Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 218
________________ રાજાધિરાજ લેખક – શ્રીયુત બાલાભાઈ વીરચંદ દેસાઈ ની નગરી અલકાપુરી તે કોઈએ જોઈ નહોતી; પણ મેટા મેટા શાહસેદાગર કે વાત કરતા, કે ભાઈ, અલકાપુરી જેવી હોય તે એકવાર રાજગૃહિ જજે ! આ એ જ અલકાપુરી બનેલું રાજગૃહિ ! મગધનું પ્રતાપી પાટનગર. એના વૈભવશાળી બજારે વચ્ચેથી જયારે રત્નકંબલના વેપારીએ પોતાના સાંઢિયાને ઊભા કર્યા ત્યારે સમીસાંજ થતી જતી હતી. રાજગૃહિના ઊંચા ઊંચા પ્રાસાદે પર સધ્યા રંગબેરંગી સાલુ ફરફરાવી રહી હતી અને રાજદરવાજે ચોઘડિયાં હમણાં જ આરંભાયાં હતાં. રાજાજીના બગીચાનાં સૂર્યમૂખી લે પણ હમણાં જ પૂર્વભણી માં ફેરવી ગયાં હતાં. ને રાજાજીનું શયનાબાર ભાવવા ધસીઓ મંદારપુષ્પની માળાએ જલદી જલદી ગૂંથવા હરીફાઈ આદરી બેઠી હતી. “ જોઈ લીધી આ અલકાપુરી ! થાકયા ભાઈ, આ ગામના લેકથી. સાળ મેળ રત્નકંબલમાંથી એકનેય ભાર ઓછો ન થયે!” સાંઢિયા દેરીને નગરના દરવાજા તરફ પાછા ફરતે એ શાહદાગર આ નગરી પર ભાડું લગાડી રહ્યો હતે. ચીન જેટલે દૂર દેશાવરથી એણે રેશમ આપ્યું હતું ઇરાનની અમૂલખ ગૂંથણી એના પર ચઢાવી હતી. રોનકંબલ જોઈને ભલભલા વેપારીઓ છક થઇ જતા. સહુ એકી અવાજે કહેતાઃ “ભાઇ, રાજગૃહિ જા ! ત્યાં કોઈ કદરદાન જરૂર મળશે.' પણ રાજગૃહિને આંટે નિષ્ફળ ગયો. રાજગૃહિના રાજાએ તે સ્પષ્ટ કહ્યું : “ આવાં બહુમૂલ્ય વસ્ત્રો ખરીદી પ્રજાને માથે હું ભાર લાદવા માગતા નથી.” અને જે વસ્તુને ખરીદવાની હિંમત ખૂદ રાજાજી ન કરી શકે, એ ખરીદવાનું સ્વપ્ન પણ બીજો કેણ માણી શકે ? શાહદાગરની નિરાશાને પાર નહે. એ નગરીને અને પિતાના ભાગ્યને કેસ દરવાજા ભણી જતું હતું. એ વેળા એક અંએ આવી વિનંતી કરી : સોદાગરજી, ઘડીવાર થોભો. મારા માલિકને ખબર કરી પાછી આવું છું. કદાચ એ તમારી બધી રત્નકંબલે ખરીદી લેશે.” સેદાગર હ. એને આ સ્ત્રી ઘેલી લાગી, એણે પ્રશ્ન કર્યો? “પગલી, તારે માલિક કોણ? અને મારા નિકંબલની કિંમત તું જાણે છે ?” “ મારે માલિક નગરશેઠ શાલિભદ્ર. કિંમત જાણવાની મને પરવા નથી. કૃપા કરીને ક્ષણવાર ભો!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226