Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 190
________________ અ′ફ ૧–૨] પાટલીપુત્ર [ ૧૮૧ ] સાર્થ વાહ તથા વૈશ્યાએમાં અગ્રેસર દેવદત્તા નામની મણિકા એ ત્રણે પૂર્વે આ નગરમાં રહેતા હતા. પૂજ્ય શ્રી. ઉમાસ્વાતિ વાચક છ મહારાજે ભાષ્યકહિત તત્ત્વા સૂત્રની આ નગરમાં રચના કરી હતી. આ ઉભાાતિ મહારાજા કૌભીષણ ગેાત્રના હતા અને સંસ્કૃત પાંચસે પ્રકરણાના રચનાર તરીકે પ્રસિદ્ધ હતા. અહીંયાં વિદ્યાનેને સતય પમાડે તેવી ચેરાસી વાશાળાઓ હતી આ નગરની નજીકમાં વિશાળ અને ઉંચા તરંગો જ્યાં ઊછળી રહ્યા છે, એવી ગંગા નદી વહે છે. આ પાટલીપુત્રની નજીકમાં ઉત્તર દિશાએ વિશાલ વાલુકા ( રેતી ઢગલાઓનું) સ્થળ છે. ભવિષ્યમાં પાણીના ઉપદ્રવના પ્રસંગે કલ્કી રાજા અને આચાર્ય શ્રી. પ્રાતિપદ મહારાજ વગેરે શ્રી સંધ આ વાલુકા સ્થલ ઉપર ચઢીને પાણીના ઉપદ્રવથી મુકત થશે તેમજ કલ્કીરાજા અને તેના વંશના ધદત્ત, જિતશત્રુ, અને મેધધેષ વગેરે રાજા પશુ અહીંયાં થશે. આ પાટલીપુત્ર નગરમાં, જ્યાં નદરાજાનું નવાણુ કે ટ દ્રવ્ય સ્થાપન કરેલું છે એવા, પાંચ સ્તૂપો છે. અહીંયાં લક્ષણાવતી નગરીના સુલતાને ( પાદશાહે ) પુષ્કલ દ્રવ્યની ઈચ્છાથી આ સ્તૂપાની ઉપર ધણાએ હુમલા કર્યા એટલે ઉખેડી નાખવાના પ્રયત્નો કર્યા, પણ તે બધા પયત્નો સૈન્યમાં ઉપદ્રવ ફેલાવનારા થયા, એટલે સુલતાન દ્રવ્ય લેવામાં ફાવી શકયા નહીં. આજ નગરમાં યુગપ્રધાન મહાપુરૂષ શ્રી. ભદ્રબાહુસ્વામી, આ મહાગિરિજી, આર્ય સુહસ્તિ સૂરિજી, વજ્રસ્વામી વગેરે પૂજ્ય પુરૂષો વિચમાં હતા અને ભવિષ્યમાં આચાર્ય શ્રી. પ્રતિપદસૂરિ મહારાજ વગેરે પૂજ્ય પુરૂષો વિચરશે. વળી મહાધનવત ધનનામના શેઠની પુત્રી રૂકિમણી કૅ જે વરસ્વામીને પતિ તરીકે સ્વીકારવાની ચાહના રાખતી હતી તેને વજ્રરવામીએ પ્રતિાધ ષમાડીને અહીંયાં દીક્ષા આપી હતી. આ જ નગરમાં અભયા રાણી કે જે મરોને વ્યન્તરીપણે ઉત્પન્ન થઇ હતી તેણીએ સુદર્શન શેઠને શીલથી ચલાવવા માટે વારવાર ઉપસર્ગ કર્યા છતાં પણુ ચલાયમાન ન થયા અને શીલ ધર્મના કસોટીમાં સંપૂર્ણ વિજયશાળી ને વડયા હતા. મહાશીલવીર શ્રી. સ્થૂલિભદ્ર મહારાજા કેશ્યા વેશ્યાની ચિત્રશાલામાં અહીયાં જ ચતુર્માસ રહ્યા હતા. તેઓશ્રી છએ રસવા આહાર વાપરતા હતા અને કાસ્યા વેશ્યાના તીવ્ર અનુરામ હતા છતાં પણ તેમણે પરમશીલભાવને ટકાવી કામશત્રુની ઉપર વિજય મેળવ્યા હતા. તેમની સ્પર્ધાથી સિંહ ગુજ્રાવાસી ૭ ‘વાચક' શબ્દ ઉપરથી સમજવું જોઇએ કે આ મહાપુરૂષ પૂર્વધર હતા. પ્રાચીન કાળમાં પૂર્વના જ્ઞાન સિવાય · વાચક્ર ' પદવી મળી શકે જ નહી' એવા વ્યવહાર હતે. હ્યુ છે કે. बाइ अ खमासमणे दिवायरे वायगत्ति एकट्टे । पुण्यगयंमि य सुत्ते ए ए सहा पयति । અર્થાત્ વાદીપટ્ટી, ક્ષમાશ્રમણપદવી. દિવાકરપદવી કે વાચકપદવી એ ચારમાંથી ઈપણ પદવી પૂગત જ્ઞાન હોય તે જ મળી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226