Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ - પામે તે મુક્તિ ન મેળવે !' શ્વેતાંબર કહેરાવવા છતાં પણ જે શ્રી જિનેશ્વરદેવને કે તેમનાં આગમોને ન માને, તેને મુક્તિ ન જ મળે' - એ નિશ્ચિત છે અને સ્પષ્ટ છે કે જાતે ગમે તે હોય, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલી મુખ્ય વસ્તુ પમાય તો જ કેવળજ્ઞાન થાય.’ ક્ષપકશ્રેણિ વગર કેવળજ્ઞાન ન થાય ઃ અપ્રમાદ યુક્ત સર્વવિરતિ વગર ક્ષપકશ્રેણિ ન આવે, સમ્યક્ત્વ વગર સર્વવિરતિ ન આવે, મિથ્યાત્વ ગયા વગર સમ્યક્ત્વ ન આવે, અપૂર્વકરણ કરી ગ્રંથિભેદ વગેરે કર્યા વગર મિથ્યાત્વ જાય નહિ અને તે વિના શુદ્ધ સમ્યક્ત્વ આવે નહિ અને તે વિના શુદ્ધ સમ્યક્ત્વ આવે નહિ. આથી એ સ્પષ્ટ જ છે કે - કારણ હોય તેને જ કારણ તરીકે સ્વીકારી શકાય. કોઈને ઝાડ દેખીને અથવા કોઈને મડદું દેખીને અથવા બીજી કોઈ વસ્તુને જોઈને કોઈ પણ આત્માને વૈરાગ્ય આવે - હ્રદયમાં સંસારની અસારતા ભાસે, પણ એ કંઈ વૈરાગ્યનું પ્રબળ કારણ નથી, કારણ કે - એથી વૈરાગ્ય જ થાય એવો નિયમ નથી. શ્રી વીતરાગની મૂર્તિ દેખીને તો એકે એક પુણ્યશાળી આત્માને વૈરાગ્ય થાય. ઝાડ વગેરેથી પણ વૈરાગ્ય થાય, એને પણ પૂર્વે મૂર્તિપૂજા વગેરે ધર્મક્રિયાની આરાધના કરી હોય, જેથી કોઈ વખત એ નિમિત્તથી પણ તાજું થાય પણ ઝાડ વગેરેમાં એ ગુણ નથી; એ કંઈ એનું કારણ નથી. “ચંડકોશીયાએ ભગવાનને પગ ઉપર બચકું ભર્યું તોયે તે દેવલોકમાં ગયો, એથી ભગવાનને બચકાં ભરવાથી દેવલોક મળે' એમ કંઈ કહેવાય ? નહિ જ. કારણ કે ચંડકોશીઓ જે દેવલોક ને પામ્યો તે તો ભગવાન્ અડગ હતા, ચાલે નહિ તેવા હતા અને અતિશયવંત હતા એથી જ તે બોધ પામ્યો; એ ડસ્યો છતાં ભગવાન્ શ્રી મહાવીર પડ્યા નહિ, ન પડ્યા એટલે એણે પોતે જ્યાં ડસ્યો ત્યાં જોયું તો લોહી લાલને બદલે ધોળું નીકળ્યું હતું. એટલે ‘આ નવું શું ?” - એમ એ ચોંક્યો. ત્યારે અવસર જોઈને પ્રભુએ ‘બુજ્જ બુજ્જુ ચંડકોશીયા' એમ કહ્યું અને તરત એને યાદ આવ્યું કે ‘આ તો શ્રી અર્હન્ દેવ છે' - અને એ પછી પૂર્વભવની બધી કાર્યવાહી તેને આ નિમિત્તથી યાદ આવી. પોતાની ભૂલ સમજાઈ, અને એ ભૂલ સુધારવાનો એને નિર્ણય કર્યો. એટલું જ નહિ પરંતુ તેણે તે પછી પોતાનું ૨૪ - પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International = For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38