Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ભાવના આગ્રહને આભારી હોતી નથી, એટલે કે સમજવાને માટે જે શક્તિ-સામગ્રી જોઈએ, તેની ખામી હોવાને લઈને સમજની ખામી હોય છે, પણ તેમને વિપરીત ભાવનો આગ્રહ હોતો નથી. એ જીવો તો પ્રાયઃ એવા હોય છે કે જો ભાવપૂર્વકની શ્રી જિનપૂજાનું સ્વરૂપ એમના સમજવામાં આવી જાય, તો એથી એમને ખૂબ જ આનંદ થાય. એમને જો ખ્યાલ આપનાર મળે તો એમને સમજવાની ઈચ્છા પણ થાય, એમનાથી બની શકે તો એ સમજવાનો પ્રયત્ન પણ કરે અને જો સમજાઈ જાય તો એનો અમલ કરવાનો પુરુષાર્થ પણ એ કરે. એટલે, એવા મુગ્ધ અગર ભદ્રિક જીવોને ભાવ વિનાની દ્રવ્યપૂજાથી થતા લાભની વાતને પકડીને, વિપરીત ભાવવાળાઓ જો ભાવની વાતની અવગણના કરે, તો તેમની દ્રવ્યપૂજા નિષ્ફળ તો નીવડે, પણ તેમને તેમના વિપરીત ભાવથી તથા વિપરીત ભાવના આગ્રહથી નુકસાન પણ થયા વિના રહે નહિ. દ્રવ્યપૂજા કરનારનું લક્ષ્ય ભાવપૂજા કરવાનું હોવું જ જોઈએ. ભાવપૂજાને પામવાના ભાવથી દ્રવ્યપૂજા કરનારની દ્રવ્યપૂજા પણ એટલી બધી મહિમાવંતી બને છે કે એના યોગે ઉપસર્ગોનો ક્ષય થાય છે તેમ જ વિદનની વેલડીઓ છેદાઈ જાય છે અને સૌથી વિશિષ્ટ ફળ તો એ મળે છે કે મન પ્રસન્નતાને પામે છે. ઉદ્ધારનું અમોઘ સાધન શ્રી જિનાજ્ઞા : આ બધો પ્રતાપ આજ્ઞાપાલન પ્રત્યેની અભિરુચિનો છે ને ? આજ્ઞાપાલનનું મહાફળ મુક્તિ છે, પરંતુ આજ્ઞાના પાલનની અભિરુચિ પણ આવા વિશિષ્ટ ફળવાળી છે, એ વાત સમજાય છે ? તમને કોઈ પૂછે કે “એવી તે એ આજ્ઞા કઈ છે, કે જે આજ્ઞા હૈયે જચી જાય અને એથી જે આજ્ઞાનું પાલન કરવાનું મન થાય, એમાં એવો ગુણ છે કે ઉપસર્ગોને ક્ષીણ કરી નાખે, વિનવેલડીઓને છેદી નાંખે અને મનને પ્રસન્ન બનાવી દે ?' – તો તમે શું કહેશો ? એ વખતે તમારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની ઓળખ આપવી પડે ને ? આજ્ઞાનું જે મહત્ત્વ છે, તે આજ્ઞા કરનારના મહત્ત્વને લઈને છે ને ? જેના હૈયે આજ્ઞા કરનારની કિંમત હોય નહિ, તેના હૈયે આજ્ઞાની કિંમત હોય નહિ. તમારે સમજાવવું પડશે કે “ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ સંસારવત જીવોના પરમ ૪ ૨૧-જિનપૂજા અને તેનું ફળ છે. ૩ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38