવા પડે છે, પણ એની ઈચ્છા કઈ ? અપરિગ્રહી બનવાની ને ? આવી ભાવનાવાળો, પોતાની પાસે દ્રવ્ય હોય તે છતાં, દ્રવ્યનો સારામાં સારો ઉપયોગ શ્રી જિનપૂજાદિમાં કર્યા વિના રહે ખરો ? અને એ પ્રકારે જે B ૧૨ : પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પોતાના દ્રવ્યનો ઉપયોગ કરે છે તેમ છતાંય મનમાં શું ઇચ્છે ? “ક્યારે આ બધાથી હું છૂટું અને ક્યારે હું એકાંતે શ્રી જિનની આજ્ઞાની આરાધના કરનારો બનું !' – એવું જ એ ઈચ્છે ને ? શ્રી જિનપૂજન કરનારે સાચી સમજનો અને સામર્થ્યનો યોગ સાધવો જોઈએ: આજના કાળમાં આ વાતમાંય ઘણી ગરબડ છે ને? પછી દેખીતી રીતે શ્રી જિનપૂજા કરવા છતાંય, મનની પ્રસન્નતાનો ખરેખરો અનુભવ થાય શી રીતે ? આપણે તો સામર્થ્ય એવું કેળવવું જોઈએ, કે જેથી ગમે તેવા કારમાં પણ ઉપસર્ગો આવી પડે અને વિપ્નની વેલડીઓ આપણને ઘેરી વળે, તે છતાં પણ એ આપણા મનને અપ્રસન્ન બનાવી શકે નહિ. એ માટે આત્માના સત્ત્વનો ભારે વિકાસ તો થવો જોઈએ, પણ સાથે સાથે સુંદર પ્રકારની સમજનો પણ આવિર્ભાવ થયેલો હોવો જોઈએ. ઉપસર્ગો ને વિનો ન આવે તો ઘણું સારું, પણ આપણે ઇચ્છીએ કે ઉપસર્ગો ને વિબો ન આવે, એથી કાંઈ ઉપસર્ગો ને વિનો ન જ આવે, એવું બને ખરું ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માને કેટકેટલા ઉપસર્ગો અને તે પણ કેટકેટલી ભયંકર કોટિના ઉપસર્ગો આવ્યા હતા ? છતાં પણ, પોતાના મનની પ્રસન્નતાને એ તારકે જરા સરખીય આંચ આવવા દીધી નહિ. ધીરતાથી ને વીરતાથી એ ઉપસર્ગોને સહ્યા અને રત્નત્રયીમાં રમણ કર્યા કર્યું. પરિણામે ઉપસર્ગો ને વિનો તો ટળી ગયાં, પણ એનું મૂળ પણ ગયું. શ્રી જિનપૂજાથી આપણે પણ એવા જ ફળને પામવું છે ને ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના અંતિમ ભવથી પૂર્વેના ત્રીજા ભવમાં તો કેવી ઉત્કટ કોટિની આરાધના આરંભી દીધી હતી ? અને ભાવના પણ કેવી ? કોઈનાય ભૂંડાની ભાવના નહિ અને જીવ માત્રના ભલાની જ ભાવના ! એ ભાવનામાંય વિવેક ! “જો મારામાં એવી કોઈ શક્તિ હોય, તો હું જગતના જીવ માત્રને શ્રી જિનશાસનના રસિક બનાવી દઉં, કે જેથી તેઓ શ્રી જિનશાસનની આરાધના કરીને મુક્તિને પામે, એટલે કે સૌ દુઃખ માત્રથી મુકાય અને અનંત સુખના ભોક્તા બને !' આવી ભાવનામાં ત્રીજે ભવે રમનારા અને સંયમની પણ ૨૧-જિનપૂજા અને તેનું ફળ ? For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અસાધારણ કોટિની આરાધના કરનારા એ હતા ને ? વચલા ભવમાં પણ એ વિરાગભર્યું જીવન જીવનારા હતા ને ? અને અંતિમ ભવમાં ત્રણ નિર્મળ જ્ઞાને સહિત હોઈને એ જ્ઞાનપ્રધાન જીવન જીવનારા હતા ને ? એવા પણ આત્માને ઉપસર્ગો આવ્યા, એ જાણો છો ને ? તો, તમને ને અમને ઉપસર્ગ કે વિઘ્ન આવે જ નહિ, એ બને ખરું ? પણ, એ નક્કી કરો કે ઉપસહિંદ આવે શાથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓને અગર તો અન્ય કોઈ પણ આત્માઓને જે ઉપસર્ગાદિ આવે, તે આવે શાથી ? જે કાળમાં એકાંતે શ્રી જિનાજ્ઞાની આરાધના ચાલી રહી હોય, તે કાળમાં પણ જો ઉપસદ આવે, તો તે ઉપસદ આવે શાથી ? શ્રી જિનનું પૂજન તો ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ છે ને ? છતાંય, એ પૂજન જ્યારે ચાલુ હોય ત્યારેય ઉપસદ આવે એવુંય બને છે, ઉપસદ આવે – એવુંય બને છે, ઉપસદ આવે શાથી ? શ્રી જિનનું પૂજન નહિ કરનારાઓને તો ઉપસદ આવે જ છે, પરંતુ શ્રી જિનનું પૂજન ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ કહેવાય છે, છતાં પણ જ્યારે જે શ્રી જિનનું પૂજન ચાલુ છે—તે વખતે પણ જો ઉપસદ આવે છે, તો એના કારણનો વિચાર તો કરવો જોઈએ ને ? કહો કે શ્રી જિનનું પૂજન જે કાળમાં નહિ મળેલું, તે કાળમાં જે પાપો ઉપાર્જેલાં, તેનું એ ફળ છે ! શ્રી જિનની આજ્ઞાથી ઊલટું કર્યા વિના, શ્રી જિનની આજ્ઞાની વિરાધનાદિ કર્યા વિના, ઉપસદ આવે જ નહિ. શ્રી જિનપૂજા જે કાળમાં મળી હોય, તે કાળમાં પણ ભૂલો થઈ હોય, એવુંય બને ને ? એ બધાં પાપકર્મોમાંથી જે પાપકર્મોની શ્રી જિનપૂજાના યોગે નિર્જરાદિ થઈ જાય–તેની વાત જુદી છે, પરંતુ જે પાપકર્મો ઉદયમાં આવે, તેના ફળને તો ભોગવવું પડે ને ? એ ફળને ભોગવતી વેળાએ પણ શ્રી જિનપૂજન મનને પ્રસન્ન રાખી શકે ! એ માટે, સાચી સમજનો અને તેની સાથે સામર્થ્યનો યોગ પણ સાધવો જોઈએ. ૧૪ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જો સાચી સમજ હોય અને તેની સાથે સામર્થ્યનો યોગ પણ હોય, તો એવા પણ કાળમાં મન અપ્રસન્ન બને નહિ અને શ્રી જિનપૂજનથી મન પ્રસન્ન રહેવા સાથે, એવી નિર્જરાદિનો લાભ થયા કરે કે અલ્પ કાળમાં શાશ્વત સુખના ભોક્તા બની શકાય. એટલે જે કાંઈ પણ સારું મળે કે સારું થાય, એ પ્રતાપ શ્રી જિનપૂજનનો