Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ કેમ ચાલે ? ધર્મક્રિયાની જરૂર નથી તો ખાવાની જરૂર શી ? શરીર ચાલ્યું ન જાય માટે ખાવું, તે રીતે ધર્મ ભૂલાય નહિ માટે ધર્મક્રિયા પણ કરવી. એમાં વાંધો શો ? પૂજા અનેક પ્રકારે કહી છે આઠ પ્રકારે, સત્તર પ્રકારે, એકવીસ પ્રકારે, એકસો આઠ પ્રકારે – એમ અનેક પ્રકારે કહી, એ બધાનો હેતુ આરંભ, સમારંભ અને પરિગ્રહ આદિથી મુક્ત કરાવવાનો જ છે. ભગવાન તો વીતરાગ છે. એ હીરાના હાર માગતા નથી, પણ જિનપૂજાની ક્રિયા, એ મૂચ્છ છોડવાનું સાધન છે. દ્રવ્યપૂજા આત્માને ઊંચે લઈ જનાર છે: આજનાઓ કહે છે કે - “ભગવાનની અંગરચના વડે ભગવાનને પરિગ્રહી બનાવી એમનો આદર્શ ભૂલાવ્યો !' પણ આ સત્ય નથી હું એક હીરો પહેરું છું અને મારા ભગવાન લાખ હીરા પહેરે છે માટે પરિગ્રહી છે' - આવી ભાવના ભગવાનની અંગરચના જોઈને કોઈને થાય છે ? જો થતી હોય તો તો તેઓનું કહેવું વિચારવા લાયક ગણાય. પણ થતી જ નથી, ઉલ્ટી - કેવા પુણ્યશાળી પુરૂષો પડ્યા છે, કે જે ભક્તિ પાછળ આટલો વ્યય કરી પોતાની લક્ષ્મીને સાર્થક કરે છે !” આવી ભાવના તો જરૂર થાય છે. સારું મંદિર દેખીને - “આવા સારા મકાનમાં બેસે એ પૂજ્ય શાના?” એવું કોઈને નથી થતું, પણ “ભગવાનના કેવા ભક્ત છે, કે જે ભક્તિ માટે લક્ષ્મીની મૂચ્છ છોડીને આટલો બધો વ્યય કરે છે, કે જેનો સુમાર નહિ!” આ ભાવના તો થાય છે જ. વિતરાગતાનો આદર્શ ભૂલાય એવી એક પણ વસ્તુ રાખે, એવા શાસ્ત્રકાર ગાંડા નથી. કહી દીધું કે - “એની એ જ મૂર્તિને તલવાર લટકાડાય તો ન મનાય, એજ મૂર્તિના હાથમાં માળા અપાય તો ન મનાય' - કેમ કે વીતરાગતા અને સર્વજ્ઞતાથી વિપરીત ભાવને પેદા કરનારી છે. વીતરાગતામાં અને સર્વજ્ઞતામાં બાધ કરનારી બધી ચીજને શાસ્ત્રકારે કાઢી નાખી. બાકી વિહિત કરેલી દ્રવ્યપૂજાની સામગ્રી તો આત્માને આકર્ષણ કરનારી છે. દ્રવ્યપૂજનની સામગ્રીમાં જેમ વસ્તુ ઊંચી દ ૧૮ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38