Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ જિનની આજ્ઞાના સંપૂર્ણ પાલન રૂપ સાધુપણું આવતાં તો મારાં નિકાચિત એવાં પણ ઘણાં કર્મોનો ભૂકો થઈ જશે. ત્યારે જ મને શ્રી જિનપૂજાનું પરમ ફળ મળશે.' ભાવપૂજા વધતાં વધતાં જ્યારે સંપૂર્ણ કક્ષાની આવી જાય, ત્યારે જ દુઃખ માત્ર ટળે અને સંપૂર્ણ સુખનો અનુભવ થાય કે એમ ને એમ દુઃખ બધાં ટળી જાય ને સુખ સઘળું મળી જાય ? તમે આવો વિચાર કરો છો ખરા? શાસ્ત્રોમાં શ્રી જિનપૂજાનું અને સદ્ગુરુઓની સેવા આદિનું જે ફળ લખ્યું છે, તે ફળ શાસ્ત્રોમાં લખ્યા મુજબ શ્રી જિનપૂજા અને સદ્ગુરુઓની સેવા આદિ જેઓ કરે, એમને મળે ને ? એ મુજબ શ્રી જિનપૂજાદિ કરવાનું લક્ષ્ય પણ હોય નહિ અને પછી ફળ મળે નહિ એટલે શાસ્ત્રની હલકાઈ કરવી, એ શું વાજબી છે ? એમ શાસ્ત્રની હલકાઈ કરવાથી સુખી થઈ જવાય ? એટલે, શ્રી જિનની પૂજા આદિના ફળને પામવા માટે, મનને પલટાવવાની જરૂર પહેલી છે. શ્રી જિનની સાચી પિછાણ થાય અને શ્રી જિનના ઉપકારની સાચી પિછાણ થાય, તો શ્રી જિનની આજ્ઞાની આરાધના કરવાની ક્રમે કરીને તીવ્ર ભાવના જન્મ અને એથી થોડી પણ ભક્તિ મહાફળને પમાડનારી નીવડે. દુઃખમાં પણ પ્રસન્નતાનો અનુભવ કરી શકે ? શ્રી જિનને પૂજતાં પૂજતાં પાપોનો ક્ષય થઈ જાય અને પુણ્યનો બંધ થયા કરે, એથી ઉપસર્નાદિ ટળે અને સુખસામગ્રી મળે, એ કાંઈ બહુ મોટી વાત નથી, પરંતુ શ્રી જિનપૂજાનું સૌથી વિશિષ્ટ અને પ્રત્યક્ષ જેવું ફળ તો મનની પ્રસન્નતા છે. શ્રી જિનની પૂજાને અને શ્રી જિનની પૂજાના ભાવને પામતાં પૂર્વે એવાં દઢ પાપો ઉપાજ્ય હોય કે એના યોગે ઉપસગદિ આવે, પરંતુ શ્રી જિનપૂજાના યોગે આત્મામાં જો ગુણનું પ્રગટીકરણ થવા પામ્યું હોય, તો ઉપસગદિના સમયે પણ મન અપ્રસન્નતાનો અનુભવ કરે નહિ, પરંતુ પ્રસન્નતાનો અનુભવ કરે. શ્રી જિનની પૂજા કરનારો, શ્રી જિનની પૂજા કરીને સદ્ગુરુનો સુયોગ હોય તો સદ્ગુરુની પાસે પણ જાય ને ? સદ્ગરની પાસે જઈને દૂ ૨૧-જિનપૂજા અને તેનું ફળ mela Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38