Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ અંક ૧-૨] દશ વક [૧૩] નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને એકલે હતાં. પ્રભુશ્રો મહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશત્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતું. તે એક વખત મધ્યરાતે પોતાની અવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયા. તેણે તેનાં મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે- “ અરે કંડોલિક, ગોશાલ સંખલિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણ સારી છે, કારણ કે તેમાં ઉધમાદિક કાંઈ પણ નથી. તે એમ કહે છે કે-છ ઉદ્યમ કરે, છતાં પુરૂષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વિરપ્રભુની પ્રરૂપણા સારી નથી, કારણ કે તે ઉધમ વગેરેને સ્વીકારે છે.” આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કંડકાલિકે યુતિ પૂર્વક પ્રશ્ન કર્યો “હે દેવ, જો એમ હોય તે તને આ જે દેવતાઈ ઋહિ મળી છે તે ઉધમાદિક સાધનોની સેવાથી મળી કે તે વિના મળી? એ કહે.” દેવે જણાવ્યું: “હે કંડકાલિક, ઉધમદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામે છું.' કુંડલિકે કહ્યું “જો ઉધમાદિ સાધને સિવાય તને આ ઋદ્ધિ મલી હોય તે તેવા બીજા અને તેવી ઋદ્ધિ કેમ મલતી નથી? ઉધમદિ વિનાના જીવને તારા (ગાથાલાના) મતે દેવપણું મલવું જોઈએ, પણ તેમ તે નથી. અને જો તું એમ કહીશ કેમને ઉધમાદિયી આ ઋદ્ધિ મલી, તે પછી “ગોશાલાને મત સારે છે” એમ તારાથી કહી શકાય જ નહિ.' આથી દેવ નિરૂત્તર બન્યું. એટલે મુદ્રા અને ઉત્તરાસંગ વમ જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયે. કેટલોક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડલિક પગે ચાલીને પ્રભુ દેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવનો માફૂક જાગૃવી. જ્યારે કુંડલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરસર કરવાની બીના જણાવવા પૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કંડકાલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચંદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિમાન કર્યું અને અંતે એક માસની સંખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવકમાં અરૂણુવ્રજ વિમાનની અંદર ચાર પલ્યોપમના આઉખે દેવ થયા. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૭ મહાગ્રાવક સાહપુર પલાસપુર નગરમાં સાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે ગોશાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સેનાની હતી. તેમાંનું એક કરોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગોકુળ હતું. તેમને આધીન કુંભારની પાંચસે દુકાન હતી. આ સાલપુત્ર એક વખત મધરાતે અશક વાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રકટ થઈને કહ્યું “હે દેવાનુપ્રિય, અહી મહામાહણ કેવલજ્ઞાન કે દર્શનના ધારક શ્રી. અરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીથી સેવન કરવી.” આ પ્રમાણે બે ત્રણવાર કહીને તે દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226