Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ મુખકમલ પ્રસન્ન છે, તારો ખોળો કામિનીના સંગથી શૂન્ય છે અને હસ્તયુગલ શસ્ત્રના સંબંધથી રહિત છે, તે કારણથી વિતરાગ એવો તું જ જગતમાં સાચો દેવ છે.” આ રીતે એ પ્રભુના એક એક અંગની વિચારણાથી વીતરાગતાનો ભાસ અવશ્યમેવ થાય છે અને પરિણામે આત્મા રાગાદિકની ક્રિયાઓથી અલિપ્ત રહી, વીતરાગભાવનો આવિર્ભાવ કરનારી ક્રિયાઓના અમલથી વીતરાગ બની, સિદ્ધપદનો ભોક્તા બની શકે છે. પ્રભુને જે જે ચીજ ચડાવવામાં આવે છે, એ કાંઈ પ્રભુ માગતા નથી, પણ આપણા મમત્વના ત્યાગ માટે એ ક્રિયા છે, શ્રાવક પોતાની ભાવના આ રીતે દ્રવ્ય પૂજા દ્વારા કેળવે, તો એ મમત્વના ત્યાગની સ્થિતિને મેળવે. કેટલાક કહે છે કે - “ભાવમાં દ્રવ્યની શી જરૂર ?' પણ દ્રવ્ય એ ભાવને લાવવા માટે છે. દ્રવ્યમાં જો ભાવને પેદા કરવાની શક્તિ ન હોત, તો તો દ્રવ્યને માનત જ નહિ. મૂર્તિ, એ વિતરાગભાવની દ્યોતક લાગે છે, માટે તો મૂર્તિને સુંદર બનાવવાની વિધિ છે. એ વિધિ માટેના ધનના વ્યયમાં જરાય કમીના ન રખાય. આવી મૂર્તિની સામે બેસીને એના ગુણોને યાદ કરે; અને એ ગુણોનું જો ધ્યાન ચાલે તો ત્યાં સાક્ષાત્ અરિહંત ભગવાનનો ભાસ થાય. આથી તો કહેવાય છે કે – “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શનશુદ્ધતા તેહ પામે; જ્ઞાન-ચરિત્ર-તપ-વીર્ય-ઉલ્લાસથી કર્મજીપ વસે મુક્તિ ધામે તાર હો.” જેમ નકશામાં એ ગુણ છે કે - આખી ભૂગોળને યાદ કરાવે, તેમ શુદ્ધદ્રવ્ય એ શુદ્ધ ભાવનું કારણ છે, એટલે કે - શુદ્ધભાવનું એ ભાન કરાવે છે. સાધન વિનાં સાધ્ય - સિદ્ધિ થાય જ નહિ? શુદ્ધદ્રવ્યની વધુ સેવા, એ ભાવને પ્રગટ કરવાનું અને ટકાવી રાખવાનું કારણ છે. શુદ્ધદ્રવ્યનો વધુ સહવાસ કરો, એનું ખૂબ ચિંતન કરો અને ભાવમાં તન્મય બનો. જ્યારે ભાવમય થશો ત્યારે દ્રવ્યની આવશ્યકતા આપોઆપ દૂર થઈ જશે. “અમુક ગાથા ક્યાં સુધી ગોખવાની ? એમાં રહેલો ભાવ હૃદયમાં રમી જાય ત્યાં સુધી ! ભાવ ના III છે ૨૧-જિનપૂજા અને તેનું ફળ Vuur munuri n Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38