________________
ઉદ્ધારક છે, માટે એ પરમ તારકોની આજ્ઞા ઉદ્ધારક છે. અત્યાર સુધીમાં અનંતા ભગવાન શ્રી જિનેશ્વરદેવો થઈ ગયા છે અને તે તારકોની આજ્ઞાની આરાધનાના યોગે અનંતાઅનંત આત્માઓનો ઉદ્ધાર થયો છે. શ્રી જિનાજ્ઞાની આરાધના એ અનંતા ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાની આરાધના છે. પછી, જીવોનો કેવા પ્રકારનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવો છે, એનો પણ ખુલાસો આપવો પડે ને ? એ વખતે તો તમારે જરા વિગતથી વાત કરવી પડે.
જીવ માત્ર અનાદિકાળથી ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરનારો હોય છે. જગતમાં જીવો અનંતાઅનંત છે. જગતના અનંતાઅનંત જીવોમાંથી અત્યાર સુધીમાં જે જીવો મુક્તિને પામ્યા છે, તે જીવો તથા જે જીવો હાલ ચાર ગતિઓ પૈકીની જુદી જુદી ગતિઓમાં જન્મ-મરણાદિને પામી રહ્યા છે, તે બધાય જીવો કરતાં પણ અનન્તાનન્ત ગુણા જીવો તો એવા છે, કે જે જીવો અનાદિકાલથી તિર્યંચગતિમાં જ છે અને તિર્યંચગતિમાં પણ નિગોદમાં છે. એ અનાદિ નિગોદમાંથી જે જીવો પોતપોતાની ભવિતવ્યતાના વશે બહાર નીકળીને વ્યવહાર-રાશિમાં આવ્યા, તેમાં જે ભવ્ય જીવો હતા; તે ભવ્ય જીવોમાં જે જીવોની ભવિતવ્યતાદિ પરિપક્વ થઈ હતી. એવા જ જીવોનો ઉદ્ધાર થઈ શક્યો છે, એ તમે જાણો છો?
તત્ત્વસ્વરૂપના અભ્યાસ વિના, આવી વાતોનો ખ્યાલ હોય શી રીતે? નિગોદમાં રહેલા જીવોનો ઉદ્ધાર તો અશક્ય છે, પણ અનાદિનિગોદમાંથી નીકળીને વ્યવહાર-રાશિમાં આવેલા જીવોમાં પણ જે જીવો અભવ્ય હોય છે અથવા તો દુર્ભવ્ય હોય છે અથવા તો ભવ્ય હોવા છતાંય ભારેકમ હોય છે, તેમનો ઉદ્ધાર પણ થઈ શકતો નથી. એટલે, ઉદ્ધાર તો માત્ર લઘુકર્મી એવા ભવ્ય જીવોનો જ થઈ શકે છે. આમ જે જીવો ઉદ્ધારને લાયક બન્યા હોય છે, અગર બને છે, તેમના ઉપર જ શ્રી જિનવચન ઉપકાર કરી શકે છે.
આ જગતમાં એવા જીવોના ઉદ્ધારનું એક માત્ર અમોઘ સાધન શ્રી જિનાજ્ઞા જ છે. એવા જીવો શ્રી જિનાજ્ઞાના આલંબનને પામીને, પોતાના સાચા સ્વરૂપને પિછાણનારા બની શકે છે અને જગતના પદાર્થ માત્રના
B
૪
છે પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org