Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ રમે ત્યાં સુધી ગાથા ગોખવી પડે, ધારવી પડે, પાઠ કરવો પડે, સંભારવું પડે, વગેરે કરવા યોગ્ય બધું જ કરવું પડે. દ્રવ્યમાં તલ્લીન બની ભાવમય બનો; એ બન્યા પછી જ એ છોડાય. પછી તો એ છોડવું નહિ પડે પણ આપોઆપ છૂટી જશે. સૂત્ર કાંઇ ગળે નથી પડતું. ‘ઉપન્ગેઈ વા, વિગમેઈ વા, ધૂવેઈ વા', કહેવાથી શું થયું ? એ ત્રિપદીએ તો જ્ઞાનને પ્રગટ કર્યું એ ત્રિપદી સાધન બની, તેમ પરમાત્માની મૂર્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. એને જે ન માને તે વીતરાગતા ન પામે. સાધન વગર તો સાધ્ય સિદ્ધ થાય જ નહિ. હોશિયાર કુંભાર પણ માટી વિના ઘડો શી રીતે બનાવે ? કારણને જ કારણ તરીકે મનાય ઃ સભા : મૂર્તિપૂજા વિના કોઈ વીતરાગ થયા છે ? હા, પણ હૃદયમાં મૂર્તિ પૂજા વ્યાજબી લાગ્યા પછી. આચાર્ય ભગવાન્, શ્રી હિરભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્વરચિત ‘સંબોધ પ્રકરણ’ નામના પ્રક૨માં ફરમાવે છે કે - सेयंबरो य आसंबरो य, बुद्धो य अहव अण्णो वा । समभावभाविअप्पा, लहइ मुक्खं न संदेहो ॥१॥ “જાતિએ કરીને શ્વેતાંબર હોય, દિગંબર હોય, બુદ્ધ હોય કે અન્ય કોઈ હોય, પણ જો તેનો આત્મા સમભાવથી ભાવિત થઈ જાય, તો તે અવશ્ય મોક્ષ માપે, એમાં જરા પણ સંદેહ નથી.” આજના આડંબરીઓ, આ ગાથાના ઉત્તરાર્ધ્વને આછું રાખી પૂર્વાર્ધના નામે આ પ્રભુ શાસનનો ઘાત કરવા માટે અજબ ઉપાયો યોજે છે અને ભકિ આત્માઓ તે આડંબરીઓના આડંબરથી અંજાઈ જાય છે પણ એમાં અંજાવા જેવું નથી. આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘સમભાવમાવિઞપ્પા' આ પદથી વસ્તુને તદ્દન સ્પષ્ટ કરે છે અને કહે છે કે સમભાવ આવ્યો એટલે જૈનત્વ આવ્યું. સ્વ-પરભાવમાં માધ્યસ્થ્ય એટલે જ જૈનત્વ. પુદ્ગલ મારાથી પર છે અને હું આત્મા છું : આ પૌદ્ગલિક પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ ૨૨ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38