Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ પોતાના આત્માની શાંતિ માટે છે. જે સુંદરતા પ્રભુના અંગ ઉપર રચાય છે, તે પોતાના આત્માની સુંદરતા મેળવવા માટે છે. અક્ષત સાથીયાનો હેતુ એટલો છે કે - હજી આ આત્મા એવો અભણ છે કે વાંચેલી વાત પણ નકશા વિના સમજી શકતો નથી. ભૂગોળ ભણેલા વિદ્યાર્થીને પણ નકશાથી જ એ સમજાય છે. પૂજા વગેરે ધર્મક્રિયા - જલ, ફળ વગેરે વિવિધ પ્રકારોની પૂજાઓ, એ નકશારૂપ છે. ધર્મક્રિયા માત્ર નકશારૂપ છે, “શું ભગવાનના ભલા માટે પૂજા કરીયે છીયે, પૂજા કરીને એમના પર ઉપકાર કરીયે છીયે? ના, એવું ન માનતા. પણ આત્મ કલ્યાણ માટે જ ભગવાનની પૂજા કરવાની છે, એમ માનજો. ભગવાન ઉપર આભૂષણાદિ ચડાવવાથી ભગવાન પરિગ્રહી બની જતા નથી, પણ એ ક્રિયા પૂજકને નિષ્પરિગ્રહી બનાવવા માટે છે. ભક્તને નિષ્પરિગ્રહી બનાવવા માટે એની સમક્ષ આદર્શ ધર્યો કે - “આ શ્રી જિનેશ્વરદેવ સંસાર તારક છે, એની ભક્તિ કરવી જોઈએ.’ મૂચ્છ છોડયા વગર તેમની ભક્તિ થઈ શકતી નથી. જે લોકો આરંભ-સમારંભ પરિગ્રહ છોડી શકતા નથી; તેમને એ બધું છોડાવવા માટે આ જિનપૂજાની વિધિ છે. જેઓએ એ સઘળુંય છોડ્યું તેમને માટે નથી. અહીં એક પણ વાતનો આગ્રહ નથી. સાધુને પૂજા કરવાનું કહ્યું? નહિ જ. પરંતુ સાધુને પણ મંદિરે જવાનું તો ખરું જ. જ્યારે અપ્રમત્તાવસ્થા આવે, ત્યારે એ પણ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક પણ વાતમાં એકાંત નથી. પણ પોતાને ચોથે ગુણઠાણે ગણાવતો હોય, ત્રીજોરીમાં લાખો કરોડો પડ્યા હોય, ગળામાં માણેકના હાર પહેર્યા હોય અને એમ કહી દે કે - દ્રવ્ય પૂજાની જરૂર નથી, હૃદયમાં મૂર્તિ છે' - એ ન જ ચાલે. ગળામાં વળગાડેલા હીરા-માણેકરૂપ પથરામાં રાચે માચે, ત્રીજોરીના કરોડમાં ગાંડોઘેલો થાય, એને દ્રવ્યપૂજનના આલંબન વિના કેમ ચાલે ? ઘરમાં અરીસો અને ફરનીચર આદિ તુચ્છ વસ્તુને જોઈ ગાંડોઘેલો બનીને, પોતાની જાતને પણ ભૂલી જઈ નાચ્યા કરનારને શ્રી જિનમૂતિ અને દ્રવ્યપૂજાનું આલંબન ન જોઈએ ? જોઈએ જ, છટ્ટે ગુણઠાણે હોય, ખાવાપીવાનો બધો કયા કેર અને વર્ગ કવાનો ઇરૂર જો એને કહ, છે દ ૨૧-જિનપૂજા અને તેનું ફળ છે જ ૧૭ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38