Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 187
________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકારા-વિશેષાંક પુત્ર મહારાજને બેલાવીને આ બીને પૂછી. તેમણે રાણેએ સ્વપ્નમાં જેવું નરકનું સ્વરૂપ જેવું હતું, તે જ પ્રમાણે નરકનું સ્વરૂપ જણાવ્યું. આ સાંભળી રાણીએ કહ્યું, કે હે ભગવન, આપે પણ મારા જેવું સ્વપ્ન જોયું હોય તેમ લાગે છે, કારણ કે મારા સ્વપ્ન દર્શનમાં અને અપતા કહેવામાં લગાર પણ તફાવત જણાતું નથી. આ બાબતમાં આચાર્ય મહારાજે કહ્યું, કે હે રાણ, મેં કંઇ સ્વપ્ન જોયું નથી, પરંતુ પવિત્ર જેનામથી જાણીને આ બીના કહી છે. અવસરે પુષ્પચૂલાએ પૂછયું કે કેવાં કેવાં પાપકર્મો કરીને જીવો નરકમાં જાય છે? ત્યારે ગુરૂમહારાજે કહ્યું, કે હે રાણી! પાંચ કારણને સેવનારા છે નરકમાં જાય છે, તે આ પ્રમાણે ૧ મહારંભ સમારંમ કરનારા, ૨ ધનવિષયમાં તીવ્ર આસહિત રાખનારા, ૩ ગુરૂની સાથે શત્રુભાવ રાખનારા, ૪ પંચેન્દ્રિયને વધ કરનારા અને ૫ માંસદિરાનું ભક્ષણ કરનારા ! કાળાન્તરે તે દેવે રાણી પુષ્પવાને સ્વપ્નમાં સ્વર્ગદર્શન કરાવ્યું. રાજાએ પૂર્વની માફક આ બાબત પાખંડીઓને પૂછી. તેઓએ કહેલી બીના રાણીએ સ્વપ્નમાં જોયેલી બીના સાથે સરખાવતા મળતી ન આવવાથી રાજાએ છેવટે અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું. જવાબમાં આચાર્ય મહારાજે જયારે સ્વર્ગનું સંપૂર્ણ સ્વરૂપ જણાવ્યું ત્યારે રાણએ પૂછયું કે કયા કયા કારણોથી સ્વર્ગ મળી શકે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે સમ્યકત્વ. સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મની આરાધના વગેરે કારણેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ બીના સાંભળી સણું લઘુકમી હોવાથી પ્રતિબંધ પામી અને તેણે દીક્ષાગ્રહણ કરવા માટે રાજાની પાસે આજ્ઞા માગી, ત્યારે રાજાએ કહ્યું કે મારે ઘરે જ હમેશ ભિક્ષાગ્રહણ કરવાની કબુલાત હોય તે ખુશીથી દીક્ષા ગ્રહણ કર. રાણોએ તેમ કરવા કબૂલ કર્યું. ત્યારબાદ મહોત્સવ પૂર્વક રાણીએ આચાયેની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે ભણી ગણી ગીતાર્થ થઈ. એક વખત આચાર્ય મહારાજે શ્રુતજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે ભવિષ્યમાં અમુક વખતે દુકાળ પડશે, આ કારણથી તમામ સાધુસમુદાયને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યું, અને પોતે તે જધાની વ્યાધિને લઈને ત્યાં જ રહ્યા. આ વખતે પુષ્પચૂલા સાધ્વી અતઃપુરમાંથી ભાત પાણી લાવી આપતાં હતાં. સાધ્વી પુછપચેલા આવા પ્રકારની ગુરૂભૂતિ ઉત્તમ ભાવનાથી કરતા હતા જેના પરિ ણામે એક વખત ક્ષેપક શ્રેણિમાં ચઢીને મોહનીયદિ ચારેપ ઘતિકર્મ હણી કેવળજ્ઞાન પામ્યા. આથી ઉચ્ચ કોટિને પામ્યા છતાં પણ તે સાધ્વી (પુષ્પચલા) ગુરૂમહારાજનું વૈયાવચ્ચ (ગોચરી વગેરે) પૂર્વની માફક કાયમ કરતા હતા. જ્યાં સુધી ગુરૂમહારાજને આ કેવળી છે એમ જાણવામાં ન આવ્યું ત્યાં સુધી વૈયાવચ્ચાદિ શુશ્રુષા ચાલુ રાખી. આ પ્રસંગે યવહારની બીન એ સમજવાની છે કે “કેવળી છતાં પણ વિનયને ચકતા નથી.” * રત્નપ્રભાદિ સાત નરક છે. તેમાં રહેલા નારીના જીને ત્રણ પ્રકારની વેદના (ક્ષેત્રકૃત, પરમધાર્મિ કકૃત, પરસ્પરકૃત વેદના) છે, ઈત્યાદિ નરનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ બાબતને વિસ્તાર . નવી અને પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થથી જાણ. ૫ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય; આ ચાર કર્મે આત્માના શાનાદ ગુણેને ઢાંકનાર હોવાથી ધાતિકર્મ કહેવાય છે. Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226