Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વૃક્ષને પૂર્વ તરફ ગણીને રાખીને) પશ્ચિમ તરફ, પછી ઉત્તર તરફ, પછી પૂર્વ તરફ, પછી દક્ષિણ તરફ એ રીતે શીયાળણીના શબ્દ સુધી જઇને લાઇન દેરી નકકી કરી. એ પ્રમાણે નગરની રચના સમચોરસ રાખી. ત્યારપછી નિમિત્તિઓએ નકકી કરેલી લાઈનદોરી પ્રમાણે તે સ્થળે રાજાએ નગર વસાવ્યું અને તે નગર પાટલાના ઝાડને લઈને પાટલીપુત્ર એ નામથી પ્રસિદ્ધિ પામ્યું, * કાળાન્તરે વિકસ્વર ઘણાં કુસુમ (પુષ્પના સમુદાય) વડે શોભાયમાન હોવાથી તે જ પાટલીપુત્ર નગર કુસુમપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. ઉદાયીરાજાએ આ નવા નગરમાં શ્રી. નેમિનાથ ભગવાનનું ચિત્ય બંધાવ્યું અને ત્યાં હાથીશાળા, અશ્વશાળા, રશાળા, મેટા નાના મહેલ, દરવાજા, બજાર, દાનશાળા, પૌષધશાળા વગેરે તૈયાર કરાવ્યાં. આ નગરમાં ઉદાયીરાજાએ જેમ લાંબા કાળ સુધી રાજ્ય પાલન કર્યું તેવી રીતે જૈનધર્મની પશુ અપૂર્વ પ્રભાવના કરી. એક વખત ઉદાયીરાજા પૌષધવ્રતમાં રહ્યા હતા તે વખતે વિનયરત્નના પ્રપંચથી ઉદાયીરાજા કાળધર્મ પામી દેવલોકની ઋદ્ધિ પામ્યા. ત્યારબાદ એટલે પ્રભુ શ્રી. મહાવીરના નિર્વાણથી આઠ વર્ષ વીત્યા બાદ હજામ અને ગણિકાને પુત્ર નદ નામે રાજા થયે. અનુક્રમે નવમા નન્દરાજાના વખતમાં પરમહંત (મહાશ્રાવક) કલ્પકના વંશમાં થયેલા શકાળ નામે મંત્રી થયા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્ર અને યક્ષા ૧, યક્ષદા ર, ભૂતા ૩, ભૂતદત્તા ૪, એણે (સણા) પ, વેણ ૬, અને રેણ ૭ એ નામની સાત પુત્રીઓ હતી. યક્ષાદિ સાત પુત્રીઓની યાદશક્તિની બાબતમાં એમ કહ્યું છે કે પ્રથમ પુત્રીને એક વાર કહેવામાં જે આવે તે યાદ રહી જાય. એમ બીજને બે વાર કહેવાથી યાદ રહી જાય. ત્રીજીને ત્રણ વાર, ચોથીને ચાર, પાંચમીને પાંચ વાર, છઠ્ઠીને છ વાર અને સાતમીને સાત વાર કહેલી બીના યાદ રહી જાય. કોશાવેશ્યા અને તેની બહેન કયકોશા એ બંનેની જન્મભૂમિ તરીકે આ નગર પ્રસિદ્ધ છે. આ જ પાટલીપુત્ર નગરમાં મન્ટોશ્વર ચાણકયે નંદરાજાનું રાજ્ય મૂળથી ઉખેડીને મૌર્ય વંશના શ્રી. ચંદ્રગુપ્તને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. તે ચંદ્રગુપ્ત રાજાના વંશમાં અનુ. ક્રમે બિન્દુસાર, અશક, કુણાલ અને સંપ્રતિ એ નામના રાજાઓ થયા. આ કુણાલના પુત્ર સંપ્રતિ મહારાજા ત્રણ ખંડ પ્રમાણ ભરતક્ષેત્રના અધિપતિ હતા. એ મહાભાવિક હતા અને તેમણે અનાય દેશને પણ મુનિવિહારને લાયક બનાવ્યા હતા. સર્વકાળના સમુદાયને ભણનાર રાજા મૂળદેવ અને મહાધનિક અચલ નામના ६ यत उक्तम्-गउडेसु पाडलिपुरे संपइराया तिखंडभरहवई। अज्जસુરિથ૪, પુછ પણ ઘરમા | ગૌડેદેશમાં પાટલીપુત્ર નગરમાં પરમ શ્રાવક ભરતના ત્રણે ખંડના અધિપતિ સંપ્રતિ મહારાજ વિનય પૂર્વક કી. આર્ય સુહસ્તિ ગણધર ભગવંતને (દિવાળીકલ્પની ઉત્પત્તિ વિષય) પ્રશ્ન પૂછે છે. ( દિવાળીક૯૫) • બીજા ગ્રંથમાં દદાયી રાજાની માતાનું નામ પાટલીરાણું હેવાથી નગરનું નામ પાટલીપુત્ર એવું રાખ્યું એમ પણ આવે છે. આથી “પાટલીપુત્ર” શબ્દને અર્થ ઉદાયીરાન પણ કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226