જ છે. શ્રી જિનના પરમ ઉપકારનું સ્મરણ ને રટણ ઃ મનની પ્રસન્નતા, એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. આજે તમે તમારા મનની પ્રસન્નતા શાના શાના યોગે માનો છો ? વિષયોના ભોગવટાની મન ચાહે તેવી અનુકૂળતા હોય અને કષાયો સફળ નીવડતા હોય, તો મન પ્રસન્ન રહે છે ! પણ, શું તમે એવું અનુભવતા નથી કે વિષયની અને કષાયની ઇચ્છામાં પણ મનને અપ્રસન્ન બનાવી દેવાની જ તાકાત છે અને મનને પ્રસન્ન કરવાની એની તાકાત છે જ નહિ ? આમ છતાં એમાં તમને જે થોડી ઘણી પ્રસન્નતાનો અનુભવ થાય છે, તે પુણ્યોદયના પ્રતાપે અને અજ્ઞાનતાને લીધે થાય છે. એ થોડી પણ પ્રસન્નતા, પાછી મહા અપ્રસન્નતાનું કારણ બનવાની ! વિષય-કષાયને આધીન જીવને, દુઃખ ન જ હોય—એવું કદી પણ બને નહિ અને એને દુઃખી દુઃખી થઈ જતાં વાર લાગે નહિ. જરાક પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા આવે તો શું, પણ પ્રતિકૂળતા આવશે – એવો ખ્યાલ માત્ર પેદા થાય, ત્યાં જ મન બેચેન બની જાય છે ને ? એટલે મનની પ્રસન્નતાને સાધવા માટે, દુનિયાદારીની ચીજોની ઇચ્છા ઉપર જ કાબૂ મૂકવો પડશે અને સંગ માત્રથી મુકાવાની ભાવનાને ખૂબ જ સતેજ બનાવ્યા કરવી પડશે. શ્રી જિનપૂજન કરતાં કરતાં જો ઉપસર્ગો બધા ક્ષીણ થઈ જાય–એવું કરવું હોય, વિઘ્નની વેલડીઓ છેદાઈ જાય–એવા પરિણામને નિપજાવવું હોય અને મન પ્રસન્નતાને પામે–એ ફળ મેળવવું હોય, તો મનમાં એ વાતનો નિશ્ચય કરી લેવો પડશે કે શ્રી જિનપૂજનથી જ મનની પ્રસન્નતા છે. શ્રી જિનપૂજન થાય, અરે, શ્રી જિનપૂજનનો ભાવ માત્ર પણ મનમાં પ્રગટે અને મન પ્રસન્ન બની જાય, એવી કોટિના વિવેકવાળા બનવું પડશે. એ માટે, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કરેલા પરમ ઉપકારનું સ્મરણ અને રટણ કર્યા કરવું પડશે. “મારું ભલું એક માત્ર શ્રી જિનપૂજનથી જ થઈ શકે ૨૧-જિનપૂજા અને તેનું ફળ For Personal & Private Use Only ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ તેમ છે.” એ વાત હૈયે સદાય રહ્યા કરે અને કદી પણ વિસરાય નહિ, એવું કરવું પડશે. આટલું થશે, તો ક્રમે ક્રમે શ્રી જિનપૂજનમાં વધ્યે જવાશે અને શ્રી જિનપૂજનના પરમ ફળને પામી શકાશે. ‘અવિરતિથી છૂટવું છે અને જે કોઈ ઉપસર્નાદિ આવે તેને સમભાવે સહતા રહીને શ્રી જિનપૂજનમાં જ રત રહેવું છે.' – એ ભાવના આવે અને એ ભાવનાને સફળ બનાવવાની કોશિશ થાય, તો ઉપસગદિનો ડર ભાગી જાય. શ્રી ખંધક મુનીશ્વરની જીવતાં ખાલ ઉતારાઈ હતી, છતાં એ અપ્રસન્ન નહોતા બન્યા, એ પ્રતાપ શ્રી જિનપૂજનનો ! અને એવા વખતેય શ્રી જિનપૂજનમાં રત રહીને એ મહાત્મા શ્રી જિનપૂજનના ફળને સારી રીતે પામી શક્યા. એટલે, દુઃખના ડરને તજીને અને સંસારના સુખની ઇચ્છાને પણ તજીને એક માત્ર શ્રી જિનપૂજનમાં લાગી જવું, એ જ સાચો તરણોપાય છે. આવી મનોવૃત્તિથી દ્રવ્યવાનો શ્રી જિનના દ્રવ્યપૂજન દ્વારા પણ અનેકવિધ ઉત્તમ ફળોને પામનારા બની શકે છે. સૌ કોઈ શ્રી જિનપૂજનને પામો અને શ્રી જિનપૂજનમાં સદા રત બનીને મુક્તિને સાધનારા બનો, એ જ એક શુભાભિલાષા. | શ્રી જિન મૂર્તિ અને જિન પૂજાનું મહત્વ જિનપૂજાનું વિધાન શા માટે? શાસ્ત્ર જળપૂજા, ચંદનપૂજા, ફુલપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, - એ અષ્ટપ્રકારી પૂજાના વિધાનો શ માટે કર્યો? જળથી કે દૂધથી અભિષેક કાંઈ પ્રભુને નિર્મળ કરવા માટે નથી પણ પોતાની નિર્મળતા માટે છે. પ્રભુ પૂજા માગતા નથી, પણ આ બધાં પૂજાના વિધાનોનો હેતુ એ છે કે – આવી પ્રવૃત્તિ કરો તો ચોવીસે કલાક આત્મા જાગતો રહે. જળપૂજા કરતી વખતે આત્મ ચિંતવે છે કે - પ્રભુ નિર્મળ છે અને હું મેલો છું !' એની મેળે એ યાદ નથી આવતું માટે રોજ જળપૂજા છે. ચંદનનો લેપ પ્રભુની શાંતિ માટે નથી, પણ કર્મથી સંતપ્ત એવા ૧૬ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પોતાના આત્માની શાંતિ માટે છે. જે સુંદરતા પ્રભુના અંગ ઉપર રચાય છે, તે પોતાના આત્માની સુંદરતા મેળવવા માટે છે. અક્ષત સાથીયાનો હેતુ એટલો છે કે - હજી આ આત્મા એવો અભણ છે કે વાંચેલી વાત પણ નકશા વિના સમજી શકતો નથી. ભૂગોળ ભણેલા વિદ્યાર્થીને પણ નકશાથી જ એ સમજાય છે. પૂજા વગેરે ધર્મક્રિયા - જલ, ફળ વગેરે વિવિધ પ્રકારોની પૂજાઓ, એ નકશારૂપ છે. ધર્મક્રિયા માત્ર નકશારૂપ છે, “શું ભગવાનના ભલા માટે પૂજા કરીયે છીયે, પૂજા કરીને એમના પર ઉપકાર કરીયે છીયે? ના, એવું ન માનતા. પણ આત્મ કલ્યાણ માટે જ ભગવાનની પૂજા કરવાની છે, એમ માનજો. ભગવાન ઉપર આભૂષણાદિ ચડાવવાથી ભગવાન પરિગ્રહી બની જતા નથી, પણ એ ક્રિયા પૂજકને નિષ્પરિગ્રહી બનાવવા માટે છે. ભક્તને નિષ્પરિગ્રહી બનાવવા માટે એની સમક્ષ આદર્શ ધર્યો કે - “આ શ્રી જિનેશ્વરદેવ સંસાર તારક છે, એની ભક્તિ કરવી જોઈએ.’ મૂચ્છ છોડયા વગર તેમની ભક્તિ થઈ શકતી નથી. જે લોકો આરંભ-સમારંભ પરિગ્રહ છોડી શકતા નથી; તેમને એ બધું છોડાવવા માટે આ જિનપૂજાની વિધિ છે. જેઓએ એ સઘળુંય છોડ્યું તેમને માટે નથી. અહીં એક પણ વાતનો આગ્રહ નથી. સાધુને પૂજા કરવાનું કહ્યું? નહિ જ. પરંતુ સાધુને પણ મંદિરે જવાનું તો ખરું જ. જ્યારે અપ્રમત્તાવસ્થા આવે, ત્યારે એ પણ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક પણ વાતમાં એકાંત નથી. પણ પોતાને ચોથે ગુણઠાણે ગણાવતો હોય, ત્રીજોરીમાં લાખો કરોડો પડ્યા હોય, ગળામાં માણેકના હાર પહેર્યા હોય અને એમ કહી દે કે - દ્રવ્ય પૂજાની જરૂર નથી, હૃદયમાં મૂર્તિ છે' - એ ન જ ચાલે. ગળામાં વળગાડેલા હીરા-માણેકરૂપ પથરામાં રાચે માચે, ત્રીજોરીના કરોડમાં ગાંડોઘેલો થાય, એને દ્રવ્યપૂજનના આલંબન વિના કેમ ચાલે ? ઘરમાં અરીસો અને ફરનીચર આદિ તુચ્છ વસ્તુને જોઈ ગાંડોઘેલો બનીને, પોતાની જાતને પણ ભૂલી જઈ નાચ્યા કરનારને શ્રી જિનમૂતિ અને દ્રવ્યપૂજાનું આલંબન ન જોઈએ ? જોઈએ જ, છટ્ટે ગુણઠાણે હોય, ખાવાપીવાનો બધો કયા કેર અને વર્ગ કવાનો ઇરૂર જો એને કહ, છે દ ૨૧-જિનપૂજા અને તેનું ફળ છે જ ૧૭ આ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કેમ ચાલે ? ધર્મક્રિયાની જરૂર નથી તો ખાવાની જરૂર શી ? શરીર ચાલ્યું ન જાય માટે ખાવું, તે રીતે ધર્મ ભૂલાય નહિ માટે ધર્મક્રિયા પણ કરવી. એમાં વાંધો શો ? પૂજા અનેક પ્રકારે કહી છે આઠ પ્રકારે, સત્તર પ્રકારે, એકવીસ પ્રકારે, એકસો આઠ પ્રકારે – એમ અનેક પ્રકારે કહી, એ બધાનો હેતુ આરંભ, સમારંભ અને પરિગ્રહ આદિથી મુક્ત કરાવવાનો જ છે. ભગવાન તો વીતરાગ છે. એ હીરાના હાર માગતા નથી, પણ જિનપૂજાની ક્રિયા, એ મૂચ્છ છોડવાનું સાધન છે. દ્રવ્યપૂજા આત્માને ઊંચે લઈ જનાર છે: આજનાઓ કહે છે કે - “ભગવાનની અંગરચના વડે ભગવાનને પરિગ્રહી બનાવી એમનો આદર્શ ભૂલાવ્યો !' પણ આ સત્ય નથી હું એક હીરો પહેરું છું અને મારા ભગવાન લાખ હીરા પહેરે છે માટે પરિગ્રહી છે' - આવી ભાવના ભગવાનની અંગરચના જોઈને કોઈને થાય છે ? જો થતી હોય તો તો તેઓનું કહેવું વિચારવા લાયક ગણાય. પણ થતી જ નથી, ઉલ્ટી - કેવા પુણ્યશાળી પુરૂષો પડ્યા છે, કે જે ભક્તિ પાછળ આટલો વ્યય કરી પોતાની લક્ષ્મીને સાર્થક કરે છે !” આવી ભાવના તો જરૂર થાય છે. સારું મંદિર દેખીને - “આવા સારા મકાનમાં બેસે એ પૂજ્ય શાના?” એવું કોઈને નથી થતું, પણ “ભગવાનના કેવા ભક્ત છે, કે જે ભક્તિ માટે લક્ષ્મીની મૂચ્છ છોડીને આટલો બધો વ્યય કરે છે, કે જેનો સુમાર નહિ!” આ ભાવના તો થાય છે જ. વિતરાગતાનો આદર્શ ભૂલાય એવી એક પણ વસ્તુ રાખે, એવા શાસ્ત્રકાર ગાંડા નથી. કહી દીધું કે - “એની એ જ મૂર્તિને તલવાર લટકાડાય તો ન મનાય, એજ મૂર્તિના હાથમાં માળા અપાય તો ન મનાય' - કેમ કે વીતરાગતા અને સર્વજ્ઞતાથી વિપરીત ભાવને પેદા કરનારી છે. વીતરાગતામાં અને સર્વજ્ઞતામાં બાધ કરનારી બધી ચીજને શાસ્ત્રકારે કાઢી નાખી. બાકી વિહિત કરેલી દ્રવ્યપૂજાની સામગ્રી તો આત્માને આકર્ષણ કરનારી છે. દ્રવ્યપૂજનની સામગ્રીમાં જેમ વસ્તુ ઊંચી દ ૧૮ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ તેમ ભાવની વિશિષ્ટતા. એક મુનિને જોતાં અને પચાસ મુનિને જોતાં ભાવમાં ફેર પડે કે નહિ ? બધે પૈસા જોતાં જેમ ઘેલા થવાય છે, તેમ ધર્મી પણ જ્યાં જ્યાં ધર્મ દેખે, ધર્મની સામગ્રી દેખે, ત્યાં અધિક ધર્મરસિક થાય. શ્રાવકને ઘરે ઘરે મંદિર હોત, પૌષધશાળા હોત, શાસ્ત્રીય પઠનપાઠનના ગુંજારવ થતા હોત, ભક્તિના ધોધ વહેતા હોત, તો રસ્તે ચાલનારા દરેકને ધર્મની ભાવના થાય, દિ' ઉગ્યે ઉત્તમક્રિયા ચાલુ હોય, તો અધમ આત્માના પણ ભાવ ફરે, રોજ મહોત્સવ ચાલુ હોય તો કમનસીબને પણ કો'ક દિવસ એ જવાની ભાવના થાય. શ્રી જિનમૂર્તિનું સ્વરૂપ : સભા : પ્રભુનો અભિષેક શા માટે? અભિષેક વખતે બાલ્યવય કલ્પી છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ જન્મતાંની સાથે જ ઈદ્રોએ આ રીતે જ પ્રભુની ભક્તિ કરી હતી એ ભાવ અભિષેકમાં છે. પ્રભુની કાયા સુવર્ણ અને રત્નની કાંતિ જેવી હોય છે, એમની આંખની કીકી, એવી રત્નની કે જે તગતગતી, ઝળકતી હોય. આવા દીપ્તિમાન કાયા અને દીપ્તિમાન ચિતોનો ખ્યાલ આવવા માટે એમની આકૃતિ આપણે વિશિષ્ટ રીતે બનાવીએ છીએ. શ્રી તીર્થંકરદેવના અંગમાં વિશિષ્ટતા છે. એ લોકોત્તર પુરૂષ છે. એમની છાતીમાં શ્રીવત્સ હોય એટલે એ ભાગમાં વાળનો ગુચ્છો હોય. એ તારકના મસ્તકે ઉષ્ણીષ હોય, ચોટલી નહી પણ મસ્તકનો ભાગ જ એવો ને એટલો ઉપસેલો હોય કે જે મંદિર ઉપર કળશની જેમ મસ્તક ઉપર એ ઉષ્ણીષ શોભે. બીજાની કાયા એકસો આઠ આંગળ ઊંચી હોય, જ્યારે શ્રી તીર્થંકરદેવોની કાયા એકસો વીસ આંગળ ઊંચી હોય. પ્રભુના અંગની વિશિષ્ટતાની ઝાંખી લાવવા માટે એમની મૂર્તિ પણ એવી વિશિષ્ટ પ્રકારની બનાવવાની હોય છે. ઘણા કહે છે કે - “પ્રભુની મૂર્તિની બે જ પ્રકારની આકૃત્તિ કેમ ? અનેક પ્રકારની કેમ નહિ ?” યોગનિરોધ સ્વરૂપ ધ્યાનાવસ્થાથી મુક્તિ પામતી વખતે પ્રભુને બે જ આસન હોય : કાં પદ્માસન હોય અગર 32: જિનપૂજા ? અને તેનું ફળ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગાવસ્થા હોય. આ બે અવસ્થામાં જ અરિહંતો મુક્તિએ જાય. અને સિદ્ધિસ્થાનમાં પણ એ જ અવસ્થામાં આત્મપ્રદેશ ગોઠવાય છે. માટે તો નિરાકારની પણ સાકાર મૂર્તિ છે. એ આકાર કેવળજ્ઞાનીને પ્રત્યક્ષ છે. દ્રવ્ય, એ ભાવનું કારણ છે : આ મૂર્તિ આગળ જે જે ક્રિયાઓ થાય છે, એ વિધાનોનો હેતુ એક જ છે આત્મા ઉપશમભાવને પામે. મૂર્તિને જોઈને આત્મસ્વરૂપનો ખ્યાલ થાય તથા આત્મા રાગભાવથી વિરાગ ભાવ તરફ ઢળે એ હેતુ છે. પ્રભુના અંગનો સ્પર્શ, પ્રભુના અંગ તથા પોતાના અંગ વચ્ચેનો તફાવત જાણવા માટે છે. એમના અંગે શી કાર્યવાહી કરી, અને આ પામરના અંગે શી શી કાર્યવાહી કરી, પ્રભુના ચક્ષુએ શું કામ કર્યું અને આ પાપી ચક્ષુએ શું શું કામ કર્યું ? પ્રભુના હાથે કયી કયી વસ્તુનાં દાન દીધાં અને આ પામર હાથે શી શી ક્રિયાઓ કરી ? અખંડિત નાસિકા દ્વારા પ્રભુએ શું કર્યું અને આ પામર નાસિકાએ શું કર્યું ? વર્ષો સુધી પ્રહરના પ્રહર પ્રભુ શું બોલ્યા અને પોતે શું બોલે છે ? પ્રભુની રસનાએ શું કર્યું અને આ પામર રસના શું કરે છે ? એ તફાવત જાણવા માટે પ્રભુના અંગનો સ્પર્શ, પૂજન વગેરે વિધાનો છે. આ વાત યાદ નથી રહેતી માટે રોજ આ ધર્મક્રિયાનું વિધાન છે. આખી ભૂગોળ પણ નકશાથી તાજી થાય છે. ભૂગોળનાં પાનાં તો બંધ હોય, પણ નકશો જોતાં તરત બધું યાદ આવે, તો વીતરાગની મૂર્ત્તિ જોવાથી વીતરાગતાનો ભાસ કેમ ન થાય ? અવશ્ય થાય જ. પ્રભુની સ્તુતિમાં એક કવિવર કહે છે કે प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्धयं, तदसि जगति देवो, वीतरागस्त्वमेव ॥१॥ “હે પ્રભો ! જે કારણથી તારું દૃષ્ટિયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ ૨૦ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ મુખકમલ પ્રસન્ન છે, તારો ખોળો કામિનીના સંગથી શૂન્ય છે અને હસ્તયુગલ શસ્ત્રના સંબંધથી રહિત છે, તે કારણથી વિતરાગ એવો તું જ જગતમાં સાચો દેવ છે.” આ રીતે એ પ્રભુના એક એક અંગની વિચારણાથી વીતરાગતાનો ભાસ અવશ્યમેવ થાય છે અને પરિણામે આત્મા રાગાદિકની ક્રિયાઓથી અલિપ્ત રહી, વીતરાગભાવનો આવિર્ભાવ કરનારી ક્રિયાઓના અમલથી વીતરાગ બની, સિદ્ધપદનો ભોક્તા બની શકે છે. પ્રભુને જે જે ચીજ ચડાવવામાં આવે છે, એ કાંઈ પ્રભુ માગતા નથી, પણ આપણા મમત્વના ત્યાગ માટે એ ક્રિયા છે, શ્રાવક પોતાની ભાવના આ રીતે દ્રવ્ય પૂજા દ્વારા કેળવે, તો એ મમત્વના ત્યાગની સ્થિતિને મેળવે. કેટલાક કહે છે કે - “ભાવમાં દ્રવ્યની શી જરૂર ?' પણ દ્રવ્ય એ ભાવને લાવવા માટે છે. દ્રવ્યમાં જો ભાવને પેદા કરવાની શક્તિ ન હોત, તો તો દ્રવ્યને માનત જ નહિ. મૂર્તિ, એ વિતરાગભાવની દ્યોતક લાગે છે, માટે તો મૂર્તિને સુંદર બનાવવાની વિધિ છે. એ વિધિ માટેના ધનના વ્યયમાં જરાય કમીના ન રખાય. આવી મૂર્તિની સામે બેસીને એના ગુણોને યાદ કરે; અને એ ગુણોનું જો ધ્યાન ચાલે તો ત્યાં સાક્ષાત્ અરિહંત ભગવાનનો ભાસ થાય. આથી તો કહેવાય છે કે – “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શનશુદ્ધતા તેહ પામે; જ્ઞાન-ચરિત્ર-તપ-વીર્ય-ઉલ્લાસથી કર્મજીપ વસે મુક્તિ ધામે તાર હો.” જેમ નકશામાં એ ગુણ છે કે - આખી ભૂગોળને યાદ કરાવે, તેમ શુદ્ધદ્રવ્ય એ શુદ્ધ ભાવનું કારણ છે, એટલે કે - શુદ્ધભાવનું એ ભાન કરાવે છે. સાધન વિનાં સાધ્ય - સિદ્ધિ થાય જ નહિ? શુદ્ધદ્રવ્યની વધુ સેવા, એ ભાવને પ્રગટ કરવાનું અને ટકાવી રાખવાનું કારણ છે. શુદ્ધદ્રવ્યનો વધુ સહવાસ કરો, એનું ખૂબ ચિંતન કરો અને ભાવમાં તન્મય બનો. જ્યારે ભાવમય થશો ત્યારે દ્રવ્યની આવશ્યકતા આપોઆપ દૂર થઈ જશે. “અમુક ગાથા ક્યાં સુધી ગોખવાની ? એમાં રહેલો ભાવ હૃદયમાં રમી જાય ત્યાં સુધી ! ભાવ ના III છે ૨૧-જિનપૂજા અને તેનું ફળ Vuur munuri n For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ રમે ત્યાં સુધી ગાથા ગોખવી પડે, ધારવી પડે, પાઠ કરવો પડે, સંભારવું પડે, વગેરે કરવા યોગ્ય બધું જ કરવું પડે. દ્રવ્યમાં તલ્લીન બની ભાવમય બનો; એ બન્યા પછી જ એ છોડાય. પછી તો એ છોડવું નહિ પડે પણ આપોઆપ છૂટી જશે. સૂત્ર કાંઇ ગળે નથી પડતું. ‘ઉપન્ગેઈ વા, વિગમેઈ વા, ધૂવેઈ વા', કહેવાથી શું થયું ? એ ત્રિપદીએ તો જ્ઞાનને પ્રગટ કર્યું એ ત્રિપદી સાધન બની, તેમ પરમાત્માની મૂર્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. એને જે ન માને તે વીતરાગતા ન પામે. સાધન વગર તો સાધ્ય સિદ્ધ થાય જ નહિ. હોશિયાર કુંભાર પણ માટી વિના ઘડો શી રીતે બનાવે ? કારણને જ કારણ તરીકે મનાય ઃ સભા : મૂર્તિપૂજા વિના કોઈ વીતરાગ થયા છે ? હા, પણ હૃદયમાં મૂર્તિ પૂજા વ્યાજબી લાગ્યા પછી. આચાર્ય ભગવાન્, શ્રી હિરભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્વરચિત ‘સંબોધ પ્રકરણ’ નામના પ્રક૨માં ફરમાવે છે કે - सेयंबरो य आसंबरो य, बुद्धो य अहव अण्णो वा । समभावभाविअप्पा, लहइ मुक्खं न संदेहो ॥१॥ “જાતિએ કરીને શ્વેતાંબર હોય, દિગંબર હોય, બુદ્ધ હોય કે અન્ય કોઈ હોય, પણ જો તેનો આત્મા સમભાવથી ભાવિત થઈ જાય, તો તે અવશ્ય મોક્ષ માપે, એમાં જરા પણ સંદેહ નથી.” આજના આડંબરીઓ, આ ગાથાના ઉત્તરાર્ધ્વને આછું રાખી પૂર્વાર્ધના નામે આ પ્રભુ શાસનનો ઘાત કરવા માટે અજબ ઉપાયો યોજે છે અને ભકિ આત્માઓ તે આડંબરીઓના આડંબરથી અંજાઈ જાય છે પણ એમાં અંજાવા જેવું નથી. આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘સમભાવમાવિઞપ્પા' આ પદથી વસ્તુને તદ્દન સ્પષ્ટ કરે છે અને કહે છે કે સમભાવ આવ્યો એટલે જૈનત્વ આવ્યું. સ્વ-પરભાવમાં માધ્યસ્થ્ય એટલે જ જૈનત્વ. પુદ્ગલ મારાથી પર છે અને હું આત્મા છું : આ પૌદ્ગલિક પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ ૨૨ - For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો મારા નહિ અને આત્મગુણો મારા !' - આવી ભાવના આવવી જોઈએ. જેનો પૌગલિક સંગ છૂટ્યો તે જ સાચા વીતરાગ, પરિગ્રહ છૂટે તે જ નિગ્રંથ ! ‘આ દુન્યવી પદાર્થોમાં કાંઈ મારું નથી, હું એકલો છું, જ્ઞાન, દર્શન અને ચારિત્ર - એ મારું સ્વરૂપ છે – આ વસ્તુ સ્વરૂપને નહિ સમજનારા અજ્ઞાનીઓ ભવાટવીમાં અથડાય, એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ગાથા લઈને યથેચ્છ બોલનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે જિનાગમ ન હોત તો અનાથ એવા અમારું શું થાત ?' - એમ એજ આચાર્ય ભગવાન્ શ્રી હરિભ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે. પણ તે મહાપુરૂષના ભાવને સ્પર્શ કરવો હોય તો ને ? “હૃદયથી પણ, જૈનશાસન પામ્યા વગર મુક્તિ મળી જાય છે - એવા અર્થમાં આ ગાથાને ઘટાવનારાઓને પૂછવું જોઈએ કે જો એમ જ હતું તો પછી આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વેદાંતી મટીને જૈન કેમ બન્યા ?” તે પોતે ચૌદ વિદ્યાના પારગામી હતા, મહાપંડિત હતા અને એ જ્ઞાનના યોગે તો તેઓને એવી પ્રતિજ્ઞા હતી કે - “કોઈએ પણ ઉચ્ચારેલા કોઈ પણ શાસ્ત્રના ભાવને જો હું ન સમજી શકે, તો તે ઉચ્ચાર કરનારનો હું શિષ્ય થાઉં.' એક વખત શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની પણ તેઓ મિથ્યાત્વના યોગે અવગણના કરી આવ્યા હતા; એવા તો એ ગાઢમિથ્યાદૃષ્ટિ હતા, પણ પ્રભુનું શાસન પામ્યા પછી તો તેઓશ્રીએ પોતે જ સૂચવ્યું કે - આત્મકલ્યાણ તો એ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જ છે.' આમ સૂચવીને પોતે જ એકએક મિથ્યા દર્શનનું ખંડન કર્યું. આજના આડંબરી લોકો કહે છે તેવું જ જો આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પોતે માનતા હોત, તો પોતે પરમ જૈન બનીને એકએક ઈતરદર્શનનું ખંડન કરત? નહિ જ ! પણ કર્યું છે અને એથી “સેયંવ' ના આદિ પદવાળી ગાથામાં તેઓશ્રી એમ જ કહે છે કે “કોઈ જાતે યા ને જન્મ શ્વેતાંબર હોય, દિગંબર હોય, બૌદ્ધ હોય કે ગમે તે હોય, પણ જે સમભાવને પામે તે જ મુક્તિને મેળવે અને સમભાવને ન ૬ ૨૧-જિનપૂજા અને તેનું ફળ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ - પામે તે મુક્તિ ન મેળવે !' શ્વેતાંબર કહેરાવવા છતાં પણ જે શ્રી જિનેશ્વરદેવને કે તેમનાં આગમોને ન માને, તેને મુક્તિ ન જ મળે' - એ નિશ્ચિત છે અને સ્પષ્ટ છે કે જાતે ગમે તે હોય, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલી મુખ્ય વસ્તુ પમાય તો જ કેવળજ્ઞાન થાય.’ ક્ષપકશ્રેણિ વગર કેવળજ્ઞાન ન થાય ઃ અપ્રમાદ યુક્ત સર્વવિરતિ વગર ક્ષપકશ્રેણિ ન આવે, સમ્યક્ત્વ વગર સર્વવિરતિ ન આવે, મિથ્યાત્વ ગયા વગર સમ્યક્ત્વ ન આવે, અપૂર્વકરણ કરી ગ્રંથિભેદ વગેરે કર્યા વગર મિથ્યાત્વ જાય નહિ અને તે વિના શુદ્ધ સમ્યક્ત્વ આવે નહિ અને તે વિના શુદ્ધ સમ્યક્ત્વ આવે નહિ. આથી એ સ્પષ્ટ જ છે કે - કારણ હોય તેને જ કારણ તરીકે સ્વીકારી શકાય. કોઈને ઝાડ દેખીને અથવા કોઈને મડદું દેખીને અથવા બીજી કોઈ વસ્તુને જોઈને કોઈ પણ આત્માને વૈરાગ્ય આવે - હ્રદયમાં સંસારની અસારતા ભાસે, પણ એ કંઈ વૈરાગ્યનું પ્રબળ કારણ નથી, કારણ કે - એથી વૈરાગ્ય જ થાય એવો નિયમ નથી. શ્રી વીતરાગની મૂર્તિ દેખીને તો એકે એક પુણ્યશાળી આત્માને વૈરાગ્ય થાય. ઝાડ વગેરેથી પણ વૈરાગ્ય થાય, એને પણ પૂર્વે મૂર્તિપૂજા વગેરે ધર્મક્રિયાની આરાધના કરી હોય, જેથી કોઈ વખત એ નિમિત્તથી પણ તાજું થાય પણ ઝાડ વગેરેમાં એ ગુણ નથી; એ કંઈ એનું કારણ નથી. “ચંડકોશીયાએ ભગવાનને પગ ઉપર બચકું ભર્યું તોયે તે દેવલોકમાં ગયો, એથી ભગવાનને બચકાં ભરવાથી દેવલોક મળે' એમ કંઈ કહેવાય ? નહિ જ. કારણ કે ચંડકોશીઓ જે દેવલોક ને પામ્યો તે તો ભગવાન્ અડગ હતા, ચાલે નહિ તેવા હતા અને અતિશયવંત હતા એથી જ તે બોધ પામ્યો; એ ડસ્યો છતાં ભગવાન્ શ્રી મહાવીર પડ્યા નહિ, ન પડ્યા એટલે એણે પોતે જ્યાં ડસ્યો ત્યાં જોયું તો લોહી લાલને બદલે ધોળું નીકળ્યું હતું. એટલે ‘આ નવું શું ?” - એમ એ ચોંક્યો. ત્યારે અવસર જોઈને પ્રભુએ ‘બુજ્જ બુજ્જુ ચંડકોશીયા' એમ કહ્યું અને તરત એને યાદ આવ્યું કે ‘આ તો શ્રી અર્હન્ દેવ છે' - અને એ પછી પૂર્વભવની બધી કાર્યવાહી તેને આ નિમિત્તથી યાદ આવી. પોતાની ભૂલ સમજાઈ, અને એ ભૂલ સુધારવાનો એને નિર્ણય કર્યો. એટલું જ નહિ પરંતુ તેણે તે પછી પોતાનું ૨૪ - પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ = For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ મુખ દરમાં ઘાલી રાખ્યું કે જેથી કોઈનું જરાપણ અહિત ન થાય અને તે વખતે કીડીઓ દ્વારા ઉત્પન્ન કરાયેલું અસહ્ય કષ્ટ સમભાવે સહન કર્યું, અને તેમાં પણ તેણે સમાધિભાવ જાળવી રાખ્યો. આ સમાધિભાવના પ્રભાવથી જ તે દેવલોકમાં ગયો. મૂર્તિ, એ મોક્ષની કૃતિ છે : એવી જ રીતે શ્રી નમિરાજર્ષિને કંકણના કારણે વૈરાગ્ય થયો હતો, માટે કંકણ વૈરાગ્યનું જ કારણ છે - એમ કહેવાય ખરું ? જો એમ હોય તો ઘેર જઈને એ પ્રયોગ કરીને જલ્દી અહીં આવી જાઓ ! જો એમ કંકણથી વિરાગી થતા હોત તો આજે વિરાગીઓનો પાર પણ ન હોત. કંકણમાં અને તેના અવાજમાં તો સારી દુનિયા મુંઝાઈ ગઈ છે અને પોતાની જાતને પણ ભૂલી ગઈ છે. જેઓ કંકણમાં મુંઝાયા હોય તેઓ શ્રી વીતરાગની મૂર્તિ વગર વીતરાગતા કેમ પામે ? આજે તો મુદ્દો એમ છે કે વીતરાગતાની સાથે વૈર જન્મે છે, માટે જ શ્રી વીતરાગની મૂર્તિ નથી ગમતી. ઘર ગમે, બંગલા-બગીચા ગમે, હીરા માણેક પન્ના ગમે. નાટક-ચેટક-સિનેમા ગમે, દુનિયાની બધી ચીજો ગમે, એને શ્રી વીતરાગની મૂર્તિ કેમ ન ગમે ? બાપની કે માની મૂર્તિને (ફોટો) જોઈને નાચે-કૂદ, ગાંડોઘેલો થાય, એને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કેમ ખટકે ? સહીથી લાખોનો વહીવટ કરે, એને જિનની મૂર્તિ ન ગમે ? ન્યાયાધીશની કલમથી કૈંક છૂટે અને કેંકમાં કેદમાં જાય, એ તો જાણો છો ને ? સ્ત્રીની મૂર્તિને (ફોટાને) તો બટનમાં રાખે અને વારંવાર જોયા કરે, સ્ત્રી ઘરમાં છે, પછી વળી છાતીએ લટકાવવાની શી જરૂર ? ત્યાં તો કહે કે - “એને જોયા વિના ઠંડક વળતી નથી. સ્ત્રીની મૂર્તિમાં મુંઝાયેલાને કહેવું કે – ‘તને વીતરાગની મૂર્તિ ન ગમે તો ન માન, તને ખટકે તો ન માન, પણ જે કોઈ મૂર્તિને માને એને ના કહેવાનો - મૂત્તિને કે મૂર્તિના માનનારને ગાળો દેવાનો તને શો અધિકાર છે ? મૂર્તિને પથરા કહેવાનો શો અધિકાર છે ?' પથરા પાછળ તો દીવાના બન્યા છો. હીરા, માણેક, પન્ના, એ પથરા છે ને ? ખાઓ તો પ્રાણ લે એવા ! એની પાછળ તો ભાગાભાગ કરો છો. એની પાછળ નાચનાર-કુદનારને શ્રી વીતરાગની મૂર્તિ જોઈને ::::: : ( ૨૧-જિનપૂજા અને તેનું ફળ કે ૨પ ક For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ દુઃખ થાય એનું કારણ શું? એ વિચારો. ભગવાન્ ગયા પછી ભગવાનની વાણીને માને, તો પછી મૂર્તિને માનવામાં શી હરકત? મુદ્દો એ છે કે ‘ના’ કહ્યા પછી હવે ‘હા’ કહેવાય શી રીતે ? હઠીલા અને કદાગ્રહીને પહોંચાય ? સો વાત કહો તો પણ ઉહું કરે એને પહોંચાય ? આજે તો દલીલ કરે છે કે - “પથરામાં વીતરાગતા ક્યાંથી આવી ?' તો - “જડ એવા અક્ષરમાં જ્ઞાન ક્યાંથી ?” ભાવનાથી જ ચાલે તો ખાવાનું શું કામ ? ભાવથી પેટ ભરોને ! અનાજવાળાને કહો કે “ભાવથી માની લે કે પૈસા મળ્યા.' એ પણ કહે કે – ‘તમે પણ ભાવથી માનો કે અનાજ મળ્યું.' સ્ત્રી પણ કહે કે - “ભાવથી માની લો કે ચુલો સળગ્યો-અનાજ પાક્યું અને તમે પણ ભાવથી જમ્યા માનીને ઓડકાર ખાઓને !' પણ ત્યાં તો બધું જ જોઈએ. ત્યાં કોરા ભાવથી ન ચાલે અને આત્મકલ્યાણનાં સાધનોને ઊડાડી દેવાની વાતો કરવી, એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? અનાદિ કાળથી વળગેલા કર્મતાપથી આત્માને બચાવવા