________________
અંક ૧-૨ ] સરાક જાતિ
[૨૭ ] યવન રાજ્યકાળમાં કલિંગમાં જૈનધર્મ
ઇ. સ. પૂર્વે ૮૫૦ માં થઇ ગએલ નિર્ચથ પાર્શ્વ જ્યારે કુમારદશામાં હતા તે સમયે રાજ્યકારણને લઇને તેમણે કલિંગના યવન રાજા સામે ચડાઈ કરેલ અને જય મેળવેલ. કુમાર પાસે દીક્ષા અંગીકાર કર્યા પછી તેમના વિહાર પૈકીનું એક ચતું માસ કલિંગમાં થએલ તે પરથી સહેજે જાણી શકાય છે કે-તેમના સમયમાં જનધર્મને પ્રચાર આ પ્રદેશમાં થઇ ગએલ હોવો જોઈએ. (જુએ. ભાવદેવસૂરિકૃત “ પાર્શ્વનાથ ચરિત્ર)
ઇ. સ. પૂર્વે ૬૦૦ માં થઈ ગએલ જૈનશ્રમણ મહાવીરને ધર્મોપદેશ આ ભૂમિ પર સારા પ્રમાણમાં થએલ. તેમ અહિંસાના ઉપદેશથી અહી ની પ્રજામાં જૈનમેં સજડ મૂળ રેયાં હતાં. શિશુનાગવંશના રાજ્યકાળથી માંડી મૌય અને ચેદીવંશના શાસનમાં આ પ્રદેશમાં જનધર્મ ઉન્નતિ પર હતે. સકળ હિંદમાં જનોના કેન્દ્રસ્થાનની ગણના આ પ્રદેશમાં થતી, તેમ જૈનશ્રમણ મહટી સંખ્યામાં આ પ્રદેશમાં વિહાર કરતા.
ખંડગિરિ પર્વત પરની હાથીગુફામાં એક પુરાતન શિલાલેખ કતરાએલ છે. તેમાં જણાવેલ છે કે-મહારાજા ખારવેલના રાજ્યગાદીના ચોથા વર્ષે એક જુનું ચય તેણે સમરાવ્યું. તેમાં છત્ર તેમજ કલશે આણી આપ્યાં. કહે છે કે-રાષ્ટિક અને ભેજક તેમ તેના ખંડીઆ રાજાઓમાં ત્રિરત્ન (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) માં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે તેણે આ પ્રમાણે કર્યું હતું. આ પરથી એમ જણાઈ આવે છે કે-કલિંગના પહેલા રાજાઓના સમયમાં આ ચૈન્ય બનાવેલ હતું. તેમ તેના ખંડઆ રાજાઓમાં જૈનધર્મનો પ્રચાર કરેલ.
મૌર્યવંશીય મહારાજા ચન્દ્રગુપ્તના રાજ્યકાળથી તે મહારાજા દશરથ અને સંપત્તિને રાજ્યશાસનમાં જૈનધર્મ આ પ્રદેશમાં ઉન્નતિ પર હતા. દરમ્યાન ઈ. સ. પૂર્વે ૨ ૬૧ માં સમ્રાટ અશોકના લિંગના વિજય પછી ઓરિસ્સા ( કલિંગનો પ્રદેશ) પિતાના રાજ્ય સાથે જોડી દીધેલ. મૌર્યયુગમાં સમ્રાટ અશોકે શાકયમુનિના ઉપદેશથી બૌદ્ધધર્મના પ્રચાર માટે જે કાર્ય કરેલ તેવી જ રીતે તેમના પૌત્ર મહારાજા દશરથ અને મહારાજા સંપ્રતિ જેવા જન નૃપતિઓએ જનધર્મના પ્રચાર માટે કર્મચારીઓ અને યતિઓ દ્વારા હિંદ અને તેને બહારના પ્રદેશમાં બહેળા પ્રમાણમાં પ્રચાર કરાવેલ હતું. (જુઓ. પ્રભાચંદ્રસૂરિકૃત-“પ્રભાવક ચરિત્ર'માં સંપ્રતિબંધ.) મૌર્યવંના રાજકર્તાઓના સમયમાં આ જિલ્લામાં લાખોની સંખ્યામાં જેને વસવાટ હતો કલંગમાં આવેલ ખડગિરિ, ઉદયગિરિ નામની પવિત્ર ટેકરીઓમાં રાજ, મહારાજા તેમ ધનિકોએ કોતરાવેલ શિક પકળામય સુયોગ્ય ગુફાઓ જૈન યતિઓ તેમ શ્રમણથી ચારે બાજુએ ભરેલી હતી. ઉકત ગુફાઓ પૈકી કેટલીક ગુફાઓમાં ઈ. સ. પૂર્વેના શિલાલેખે મળી આવેલ છે જે મૌર્ષક ળની બ્રાહ્મીલિપિમાં કાતરાએલ છે.
ખંડગિરિ પર્વત પરની હાથી ગુફામાં એક મોટો શિલાલેખ સત્તર લાઇનમાં બ્રાહ્મી લિપિમાં કેતરાએલ છે, જે ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દીના સમયને છે. લેખના પ્રારંભમાં જેના “નસરકારમંત્ર” નાં બે પદો આપેલ છે. તેમ વર્ગપુરી ગુફાના શિલાલેખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org