Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ તેમ છે.” એ વાત હૈયે સદાય રહ્યા કરે અને કદી પણ વિસરાય નહિ, એવું કરવું પડશે. આટલું થશે, તો ક્રમે ક્રમે શ્રી જિનપૂજનમાં વધ્યે જવાશે અને શ્રી જિનપૂજનના પરમ ફળને પામી શકાશે. ‘અવિરતિથી છૂટવું છે અને જે કોઈ ઉપસર્નાદિ આવે તેને સમભાવે સહતા રહીને શ્રી જિનપૂજનમાં જ રત રહેવું છે.' – એ ભાવના આવે અને એ ભાવનાને સફળ બનાવવાની કોશિશ થાય, તો ઉપસગદિનો ડર ભાગી જાય. શ્રી ખંધક મુનીશ્વરની જીવતાં ખાલ ઉતારાઈ હતી, છતાં એ અપ્રસન્ન નહોતા બન્યા, એ પ્રતાપ શ્રી જિનપૂજનનો ! અને એવા વખતેય શ્રી જિનપૂજનમાં રત રહીને એ મહાત્મા શ્રી જિનપૂજનના ફળને સારી રીતે પામી શક્યા. એટલે, દુઃખના ડરને તજીને અને સંસારના સુખની ઇચ્છાને પણ તજીને એક માત્ર શ્રી જિનપૂજનમાં લાગી જવું, એ જ સાચો તરણોપાય છે. આવી મનોવૃત્તિથી દ્રવ્યવાનો શ્રી જિનના દ્રવ્યપૂજન દ્વારા પણ અનેકવિધ ઉત્તમ ફળોને પામનારા બની શકે છે. સૌ કોઈ શ્રી જિનપૂજનને પામો અને શ્રી જિનપૂજનમાં સદા રત બનીને મુક્તિને સાધનારા બનો, એ જ એક શુભાભિલાષા. | શ્રી જિન મૂર્તિ અને જિન પૂજાનું મહત્વ જિનપૂજાનું વિધાન શા માટે? શાસ્ત્ર જળપૂજા, ચંદનપૂજા, ફુલપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, - એ અષ્ટપ્રકારી પૂજાના વિધાનો શ માટે કર્યો? જળથી કે દૂધથી અભિષેક કાંઈ પ્રભુને નિર્મળ કરવા માટે નથી પણ પોતાની નિર્મળતા માટે છે. પ્રભુ પૂજા માગતા નથી, પણ આ બધાં પૂજાના વિધાનોનો હેતુ એ છે કે – આવી પ્રવૃત્તિ કરો તો ચોવીસે કલાક આત્મા જાગતો રહે. જળપૂજા કરતી વખતે આત્મ ચિંતવે છે કે - પ્રભુ નિર્મળ છે અને હું મેલો છું !' એની મેળે એ યાદ નથી આવતું માટે રોજ જળપૂજા છે. ચંદનનો લેપ પ્રભુની શાંતિ માટે નથી, પણ કર્મથી સંતપ્ત એવા ૧૬ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38