શ્રી વીતરાગદેવની મૂર્તિની તો અતિશય જરૂર છે. વીતરાગની મૂર્તિ આત્મભાવને વિકસિત કરનારી છે. ગમે તેવો પાપી જો રોજ ભાવથી પ્રભુમૂર્તિનાં દર્શન કરે, તો મહીને છ મહીને પણ એનું હૈયું જરૂર સુધરે. અભવ્યને પણ ભગવાનના સમવસરણને જોઈને, એમની ઋદ્ધિ-સિદ્ધિ જોઈને, સંયમ લેવાનું મન થાય છે અને એ માટે તો સંયમ લઈને પાળે છે. અભવ્યને આ થાય, તો ભવ્યને કેવો લાભ થાય ? મૂર્તિ, એ તો મોક્ષની કૃતિ છે. દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ કવચિત્ થાય છે. તે છતાં પણ હું તો ત્યાં સુધી કહું છું કે – જેને જેને એ રીતે ભાવ પ્રાપ્તિ થઈ છે તેને તેને પણ દ્રવ્યાલંબન મળ્યું છે. મરૂદેવીમાતાએ પણ સમવસરણ જોયું ત્યારે ચોંક્યાં કે - “આ શું ? આ અવલંબનથી તેમની ભાવના પલટાઈ, પુત્રનો રાગ ગયો, ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યાં, અંતર્મુહૂર્તકાળમાં જ સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદે પહોંચી ગયા. ભરત મહારાજને પણ અરીસાભુવનમાં કેવલજ્ઞાન થયું, તે પણ વીંટી પડી તો ! ચાર નિક્ષેપા વિના જૈન શાસન નહિ ? ભાવની પ્રાપ્તિમાં દ્રવ્યની પ્રધાનતા છે. વિધિવિધાનના મતભેદ ચાલે. પણ સૈદ્ધાંતિક મતભેદમાં વાંધો ન ચાલે. અમુક સંપ્રદાય સાથે પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ મેળ તો નથી થતો, એનું કારણ એ કે - ત્યાં સૈદ્ધાંતિક ભેદ છે. એક સિદ્ધાંત ફેરવવા કેટલું ફેરવવું પડે છે ? કહે છે કે – “વસ્ત્રધારિને ચારિત્ર ન હોય.' આ સિદ્ધાંતભેદ. આપણે એમ નથી કહેતા. એ તો ત્યાં સુધી કહે છે કે – એક સૂતરનો તંતુ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન ન થાય.' - આ વાત આપણે નથી માનતા. કેવલજ્ઞાનને સુતરનો તંતુ બાધ કરી શકે, એ આપણે નથી માનતા. કપડાં હોય ત્યાં કેવલજ્ઞાન નહિ' - એ વાતને સિદ્ધ કરવા “સ્ત્રીને મોક્ષ નહિ - એમ લખવું પડ્યું અને “શ્રી મલ્લીનાથ સ્વામીને મલ્લનાથ કહેવા પડ્યા !' જ્યાં સિદ્ધાંતનો ભેદ થાય, ત્યાં બધું જ ફેરવવું પડે છે. જેઓ મૂર્તિ નથી માનતા, તેઓમાં આગમનું બહુમાન પણ નથી; આગમની ભક્તિ કે આશાતનાને પણ તેઓ માનતા નથી, કારણ કે તેઓ આગમને જડ માને છે. પણ આપણે પૂછીયે છીયે કે - “એ. જડને વંચાય શા માટે ?' આનો ઉત્તર તેઓ રીતસર નહિ આપી શકે. એ લોકો સ્થાપના ન માને, પણ ક્રિયા બધી ઈશાન ખૂણામાં જ કરે, કેમ કે શ્રી સીમંધરસ્વામી ભગવાન્ એ તરફ છે. આપણે કહીયે છીયે કે - 'ત્યાં તો ખૂણો છે, ત્યાં ક્યાં શ્રી સીમંધર ભગવાનું છે ?” જયારે ખૂણા તરફ નજર રખાય તો મૂર્તિ તરફ રાખવી, એમાં ખોટું શું ? મૂત્તિ નજર સન્મુખ રાખો, તો આંખે તો આવે ? પણ ખૂણામાં તો કાં તો ભીંત અગર કાં તો પોલાણ દેખાય ! છતાં ખૂબી તો એ છે કે ગુરુની પાટને પગે લાગે, એ પાટને પગ પણ ન અડવા દે. ગુરુની પાટ પૂજ્ય અને ભગવાનની આકૃતિ પૂજ્ય નહી, એ કેવી ખૂબી ? પૂછે છે કે - પત્થરની ગાય દૂધ દે ?' ન દે, તો ભગવાનનું નામ પણ. શા માટે લો છો ? વિતંડાવાદ મૂકી વસ્તુ સમજવાની ઈચ્છા થાય, તો બધું જ સમજાય. જેમ ચાર પાયા વિના પલંગ નહિ, ચાર થાંભલા વિના ઇમારત નહિ, તેમ ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ. જે એમાંથી એક પણ નિક્ષેપાનું ખંડન કરે તે આપોઆપ જૈનશાસનથી બહાર થાય છે. એની સાથે આપણો મેળ ન જ મળે. ૨૧ જિનપૂજા અને તેનું ફળ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ जिने भक्तिर्जिने भक्ति-र्जिने भक्तिर्दिने दिने । सदा मेऽस्तु सदा मेऽस्तु, सदा मेऽस्तु भवे भवे ॥१॥ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા ! આપણે સૌ હંમેશ શ્રી પ્રાર્થનાસૂત્ર દ્વારા ભગવાન શ્રી વીતરાગ પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ છીએ. એમાં આપણે એ વાતને પણ કબૂલ કરીએ છીએ કે “ભગવાનના શાસનમાં નિયાણાના બંધનની મનાઈ કરવામાં આવી છે.” એટલે કે કોઈ પણ ધર્માનુષ્ઠાન પૌગલિક આશંસા પૂર્વક કરવું નહિ અને કોઈ પણ ધર્માનુષ્ઠાન કર્યા પછીથી પણ એને આશ્રયીને નિયાણું કરવું નહિ.' આ વાતને કબૂલ રાખવા છતાં પણ, આપણે પ્રાર્થના કરીએ છીએ કે તદવિ મન સેવા અવે મને તુજ વાણં હે વીતરાગ ! તારાં ચરણોની સેવા મને ભવોભવ પ્રાપ્ત હોજો !” એટલે કે ‘મને તારી અને તારા સ્થાપેલા શાસનની સેવા ભવોભવ મળજો !' આ માગણી એવી છે કે, આના યોગે નિયાણું કરવાના ભાવને પેદા કરનાર કર્મનો લાસ થઈ ગયા વિના રહેતો નથી. આવી પ્રાર્થના આપણે કરીએ છીએ, કારણ કે-અહીં આવીને આપણે શ્રી જિનને જાણ્યા છે અને શ્રી જિને કહેલા માર્ગને આપણે ઓળખ્યો છે. એથી આપણને એમ થઈ ગયું છે કે આ સંસારને વિષે શ્રી જિનની સેવાની અને શ્રી જિને કહેલા માર્ગની સેવાની