________________
તેમ ભાવની વિશિષ્ટતા. એક મુનિને જોતાં અને પચાસ મુનિને જોતાં ભાવમાં ફેર પડે કે નહિ ? બધે પૈસા જોતાં જેમ ઘેલા થવાય છે, તેમ ધર્મી પણ જ્યાં જ્યાં ધર્મ દેખે, ધર્મની સામગ્રી દેખે, ત્યાં અધિક ધર્મરસિક થાય. શ્રાવકને ઘરે ઘરે મંદિર હોત, પૌષધશાળા હોત, શાસ્ત્રીય પઠનપાઠનના ગુંજારવ થતા હોત, ભક્તિના ધોધ વહેતા હોત, તો રસ્તે ચાલનારા દરેકને ધર્મની ભાવના થાય, દિ' ઉગ્યે ઉત્તમક્રિયા ચાલુ હોય, તો અધમ આત્માના પણ ભાવ ફરે, રોજ મહોત્સવ ચાલુ હોય તો કમનસીબને પણ કો'ક દિવસ એ જવાની ભાવના થાય. શ્રી જિનમૂર્તિનું સ્વરૂપ :
સભા : પ્રભુનો અભિષેક શા માટે?
અભિષેક વખતે બાલ્યવય કલ્પી છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ જન્મતાંની સાથે જ ઈદ્રોએ આ રીતે જ પ્રભુની ભક્તિ કરી હતી એ ભાવ અભિષેકમાં છે.
પ્રભુની કાયા સુવર્ણ અને રત્નની કાંતિ જેવી હોય છે, એમની આંખની કીકી, એવી રત્નની કે જે તગતગતી, ઝળકતી હોય. આવા દીપ્તિમાન કાયા અને દીપ્તિમાન ચિતોનો ખ્યાલ આવવા માટે એમની આકૃતિ આપણે વિશિષ્ટ રીતે બનાવીએ છીએ. શ્રી તીર્થંકરદેવના અંગમાં વિશિષ્ટતા છે. એ લોકોત્તર પુરૂષ છે. એમની છાતીમાં શ્રીવત્સ હોય એટલે એ ભાગમાં વાળનો ગુચ્છો હોય. એ તારકના મસ્તકે ઉષ્ણીષ હોય, ચોટલી નહી પણ મસ્તકનો ભાગ જ એવો ને એટલો ઉપસેલો હોય કે જે મંદિર ઉપર કળશની જેમ મસ્તક ઉપર એ ઉષ્ણીષ શોભે. બીજાની કાયા એકસો આઠ આંગળ ઊંચી હોય, જ્યારે શ્રી તીર્થંકરદેવોની કાયા એકસો વીસ આંગળ ઊંચી હોય. પ્રભુના અંગની વિશિષ્ટતાની ઝાંખી લાવવા માટે એમની મૂર્તિ પણ એવી વિશિષ્ટ પ્રકારની બનાવવાની હોય છે.
ઘણા કહે છે કે - “પ્રભુની મૂર્તિની બે જ પ્રકારની આકૃત્તિ કેમ ? અનેક પ્રકારની કેમ નહિ ?” યોગનિરોધ સ્વરૂપ ધ્યાનાવસ્થાથી મુક્તિ પામતી વખતે પ્રભુને બે જ આસન હોય : કાં પદ્માસન હોય અગર
32:
જિનપૂજા ? અને તેનું ફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org