Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ અસાધારણ કોટિની આરાધના કરનારા એ હતા ને ? વચલા ભવમાં પણ એ વિરાગભર્યું જીવન જીવનારા હતા ને ? અને અંતિમ ભવમાં ત્રણ નિર્મળ જ્ઞાને સહિત હોઈને એ જ્ઞાનપ્રધાન જીવન જીવનારા હતા ને ? એવા પણ આત્માને ઉપસર્ગો આવ્યા, એ જાણો છો ને ? તો, તમને ને અમને ઉપસર્ગ કે વિઘ્ન આવે જ નહિ, એ બને ખરું ? પણ, એ નક્કી કરો કે ઉપસહિંદ આવે શાથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓને અગર તો અન્ય કોઈ પણ આત્માઓને જે ઉપસર્ગાદિ આવે, તે આવે શાથી ? જે કાળમાં એકાંતે શ્રી જિનાજ્ઞાની આરાધના ચાલી રહી હોય, તે કાળમાં પણ જો ઉપસદ આવે, તો તે ઉપસદ આવે શાથી ? શ્રી જિનનું પૂજન તો ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ છે ને ? છતાંય, એ પૂજન જ્યારે ચાલુ હોય ત્યારેય ઉપસદ આવે એવુંય બને છે, ઉપસદ આવે – એવુંય બને છે, ઉપસદ આવે શાથી ? શ્રી જિનનું પૂજન નહિ કરનારાઓને તો ઉપસદ આવે જ છે, પરંતુ શ્રી જિનનું પૂજન ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ કહેવાય છે, છતાં પણ જ્યારે જે શ્રી જિનનું પૂજન ચાલુ છે—તે વખતે પણ જો ઉપસદ આવે છે, તો એના કારણનો વિચાર તો કરવો જોઈએ ને ? કહો કે શ્રી જિનનું પૂજન જે કાળમાં નહિ મળેલું, તે કાળમાં જે પાપો ઉપાર્જેલાં, તેનું એ ફળ છે ! શ્રી જિનની આજ્ઞાથી ઊલટું કર્યા વિના, શ્રી જિનની આજ્ઞાની વિરાધનાદિ કર્યા વિના, ઉપસદ આવે જ નહિ. શ્રી જિનપૂજા જે કાળમાં મળી હોય, તે કાળમાં પણ ભૂલો થઈ હોય, એવુંય બને ને ? એ બધાં પાપકર્મોમાંથી જે પાપકર્મોની શ્રી જિનપૂજાના યોગે નિર્જરાદિ થઈ જાય–તેની વાત જુદી છે, પરંતુ જે પાપકર્મો ઉદયમાં આવે, તેના ફળને તો ભોગવવું પડે ને ? એ ફળને ભોગવતી વેળાએ પણ શ્રી જિનપૂજન મનને પ્રસન્ન રાખી શકે ! એ માટે, સાચી સમજનો અને તેની સાથે સામર્થ્યનો યોગ પણ સાધવો જોઈએ. ૧૪ Jain Education International પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38