ઈચ્છા સિવાયની કોઈ પણ ચીજની સેવાની ઈચ્છા વસ્તુતઃ કરવા લાયક નથી.' શ્રી જિનને જે જાણે અને શ્રી જિને કહેલા માર્ગને જે ઓળખે, એને આ સંસારમાં અન્ય કોઈ પણ ચીજની સેવાની ઈચ્છા કરવા જેવી લાગે ખરી ? શ્રી જિનને જાણ્યા પછી અને શ્રી જિને કહેલા માર્ગને ઓળખ્યા પછીથી પણ બીજી બીજી ચીજોની ઈચ્છાઓ થઈ જાય તો તે અસંભવિત નથી, કેમ કે-કમનો યોગ બેઠેલો છે, પણ શ્રી જિનની ને શ્રી જિને કહેલા માર્ગની સાચી ઓળખ થઈ ગયા પછીથી, જીવને, શ્રી જિનની સેવાની અને શ્રી જિને કહેલા માર્ગની સેવાની ઈચ્છા સિવાયની કોઈ પણ ચીજની ઈચ્છા કરવા જેવી લાગતી નથી. એ તો કહે કે-મને બીજી બીજી ઈચ્છાઓ થઈ જાય છે એ વાત સાચી છે, પણ તે મારા કર્મોદયને કારણે થાય છે, મારો ઉપાય ચાલતો નથી માટે એ બધું થાય છે, પણ મારું હૈયું ૬ ૨૮ જ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ તો એ જ કહે છે કે શ્રી જિનની સેવાની અને શ્રી જિને કહેલા માર્ગની સેવાની ઈચ્છા સિવાય કશી પણ ચીજની ઈચ્છા કરવા જેવી નથી. જૈનને અવિરતિના ઉદય યોગે પાપ રૂપ ઈચ્છાઓ વગેરે થાય એ બનવાજોગ વસ્તુ છે, પણ એ વસ્તુ વસ્તુતઃ એના કમદયના ઘરની હોય છે, પણ એના જૈનત્વની એટલે એની પોતાની એ વસ્તુ હોતી નથી. એની પોતાની કહી શકાય એવી જ એની ઈચ્છા હોય છે. તે એ જ હોય છે કે - મને શ્રી જિનની અને શ્રી જિને કહેલા માર્ગની સેવા મળે, એટલે બસ છે. જૈનને કોઈ દિવસ એવો નહિ જોઈએ, કે જે દિવસે એને શ્રી જિનની સેવા ન મળે કે શ્રી જિને કહેલા માર્ગની સેવા ન મળે. શ્રી જિનની ભક્તિ અને શ્રી જિનકથિત માર્ગની ઉપાસના વિના જૈનને ચેન પડે નહિ. ચતુર્વિધ શ્રીસંઘમાં સાધુ-સાધ્વી તો સદા શ્રી જિનની ભક્તિમાં જ બેઠેલાં કહેવાય ને ? કેમ કે આજ્ઞાનું પાલન કરવું, એ જ મોટામાં મોટી ભક્તિ છે. શ્રી જિનની આજ્ઞાનું પાલન કરવામાં રત સાધુ-સાધ્વીને સદા શ્રી જિનભક્તિ છે અને સદા શ્રી જિનકથિત માર્ગની ઉપાસના છે. એમને તો બીજી ઈચ્છા હોય જ શાની ? શ્રાવક-શ્રાવિકાની સ્થિતિ જુદી છે. અનેક પાપકર્મોથી ઘેરાયેલાં હોવાના કારણે સાધુ-સાધ્વી થઈ શક્યાં નથી અને એથી એમને અનેક પાપ રૂપ ઈચ્છાઓ થઈ જાય એમાં નવાઈ નથી. પરંતુ એવી ઈચ્છાઓ થાય અને એને લીધે જે જે પ્રવૃત્તિ કરવી પડે તે શ્રાવક-શ્રાવિકાઓને સારી લાગતી નથી. શ્રાવક-શ્રાવિકા તો એ બધાથી છૂટવાની પેરવીમાં હોય છે. એથી એમને રોજ વારંવાર શ્રી જિનની ભક્તિ કરવાનું મન થાય છે અને જેટલું બને તેટલું આજ્ઞાપાલન કરવાનું એમનું દિલ હોય છે. પાપમાં રહેલાં હોવા છતાં પણ, એ ઈચ્છે કે “અમારી શ્રી જિનને વિષેની ભક્તિની અને શ્રી જિનકથિત માર્ગને વિષેની ભક્તિની ભાવના જીવતી રહેવી જોઈએ.’ એટલા માટે તેઓ દ્રવ્ય ભક્તિને પણ ચૂકતાં નથી. આમ ચતુર્વિધ શ્રીસંઘને શ્રી જિનને વિષે ભક્તિ જોઈએ છે. તે પણ રોજ જોઈએ છે. અને તે પણ ક્યાં સુધી ? જ્યાં સુધી સંસારમાં ભટકવાનું ચાલુ રહે ત્યાં સુધી. એટલે ભવોભવ જોઈએ છે અને ભવોભવ પણ સદાને માટે જોઈએ છે. મહાપુરુષોએ આ CI[ IIIIIIIIIIIICCCCCCCCCCCCCCCCCCCCCCCC /C& B ૨૧-જિનપૂજા અને તેનું ફળ છે wwwwwwwwwwwwDYIDDDDDDDDDDDDDDDDDDDDS ક For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વાત શાસ્ત્રોમાં અનેક રૂપમાં અંકિત કરેલી છે, સ્તુતિઓમાં ગોઠવી આપેલી છે, પણ આ વાત આપણા અન્તઃકરણમાં અંકિત થઈ ગયેલી હોવી જોઈએ. મહાપુરુષોએ અંકિત કરેલી આ વાત તમારા અંતરમાં અંકિત થયેલી છે કે નહિ ? જો હા, તો તમને બીજી બીજી ચીજોની ઈચ્છાઓ થાય છે તે પાપે પેદા કરેલી છે એમ લાગે છે ને ? અને, તમને તો શ્રી જિનની ભક્તિ તથા શ્રી જિનકથિત માર્ગની ભક્તિ જ જોઈએ છે ને ? તમે પોતે તો એ જ ઈચ્છો છો ને કે ‘ભવોભવ મને રોજ શ્રી જિનની દ્રવ્યથી અને ભાવથી ભક્તિ પ્રાપ્ત હોજો ?' હૈયાથી ન તો શ્રી જિન પ્રત્યેની ભક્તિ ખસી જાય, ન તો શ્રી જિને કહેલા માર્ગ પ્રત્યેની ભક્તિ ખસી જાય, એ જ તમારી પરમ ભાવના છે ને ? એ માટેની તમને કાળજી પણ ખરી ને? આ ચીજ જેમને હૈયે હોય છે, જેઓ આ ચીજને હૈયે રાખનારા છે, તેઓનો આ લોક પણ સુંદર બને છે, પરલોક પણ સુંદર બને છે અને અંતે તેઓ પરમાત્મપદને પામ્યા વિના પણ રહેતા નથી. આવી ભક્તિનો ભાવ હૈયે વસી જાય, તો બીજી ત્રીજી ઈચ્છાઓ મર્યા વિના રહે નહિ અને અંતે આજ્ઞાપાલન સ્વરૂપ ભક્તિમયતા પ્રાપ્ત થયા વિના પણ રહે નહિ. તમારા હૈયામાં શ્રી જિન પ્રત્યેની ભક્તિનો અને શ્રી જિને કહેલા માર્ગ પ્રત્યેની ભક્તિનો ભાવ સુદઢ બને અને તમે શ્રી જિનની આજ્ઞાના પાલનમય ભક્તિને પામીને પરમાત્મપદે પહોંચો એ જ એક શુભાભિલાષા. B ૩૦ T પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા (64) For Personal & Private Use Only