Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પદ્યનું અવલોકન લેખકઃ શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. એવો કંઇ નિયમ નથી કે મોટી વસ્તુ હોય તે જ તે તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. આથી એ ફલિત થાય છે કે નાની વસ્તુ પણ સર્વદા ઉપેક્ષાને પાત્ર જ હતી નથી. આવી પરિસ્થિતિમાં પ્રસ્તુતમાં કોઈ અખંડિત કૃતિનું અવેલેકિન ન કરતાં હું નિમ્નલિખિત પધ વિષે કંઈક ઊહાપોહ કરવા ઇચ્છું તે તે અસ્થાને નહિ ગણાશે. " श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायका :॥" આ પર્વ જૈન સાહિત્યમાં ખૂબ પ્રચલિત બન્યું જણાય છે. એના સૌથી પ્રથમ દર્શન કયા ગ્રંથમાં થાય છે તે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઉપલબ્ધ સાહિત્યને ઉદ્દેશીને એમ કહી શકાય કે શ્રી યાકિની મહત્તરાના ધર્મસૂનું તરીકે સુપ્રખ્યાત શ્રી "હરિભદ્રસૂરિની વિવિધ કૃતિઓમાં અવતરણરૂપે એનાં પ્રાથમિક દર્શન થાય છે. જેમકે એમની વિશ્વવિખ્યાત કતિ નામે અનેકાન્તજયપતાકાની એમણે પોતે રચેલી વ્યાખ્યાના પ્રારંભમાં આ પધ નજરે પડે છે એટલું જ નહિ પરંતુ એ પધ અને એની પહેલાની તમામ પંકિતઓ લગભગ અક્ષરશઃ શાસ્ત્રવાર્તાસમુચ નામની એમની બીજી કૃતિની સ્વપજ્ઞ વ્યાખ્યામાં ગેયર થાય છે. વળી અણુઓગદ્દારસુત્તની વિવૃત્તિની શરૂઆતમાં પ્રથમ ચરણ સ્પષ્ટરૂપે અને બાકી “ઇત્યાદિ દ્વારા એમણે નિર્દેયાં છે. વિશેષમાં નંદીસુત્તના વિવરણના પ્રારંભમાં એમણે સમસ્ત પવિ રજુ કર્યું છે. હવે આપણે અન્ય આચાર્ગોની કૃતિ તરફ નજર કરીશું તો જણાશે કે શ્રી શીલાંકસૂરિએ આચારંગસુત્તની ટીકાના પ્રારંભમાં પહેલા પત્રમાં પ્રસ્તુત પધ અવતરણરૂપે ૧ શ્રી હરિભદ્રસૂરિ ક્યારે થયા એ સંબંધમાં વિમાનમાં મતભેદ છે. કેટલાક એમને નિર્વાણ-સમય વી. સં. ૧૦૫૫ યાને વિ. સં. ૧૮૫ ગણે છે, તે કેટલાક એમને વનરાજ ચાવડાના સમસમયી એટલે લગભગ બે સૈકા પછી થયેલા માને છે. શ્રી શીલાંકસૂરિને સમય પણ અનિશ્ચિત છે. એક રીતે એમને સમય વિ. સં. ૯૦૭–૯૯૩ સુધી દર્શાવાય છે, તે બીજી રીતે એમને શ્રી હરિભદ્રસરના સમકાલીન માનવામાં આવે છે. ૨ આથી એ પ્રશ્ન ઉભવે છે કે અનેકાન્તજયપતાકાની વ્યાખ્યા રચાયા બાદ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પત્ર વ્યાખ્યા રચાઈ હશે કે એથી ઉલટા જ ક્રમે એ બેની રચના થઈ હશે ? ૩ આ ટીકા ક્યારે રચાઈ તે સંબંધમાં એકવાક્યતા જોવાતી નથી. એના રચનાસમય તરીકે શક સંવત ૭૭ર, 19૭૮ અને ૭૮૮ તેમજ ગુપ્ત સંવત ૭૭૨ સુચવાય છે, પરંતુ શ્રી જિનવિજય એથી જુદો જ મત ધરાવે છે. જુઓ છતકલ્પસૂત્રની એમની “સંપાદકીય પ્રસ્તાવના” (પૃ. ૧૧-૧૪). For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46