Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ રીતે ભોગવાશે કે જેટલો સંસાર ભોગવાયો એટલા સંસારથી છૂટ્યા, એટલે મનને થશે કે ક્ષણે ક્ષણે હું મારા મોક્ષની નિકટમાં જઈ રહ્યો છું અને એથી સંસારનો એવો ભોગવટો પણ મનની પ્રસન્નતામાં બાધાકારી નહિ નીવડે. આ રીતે શ્રી જિનપૂજા કરનારાઓના ઉપસર્ગો નાશ પામી જાય ને વિહ્નો ટળી જાય, એ બહુ મોટી વાત નથી. –આવું ફળ જોઈએ છે ને ? હા, તો એ માટે પહેલાં સંસારની ઇચ્છા ઉપર કાપ મૂકવાની તૈયારી છે? શાસ્ત્રની હલકાઈ કરવાથી સુખી થઈ જવાય? આ વાતને નહિ સમજી શકનારાઓ. શ્રી જિનના દર્શન-પૂજનાદિથી ઉભગી જાય અગર તો શ્રી જિનના દર્શન-પૂજન આદિના નિંદક બની જાય, તો એ પણ બનવાજોગ છે. આજે તમે જે દર્શન-પૂજનાદિ કરો છો અને જે પ્રકારે તમે એ દર્શન-પૂજનાદિ કરો છો, તેનાથી ઉપસર્ગો ક્ષીણ થઈ જાય ? વિનોનો વિનાશ થઈ જાય ? મન પ્રસન્નભાવમાં જ રમ્યા કરવા જોગી સ્થિતિ પેદા થઈ જાય ? અને જો ઉપસર્ગો ક્ષીણ ન થાય, વિદનોનું વિદારણ ન થાય તથા મનની અપ્રસન્નતા ટળે નહિ, તો પછી એમ માનવાનું કે આ કાળમાં શ્રી જિનભક્તિનો મહિમા રહ્યો નથી ? તમારી ભૂલ તરફ તમારે જોવાનું જ નહિ ? તમે જે કાંઈ ભક્તિ કરો છો, તેમાં શો માલ છે, એય તમારે જોવું પડશે કે નહિ? અરે, જેઓ બહુ ઉમદા ભાવે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ કરતા, તેઓ પણ જો તેમને માથે આપત્તિ આવે, તો માનતા કે “જે કાળમાં મને શ્રી જિનની આજ્ઞાનું પાલન નહિ મળેલું, તે કાળમાં મેં જે ભયંકર કોટિનાં પાપાચરણો આચરેલાં અને સંસારના ભાવથી સત્કૃત્યોને પણ દૂષિત કરેલાં, તેનું આ પરિણામ છે અને એ મારે ભોગવવું તો પડે ને ?' એવા વિવેકી આત્માઓને તો મનમાં એમ થાય કે ‘શ્રી જિનની આજ્ઞાનું સર્વોત્તમ કોટિનું પાલન સાધુપણા વિના થઈ શકે નહિ. શ્રી B ૮ ક પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38