Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ કાયોત્સર્ગાવસ્થા હોય. આ બે અવસ્થામાં જ અરિહંતો મુક્તિએ જાય. અને સિદ્ધિસ્થાનમાં પણ એ જ અવસ્થામાં આત્મપ્રદેશ ગોઠવાય છે. માટે તો નિરાકારની પણ સાકાર મૂર્તિ છે. એ આકાર કેવળજ્ઞાનીને પ્રત્યક્ષ છે. દ્રવ્ય, એ ભાવનું કારણ છે : આ મૂર્તિ આગળ જે જે ક્રિયાઓ થાય છે, એ વિધાનોનો હેતુ એક જ છે આત્મા ઉપશમભાવને પામે. મૂર્તિને જોઈને આત્મસ્વરૂપનો ખ્યાલ થાય તથા આત્મા રાગભાવથી વિરાગ ભાવ તરફ ઢળે એ હેતુ છે. પ્રભુના અંગનો સ્પર્શ, પ્રભુના અંગ તથા પોતાના અંગ વચ્ચેનો તફાવત જાણવા માટે છે. એમના અંગે શી કાર્યવાહી કરી, અને આ પામરના અંગે શી શી કાર્યવાહી કરી, પ્રભુના ચક્ષુએ શું કામ કર્યું અને આ પાપી ચક્ષુએ શું શું કામ કર્યું ? પ્રભુના હાથે કયી કયી વસ્તુનાં દાન દીધાં અને આ પામર હાથે શી શી ક્રિયાઓ કરી ? અખંડિત નાસિકા દ્વારા પ્રભુએ શું કર્યું અને આ પામર નાસિકાએ શું કર્યું ? વર્ષો સુધી પ્રહરના પ્રહર પ્રભુ શું બોલ્યા અને પોતે શું બોલે છે ? પ્રભુની રસનાએ શું કર્યું અને આ પામર રસના શું કરે છે ? એ તફાવત જાણવા માટે પ્રભુના અંગનો સ્પર્શ, પૂજન વગેરે વિધાનો છે. આ વાત યાદ નથી રહેતી માટે રોજ આ ધર્મક્રિયાનું વિધાન છે. આખી ભૂગોળ પણ નકશાથી તાજી થાય છે. ભૂગોળનાં પાનાં તો બંધ હોય, પણ નકશો જોતાં તરત બધું યાદ આવે, તો વીતરાગની મૂર્ત્તિ જોવાથી વીતરાગતાનો ભાસ કેમ ન થાય ? અવશ્ય થાય જ. પ્રભુની સ્તુતિમાં એક કવિવર કહે છે કે प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्धयं, तदसि जगति देवो, वीतरागस्त्वमेव ॥१॥ “હે પ્રભો ! જે કારણથી તારું દૃષ્ટિયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38