________________
પાપોદયથી શું થાય ?
ઉપસર્ગો અને વિઘ્નો આવે. એ વખતે તો મન પ્રસન્ન રહી શકે જ
નહિ ને ?
આ બધાનું કારણ શું ?
સંસાર !
અને તેમ છતાંય, ઇચ્છા સંસારની ?
ઇચ્છા મોક્ષની જોઈએ અને સાંસારિક ઇચ્છા થઈ જાય તોય મનમાં તેનો અણગમો જોઈએ.
શ્રી જિનપૂજાના ફળને પામવું હશે, તો તમારે આ સમજી લેવું પડશે અને સમજીને મનમાંથી સંસારની ઇચ્છાને હઠાવી દઈને, સંસારની ઇચ્છાના સ્થાને મોક્ષની ઇચ્છાને સ્થાપિત કરી દેવી પડશે.
પૂજાનું ફળ મન પલટાયે મળે :
તમે લોકો એમ સમજી બેઠા છો ને કે થોડુંક દર્શન-પૂજન કરી લીધું, એટલે ઉપસર્ગો બધા નાશ પામી જાય અને વિઘ્નો બધાં ટળી જાય ? કોરી સંસારની ઇચ્છાથી જ દર્શન-પૂજન કરે, તોય એ ફળ મળે ? અને સંસારની ઇચ્છાનું તો કોઈ ફળ જ નહિ, એમ ?
જ્ઞાનીઓ ફરમાવે છે કે શ્રી જિનપૂજા જો સાચી રીતે કરવી હશે, તો એ માટે મનમાં પલટો લાવવો પડશે. એવો પલટો લાવવો પડશે કે મારે જોઈએ છે તો એક મોક્ષ જ. મારું ધાર્યું મળતું હોય, તો મને એક મોક્ષ સિવાય બીજા કશાનો જ ખપ નથી. બીજી જે કોઈ ઇચ્છા મને થઈ જાય છે, તે મારી નબળાઈને આભારી છે અને એ નબળાઈ મારા ઉપાર્જેલા સંસારને આભારી છે. મારે સંસારથી મુક્ત બનવું છે.' આમ થશે, એટલે મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનના દર્શન-પૂજનમાં ખૂબ ઉલ્લાસ આવશે અને મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનની સેવા થઈ શકવા બદલ, મન અસાધારણ કોટિની પ્રસન્નતાને પામશે.
સંસારની ઇચ્છા રાખ્યા વગર અને મોક્ષની ઇચ્છાને બરાબર જાળવી રાખીને, કર્મવશ જો સંસાર ભોગવાશે, તો તે સંસારેય એવી
૨૧-જિનપૂજા અને તેનું ફળ
Jain Education International
For Personal & Private Use Only
૭
www.jainelibrary.org