Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ કદાચ પુણ્યના લોભે શ્રી જિનપૂજામાં ઉદારતા આવે, તો પણ એ ઉદારતામાં હૈયાના ભાવની દેવી જોઈએ તેવી બરકત ન હોય, કેમ કે શ્રી જિનની આજ્ઞાનું પાલન પુણ્યનું કારણ હોવા છતાં પણ વાસ્તવિક રીતિએ તો મોક્ષના કારણ તરીકે જ આદરણીય છે. શ્રી જિનની આજ્ઞા જો મોક્ષના કારણ તરીકે પ્રથમ ખ્યાલમાં આવે, તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો જે ખરો ઉપકાર છે, તે સારી રીતે હૈયે વસે. સંસારની ઈચ્છાને હઠાવવી પડશે? આ ઉપરથી તમે શ્રી જિનની આજ્ઞાનો પાયો સમજી શક્યા ને ? આમ શ્રી જિનની પહેલી આજ્ઞા કઈ કહેવાય ? એ જ કે સંસારની ઇચ્છાને છોડીને મોક્ષની ઇચ્છાવાળા બનવું ! ઉપસર્ગો અને વિનો–એ બધું સંસારની ઇચ્છાને આભારી છે. તમને ચાહના શાની છે? મોક્ષની કે સંસારની ? સંસારની ઈચ્છા એટલે વિષયની અને કષાયની ઇચ્છા. સામાન્ય રીતે તો, વિષયની વાસનાએ અને કષાયની કલુષિતતાએ મનને એવું ઘરેલું હોય છે કે જીવ એમાં જ રમે છે અને એમાં જ રાચે છે. એનાથી થાય શું? પાપ જ વધે ને ? વિષય-કષાયને આધીન બનેલો જીવ કદાચ ધમનુષ્ઠાનો આદિને આચરે અને એથી પુણ્ય બાંધે, તોય એનું એ પુણ્ય કેવું હોય? વખાણવા જેવું નહિ ને ? એ પુણ્ય પણ જાણે પાપના ઘરનું હોય એવું હોય ! એ પુણ્યોદયના કાળમાંય, જીવના મનમાં શાંતિ નહિ ને અશાંતિ ઘણી ! પુણે આપેલી સામગ્રીથી એ પુણ્ય બાંધવાને બદલે બહુલતયા પાપ બાંધે ! પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38