Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ જિનપૂજા અને તેનું ફળ ! જગદુદ્ધારક ભગવાન શ્રી જિનેશ્વરદેવના વિશ્વવર્તિ પ્રાણિમાત્ર ઉપરના અગણિત ઉપકારોનું વર્ણન તે હજાર મોઢે પણ થઈ શકે તેમ નથી. એ પરમાત્માનાં દર્શન-પૂજન પણ વિશ્વનું કલ્યાણ કરનાર બને છે. માટેતો પરમાત્માના દર્શન-પૂજનનું મહિમાગાન ધર્મશાસ્ત્રોમાં ઠેર ઠેર મુકત કંઠે કરેલું જોવા મળે છે. પરમાત્માની જે પૂજાથી ઉપસર્ગોનો નાશ થાય, વિઘ્નની વેલડીઓ છેદાઈ જાય, મન પ્રસન્નતાનો અનુભવ કરે છે; તે પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. ભાવપૂજા જિનાજ્ઞાના પાલન વિના સંભવિત નથી અને દ્રવ્ય-પૂજામાં આજ્ઞાસાપેક્ષ પણા ઉપરાંત ઔદાર્ય પણ અનિવાર્ય બને છે. પરમાત્મ પૂજાનું ફળ જેણે પામવું હોય તેણે પોતાના મનનું સાચી રીતે ઘડતર કરવું પડે છે, પૌગલિક પદાર્થો પ્રત્યેથી મનને ઉઠાવીને પરમાત્મપદ પ્રત્યે મનને જોડવું પડે છે. આત્માને મલિન બનાવનારી પ્રવૃત્તિ છોડી આત્માને નિર્મળ બનાવનારી પ્રવૃત્તિમાં જોડાવું પડે છે. પરમાત્માના એક એક ગુણને અને ઉપકાર શ્રેણીને સમજી, સ્મૃતિમાં લાવી તેમાં મનને તન્મય બનાવવું પડે છે. આવો આત્મા પોતપોતાની ભૂમિકા મુજબ પરમાત્માની દ્રવ્ય-ભાવપૂજા યથાર્થ રીતે કરીને તે પૂજાના શાસ્ત્ર વર્ણવેલ પ્રત્યેક ફળોને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. જેનું મન પરમાત્મભકિતમાં એકતાન બને તેને જીવનમાં પરમાત્મદર્શન-પૂજનાદિ સ્વરૂપ ભકિત વિના એક ક્ષણ પણ ચેન પડતું નથી. આથી જ તે પ્રતિક્ષણ, પ્રતિદિન, પ્રતિભવ જિનેશ્વરદેવની ભકિતની યાચના કરે છે. આ દરેક વાતોને વિગતવાર સમજવા વાંચો આ પ્રવચન. ઇ ૨૧-જિનપૂજા અને તેનું ફળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38