Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 171
________________ [૧૨] શ્રી જિન સત્ય પ્રકાશ-વિશેષાંક પણ તેમના માર્ગને અનુસરીશ.” પછી એક વખત સમયને બરાબર લાભ લઈને રૂકિમણીએ પિતાના પિતાને કહ્યું કે “હે પૂજ્ય પિતાશ્રી, જેને વરવાને માટે હું હંમેશાં ઝંખ્યા કરું છું તે વર્ષ અત્રે આવેલ છે માટે મને વજીસ્વામીની સાથે જ પાણિગ્રહણ કરાવે, નહિ તે મારે અમિનું શરણ લેવું પડશે. આવી રીતે લજાને ત્યાગ કરીને જે આ વતુ મારે આપનો આગળ કહે પડે છે તેનું કારણ એક જ છે કે એ વજીસ્વામી ખરેખર મારા ભાગ્યે દયને લીધે જ અત્રે આવ્યા છે, પરંતુ એ મહાપુરૂષ અત્રે વધારે વખત નહિ રહે એ મને ભય રહે છે. અને કદાચ આજ જ તેઓ ચાલ્યા જશે તે હાથમાંથી ઉડી ગયેલ પક્ષોની જેમ પાછા કયારે આપશે તે કાંઇ સમજી શકાય નહિ.” આ પ્રમાણે પુરીને આમ જે મેહને વશ થયેલા ધન શ્રેષ્ઠી તરત જ પિતાની પુત્રીને, વિવાહને અલં મેરેથી શણગારીને, વજીસ્વામીજી જ્યાં હતા ત્યાં લઈ ગયા અને “વરનારને ધન દેખીને લેભ થશે” એવી બુદ્ધિથી સાથે સાથે અઢળક ધન પણ લઈ ગયા. ધનશે વજસ્વામીજીને અંજલિ જેડીને વિતપ્તિ કરી કે “હે પ્રભો, મારા ઉપર કૃપા કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરી એનું જીવન સફળ કરે, કારણ કે એ આપને જ વરવા ઈચછે છે. વલી જીવન પર્યત દાન અને ભોગથી ખુટે નહી તેટલા આ અપરિમિત ધનને પણ કૃપા કરીને સ્વીકારે.” આ સાંભળીને કૃપાસમુદ્ર વજીસ્વામીજીએ ઉત્તર આપેઃ “હે શ્રેષ્ઠિન, તમે ભેળા લાગે છે. પિતે સાંસારિક કારાગૃહમાં પડીને બીજાઓને પણ તેમાં નાંખવા ઇચ્છે છે. તમારા વ્યકેટોને પશુ શું ઉપયોગ છે, કારણ કે તે તે કેવળ આત્માને બંધનમાં જ રાખે છે. અમે તે આત્માન વાંછુ રહ્યા, અમારે એવી સંસાર વધારનારી વસ્તુઓને પડછાયો પણ ન જોઈએ. વિષય વિષ કરતાં પણ અધિક ભયંકર છે, કારણ કે જન્માંતરમાં પણ પ્રાણુઓને અનર્થકારી થઈ પડે છે. માટે હે મહાનુભાવ, તમે તમારે માર્ગે જાઓ અને આ નિરર્થક પ્રયત્ન છોડી છે. તમારી આ કન્યા મારા ઉપર જ અનુરાગ ધરાવતી હોય અને પિતાના મનથી મને જ ઇચ્છતી હોય તે તેણે વિષયાસકિતમાં ન ફસાતાં વિવેક પૂર્વ મોક્ષ સુખને આપનાર એવા જ્ઞાનદર્શન યુક્ત ચારિત્ર વ્રતને ધારણ કરવું ઘટે! હુ જે કહું છું તે સર્વ તેના હિતને માટે જ છે, એમ સમજજે.” આ પ્રમાણે વાસ્વામી ભગવાનના ઉપદેશથી, લઘુમ્ભ હોવાથી, પ્રતિબોધને પામેલી રુકિમણીએ તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી. આવું દશ્ય જોઈને “ખરેખર આ જ ધર્મ શ્રેયસ્કર છે” એમ વિચારી ઘણા લોકે પ્રતિબંધ પામ્યા. અને વજીસ્વામી ત્યાંથી બીજે ઠેકાણે વિહાર કરી ગયા. તે વખતે જમથી સંસદ્ધ એવી પદાનુસાણિી લબ્ધિને ધારણ કરનારા અને શ્રી સંધનો ઉપકાર કરવામાં જ જેમનું લક્ષ છે તેવા શ્રી. વજીસ્વામી ભગવાને આચારાંગ સૂત્રના મા૫રિજ્ઞા નામના અધ્યયનમાંથી આકાશગામિની વિશ્વને ઉદ્ધાર કર્યો, પરંતુ કહ્યું કે હવે કાલના અનુસારે ભાવમાં જીવે અલ્પબુદ્ધિવાળા અને બહુ જ અલ્પ સત્ત્વને ધારણ કરનાર થશે અને આ વિદ્યા ભારે જ ધારણ કરવાની છે, અને આ વિધાથી જબૂદીપથી લઈને માનુષોત્તર પર્વત સુધી જવા આવવાની શક્તિ પ્રાપ્ત થાય છે.” પછી અમે વજસ્વામીજી વિહાર કરતાં કરતાં ઉત્તર તરફના પ્રદેશમાં વિચરવા લાગ્યા. એક વખત ત્યાં વૃષ્ટિના અભાવે અત્યંત ભયંકર દુકાળ પડે અને અન્નનો ઘણે અભાવ દેખાવા લાગ્યો. અન્નના અભાવને લઈને તેઓને પણ સાધુઓની જેમ ઉમેરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226