Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 145
________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : જૈન સ્થાપત્યો ભારતવર્ષના ખુણે ખુણે પથરાએલાં છે, પરંતુ પ્રસ્તુત લેખથાં જે સ્થાપત્યોનું વર્ણન કરવાનું યોગ્ય ધાર્યું છે, તે સ્થાપત્ય મુસલમાની સલતનતના સમયમાં ભૂગર્ભમાં સમાવી દેવામાં આવ્યાં હતાં. આ સ્થાપત્ય અને એરીસામાં આવેલા ઉદયગિરિ અને ખેડગિરિ ઉપરનાં કેટલાક સ્થાપત્ય સિવાયનાં બીજા કેટલાં સ્થાપત્યો હજુ ભૂગર્ભમાં સમાએલાં પડ્યાં હશે, તે તે જ્ઞાની મહારાજ જ જાણી શકે. “મથુરાના તૂપનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિએ વિક્રમની ચઉદમી સદીમાં રચેલા વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રન્થમાં “મથુરા કલ્પ'માં કરેલું છે, જેનું ગુજરાતી ભાષાંતર “જન સત્ય પ્રકાશન પ્રથમ વર્ષના અંક ૩ પૃષ્ઠ ૬૪થી ૭૩, અક ૪ પૃષ્ઠ ૧૧રથી ૧૧૪, અંક ૫ પૃષ્ઠ ૧૪૫થી ૧૪૯ અને આંક ૬ પૃષ્ઠ ૧૭૮થી ૧૮રમાં મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ છપાવેલું છે. આ “મથુરા કલ્પ' સિવાય પણ બીજાં ઘણાં સ્થળોનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિ છએ ઉપર્યુક્ત ગ્રંથમાં કરેલું છે, જેમાંના ઘણાંએ તીર્થસ્થળનું નામનિશાન પણ આજ જણાતું નથી, તેનું મુખ્ય કારણ જેની ઘટતી જતી વસતી તથા તે તરફની ઉદાસીન ભાવના છે. આ ભથુરાને કંકાલી ટીલ વર્તમાન મથુરા શહેરથી લગભગ અડધો માઈલ દૂર નય ખુણા તરફ આવે છે. આ ટીલાનું નામ ત્યાં આવેલા એક આધુનિક મંદિરની અંદરની જુની કતરણીવાળા થાંભલા મધ્યેની હિંદુ દેવી કે જેનું નામ કંકાલી છે તેના ઉપરથી કંકાલી ટી” એવું આપવામાં આવ્યું છે. આ મંદિર, એક કુવે અને ઈ. સ. ૧૮૯૦-૯૧માં ડે. કુહર (Fahrer) ની દેખરેખ નીચે ખોદાયેલા જનસ્તૂપની વચ્ચે આવેલું છે. આ ટીલે ૫૦૦ ફૂટ લાંબો અને ૩૫૦ ફૂટ લગભગ પહેળે છે. આ ટીલાનું ખેદકામ પણ જુદા જુદા સમયે અને જુદા જુદા પુરાતત્ત્વવેત્તાઓની દેખરેખ નીચે બ્રિટિશ સરકાર તરફથી કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૭૧ના માર્ચ અને નવેમ્બર માસમાં જનરલ કનિંગહામની દેખરેખ નીચે ટીલાની પશ્ચિમ તરફના ખુણાનું, સી ગ્રેઝ (Grorse)ની દેખરેખા નિચે ઈ. સ. ૧૮૭૫માં ઉત્તર તરફના ખુણાનું, અને ડૉ. બર્જેસ (Burgess) તથા ડે. કૂહરની દેખરેખ નીચે પૂર્વ તરફના ખુણાનું ઇ. સ. ૧૮૮૭થી ૧૮૮૬ દરમ્યાન જુદા જુદા વખતે તથા મી. ગ્રોઝની પહેલાં મથુરાના મેજીસ્ટ્રેટ તરીકે આવેલા મી. હાર્ડિ જની દેખરેખ નીચે પણ કેટલુંક ખેદકામ કરવામાં આવ્યું હતું અને આ રીતે જુદા જુદા નિષ્ણુતની દેખરેખ નીચે ખોદકામ થએલું હોવાથી અને કેટલીક ખોદનારાઓની ભૂલથી વર્તમાન સ્થાપત્યોને મેટ ભાગ ખંડિત થઈ ગએલો છે. આ “કંકાલી ટીલા માંથી ખોદી કાઢેલાં સ્થાપત્યો પૈકીના મોટા ભાગનાં ચિત્રો ઇ. સ. ૧૯૦૧માં પ્રસિદ્ધ થએલા “The Jain Stupa and Other Antiquities of Mathura' નામના પુસ્તકમાં સ્વર્ગસ્થ વિન્સેન્ટ સ્મિથની ટુંકી નોંધ સાથે અંગ્રેજી ભાષામાં છપાએલા છે. તે ઉપરાંત મથુરાનાં શિલાલેખે ઉપર વર્ગસ્થ છે. બુલરે “એપિઝારીયા ઇડીના પહેલા વેલ્યુમમાં “ New Jaina Inscriptims from Mathura” નામનાં નિબંધમાં પૃષ્ઠ ૩૭૧થી ૩૮૭ ઉપર પાંત્રીસ શિલાલેખોની, તા એપિંગ્રાફિયા ઇન્ડીકા ના બીજા વેલ્યુમમાં " Fuather Jaina Inscriptions For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226