________________
પોતાના દ્રવ્યનો ઉપયોગ કરે છે તેમ છતાંય મનમાં શું ઇચ્છે ? “ક્યારે આ બધાથી હું છૂટું અને ક્યારે હું એકાંતે શ્રી જિનની આજ્ઞાની આરાધના કરનારો બનું !' – એવું જ એ ઈચ્છે ને ? શ્રી જિનપૂજન કરનારે સાચી સમજનો અને સામર્થ્યનો યોગ સાધવો જોઈએ:
આજના કાળમાં આ વાતમાંય ઘણી ગરબડ છે ને? પછી દેખીતી રીતે શ્રી જિનપૂજા કરવા છતાંય, મનની પ્રસન્નતાનો ખરેખરો અનુભવ થાય શી રીતે ? આપણે તો સામર્થ્ય એવું કેળવવું જોઈએ, કે જેથી ગમે તેવા કારમાં પણ ઉપસર્ગો આવી પડે અને વિપ્નની વેલડીઓ આપણને ઘેરી વળે, તે છતાં પણ એ આપણા મનને અપ્રસન્ન બનાવી શકે નહિ. એ માટે આત્માના સત્ત્વનો ભારે વિકાસ તો થવો જોઈએ, પણ સાથે સાથે સુંદર પ્રકારની સમજનો પણ આવિર્ભાવ થયેલો હોવો જોઈએ.
ઉપસર્ગો ને વિનો ન આવે તો ઘણું સારું, પણ આપણે ઇચ્છીએ કે ઉપસર્ગો ને વિબો ન આવે, એથી કાંઈ ઉપસર્ગો ને વિનો ન જ આવે, એવું બને ખરું ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માને કેટકેટલા ઉપસર્ગો અને તે પણ કેટકેટલી ભયંકર કોટિના ઉપસર્ગો આવ્યા હતા ? છતાં પણ, પોતાના મનની પ્રસન્નતાને એ તારકે જરા સરખીય આંચ આવવા દીધી નહિ. ધીરતાથી ને વીરતાથી એ ઉપસર્ગોને સહ્યા અને રત્નત્રયીમાં રમણ કર્યા કર્યું. પરિણામે ઉપસર્ગો ને વિનો તો ટળી ગયાં, પણ એનું મૂળ પણ ગયું. શ્રી જિનપૂજાથી આપણે પણ એવા જ ફળને પામવું છે ને ?
ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના અંતિમ ભવથી પૂર્વેના ત્રીજા ભવમાં તો કેવી ઉત્કટ કોટિની આરાધના આરંભી દીધી હતી ? અને ભાવના પણ કેવી ? કોઈનાય ભૂંડાની ભાવના નહિ અને જીવ માત્રના ભલાની જ ભાવના ! એ ભાવનામાંય વિવેક ! “જો મારામાં એવી કોઈ શક્તિ હોય, તો હું જગતના જીવ માત્રને શ્રી જિનશાસનના રસિક બનાવી દઉં, કે જેથી તેઓ શ્રી જિનશાસનની આરાધના કરીને મુક્તિને પામે, એટલે કે સૌ દુઃખ માત્રથી મુકાય અને અનંત સુખના ભોક્તા બને !' આવી ભાવનામાં ત્રીજે ભવે રમનારા અને સંયમની પણ
૨૧-જિનપૂજા અને તેનું ફળ
?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org