Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] તીર્થસ્થાને સંબધી કંઈક [૪૧] કરી મૂકે છે. આ કરણીમાં વેલ–પાન બુદ્દા ને કમળને તે પાર નથી, પણ અદ્ભુતતા તે એ છે કે એમાં ભૂતકાલીન ઇતિહાસને મૂર્તિમંત કરવામાં આવેલ છે. આ સર્વને સંપૂર્ણ ખ્યાલ એક વાર નજરે જોયા વિના ન જ આવી શકે. જે વિલક્ષણ કેરણી આ દેવાલમાં દૃષ્ટિયે ચઢે છે તેવી અન્ય સ્થળે સાંભળવામાં આવી નથી. શ્રી નેમિનાથના દેવાલયમાં ગર્ભદ્વારની બે બાજુએ ગોખલા યાને નાનાં મંદિર દેરાણી-જેઠાણીના બંધાવેલાં જોવામાં આવે છે. એ પરનું કામ જોતાં એના નિર્માતા માટે ધન્યવાદની વર્ષા સહજ વથીં જાય છે; મંત્રી પત્ની અનુપમાની બુદ્ધિમત્તા માટે બહુમાન ઉપજે છે. આ બે ઉપરાંત બીજામાં પણ કરણી છે. આ બાવન જિનાલયવાળાં મંદિરેએ મરૂભૂમિનું નામ રાખ્યું છે. એના આકર્ષણથી જ દૂર દૂરના યાત્રિ ને મુસાફરો અહીં સુધી ખેંચાઈ આવે છે અને સાક્ષાત્કાર કરતાં સ્વજન્મ પાવન થયાનું અથવા તે પરિશ્રમ સાર્થક નિવડયાનું સદ્ભાગ્ય માને છે. વિશેષમાં અહીં શિલાલેખો પણ ઘણા છે. જેનાથી ગુજરાતના અને ખાસ કરીને જૈનધર્મના ઇતિહાસ પર સારું અજવાળું પડયું છે. જો કે આબુ પહાડ એ હવાખાવાનું ઉત્તમ સ્થળ છે તેમજ તે પર અન્ય દર્શનીએના મંદિરો પણ આવેલાં છે છતાં મંત્રીશ્વરો દ્વારા આવા અનુપમ કારીગરીવાળાં દેવાલય ન સર્જાયા હતા તે પથિકોનુ કે વિશ્વનું આટલી હદે તે તરફ ધ્યાન ન ખેંચાયું હોત. જેન યાત્રુઓના મોટા સમૂહનું જે લક્ષ્ય આજે ખેંચાઈ રહ્યું છે તે તે વગર ન જ સંભવી શકત ઉતરવા માટે ધર્મશાળાઓમાં સારી વ્યવસ્થા છે. ત્યાંથી થોડે દૂર આબુ કેમ્પ છે. જ્યાં રાજા મહારાજાઓના તેમજ શ્રીમંતના બંગલાઓ આવેલા છે. તેમજ મોટા બજાર હોવાથી જોઈતી દરેક ચીજ મળી શકે છે. એની સામી દિશામાં અવચળગઢ તરફ જવાને માને છે. દૂથી આ દેવાલય નજરે પડના, ઉચાં પ્રદેશ પર આવેલું હોવાથી ઘણું સુંદર દેખાય છે. એ ટેકરીની તળેટીમાં એક દેરાસર છે. નજીકમાં પાણીના એક નાના તળાવ કઠે પથ્થરની ત્રણ ગાયોને એવી સુંદર રીતે ઘડીને ઉભી કરવામાં આવી છે કે દૂરથી જેનાર જરૂર એ ગાયને જીવતી તરિકે જ ગણી લ. બાજુ પર આવેલા અન્ય દર્શની મંદિર પાસેથી અચળગઢપર જવાનો માર્ગ શરૂ થાય છે. ઉપર જતાં ઝાઝો સમય લાગતો નથી. એ વિશ ળ મંદિરમાં ચૌદસોચુંમાલીશ (૧૪૪૪) મણ કમાણની ચંદ સુવમય પ્રતિમાઓ મુખાકારે વિરાજમાન થયેલી છે. આ બિબો સામે ઉપસ્થિત થતાં જ આત્મા કોઈ અગમ્ય રીતે નૃત્ય કરવા મંડી જાય છે અને કેટલાયે ભૂતકાલીન બનાવમાં ઉડે ઉતરી જાય છે. એના નિર્માતા માટે અને આજે જે ગરવ ાં છવાઈ રહેલ છે એ સારૂ તે માત્રમુગ્ધ બને છે. ભક્તિવત્સલ અંતર શું કરી બતાવે છે એને સાચો ખ્યાલ અહીં ચક્ષુ સામે તરવરત દેખાય છે. દૂર દૂ પ્રદેશ પર અને ત્યાં પથરાઈ રહેલ ધુમસ પર દૃષ્ટિ દેડી જતાં એ વચ્ચે ઉભેલા આ અટુલા પ્રાસાદ માટે કઈ કંઈ વિચારણા હૃયપ્રદેશમાં ઉભરાઈ જાય છે. એ સંબંધમાં કહેવાતી દંતકથા શ્રવણ કરતાં ભકિતનું રહસ્ય સ્પષ્ટ સ્વરૂપે સમજાય છે. શ્રદ્ધાળુ જન માટે વર્તમાન કાળે પણ આ સ્થાન પ્રેરણા પૂરક તો છે જ, અને આકર્ષક પણું ખરું જ. (૬) શ્રી કેશરીયાજી–આ તીર્થ ઉદેપુર નજીક આવેલ પહાડી-પ્રદેશમાંના ધુળવા ગામમાં આવેલું છે. ઉદેપુર સુધી ટ્રેનમાં અને પછી મોટર કે ગાડીડાના સાધનથી ત્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46