Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાહેર વિજ્ઞાત સંવત્ ૧૯૯૦માં શ્રી રાજનગર (અમદાવાદ)માં અખિલ ભારત' વાપીંય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલન ભરાયું એ પ્રસંગ દરેક જૈનને યાદ હશે. આ મુનિસમેલનમાં બીજા બીજા પ્રશ્નોની સાથે–અન્ય ધમીઓ તરકથી જૈનધર્મ કે તેના કોઈ પણ અંગજેન તીર્થો, જૈન સાહિત્ય વગેરે–ઉપર જે કંઈ આક્ષેપો કરવામાં આવે તેને યોગ્ય પ્રતિકાર કેમ કરે તે માટે વિચારણા કરવામાં આવી હતી. અને એ વિચારણાના ફળરૂપે પાંચ પૂજ્ય મનિમહારાજની એક સમિતિ નીમીને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સંવત ૧૯૧માં આ સમિતિએ પિતાને સોંપાયેલું કામ પૂરું પાડવા માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામનું માસિક પત્ર પ્રગટ કરવું શરું કર્યું. આ માસિક છેલ્લા પાંચ વર્ષથી નિયમિત રીતે પ્રગટ થાય છે અને જેનધમ કે તેના કોઈ પણ અંગ ઉપર કરવામાં આવતા આક્ષેપોનો યોગ્ય પ્રતિકાર કરવા ઉપરાંત જૈન સાહિત્ય, કળા, તત્ત્વજ્ઞાન કે ઇતિહાસ વિષયક વાચન સમાજ સમક્ષ રજુ કરી રહ્યું છે. અમને લાગે છે કે જે ઉદ્દેશથી આ સમિતિ અને આ માસિકની સ્થાપના થઈ હતી તે ઉદ્દેશને સંપૂર્ણ રીતે પહોંચી વળવું એકલા હાથનું કામ નથી. એ કામ સંપૂર્ણ રીતે કરવું હોય તો આખા સંઘને સક્રિય સહકાર મળવો જોઈએ. એટલે અમે સમસ્ત શ્રી સંઘને-સૌ જૈન ભાઈઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે કઈ પણ વર્તમાનપત્ર કે કઈ પણ પુસ્તકમાં અજેને તરફથી કે તેરાપંથી, સ્થાનકવાસી યા દિગંબરો તરફથી જૈનધર્મ, જૈન તીર્થ કે જૈન સાહિત્ય વગેરે ઉપર આક્ષેપ કરેલા જોવામાં આવે તે તેની માહીતી અમને નીચેના સરનામે લખી એકલી આભારી કરે. આશા છે દરેક જન ભાઈ અમને આટલે સહકાર જરૂર આપશે! વ્યવસ્થાપક, શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52