Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શ્રી ધનપાલનું આદશ જીવન [૪૭]. “ હમણાં જ હું તેની ખબર લઉં છું અને જોઉં છું કે તે જિનની મૂર્તિ સિવાય અન્યને નમસ્કારાદિ કરે છે કે નહીં. એ એમ કહીને તે બ્રાહ્મણને જવાની રજા આપી. પછી તરત જ રાજેન્ટે અનુચરને ધનપાલને તેડવા મોકલ્યા. અનુચર ધનપાલ કવિના ગૃહ-મંદિર તરફ ગયે. તે વખતે મહાકવિ જ્ઞાન-મંદિરમાં ધર્મશાસ્ત્રનું અવલોકન કરી રહ્યા હતા. આ જ્ઞાનમંદિરમાં જ્યાં જુઓ ત્યાં પુસ્તકો જ નજરે પડતાં હતાં. આવા સુંદર જ્ઞાનમંદિરમાં સેવકે આવીને કવીશ્વરને ખબર આપી કે, આપને મહારાજા સાહેબ એકદમ બોલાવે છે. ધનપાલ, સેવક મુખથી સર્વ વૃત્તાંતથી વાકેફ થઈ, શીધ્ર રાજા ભોજની સક્સિકર્ષમાં આવીને ઉભા રહ્યા. ત્યારબાદ રાજા અને ધનપાલ બને સાથે મહાકાલેશ્વરના મંદિરમાં ગયા. ત્યાં રાજાએ મહાકાલેશ્વરની મૂર્તિને દંડવત પ્રણામ કર્યા, પરંતુ મહાકવિ ધનપાલે લેશમાત્ર પણ તે દેવની મૂર્તિને પ્રણિપાત ન કર્યો. ઉલટ સ્વહસ્ત મુદ્રિકામાં રહેલી ઋષભદેવ પ્રભુની મૂર્તિને નમસ્કાર કર્યો. રાજેન્ડે ઈંગિત આકારથી બરાબર ધ્યાનપૂર્વક તે જોઈ લીધું. દઢ સમ્યકત્વધારી પુરૂષ કોઈની પણ પરવા કર્યા સિવાય, પિતાના વ્રતની અંદર તલ્લીન જ રહે છે. બન્ને જણ મહાકાલેશ્વરના મંદિરમાંથી નીકળી પાછા રાજમહેલમાં આવ્યા. રાજેન્દ્રની આજ્ઞાને સ્વીકાર, દેવાધિદેવનું અર્ચન ત્યારબાદ રાજા ભોજે પૂજની સર્વ સામગ્રી લાવવાને સેવકને હુકમ કર્યો. તે સર્વ સામાન લઈને દેવમંદિરે પૂજન કરવાની ધનપાલને આજ્ઞા કરી. તરત જ ધનપાલે તે આજ્ઞાને હર્ષ પૂર્વક વધાવી લીધી. અને સુગંધી જળથી સ્નાન કરી, રેશમી વસ્ત્રો પરિધારણ કરી પુષ્પની માલા, કેશર-ચંદન, અક્ષત, ફળ, ફુલ, દીપક, ધુપ વગેરે પૂજાની સર્વ સામગ્રી લઈ દેવમંદિરે પૂજન કરવાને માટે ચાલ્યા. રાજાએ પિતાના ગુપ્ત અંગરક્ષકોને ધનપાલની પછવાડે સર્વ વસ્તુથી વાકેફ થવાને માટે મૂક્યા. ધનપાલ પ્રથમ ચાલતાં ચાલતાં દેવીના મંદિરમાં ગયા. ત્યાંથી એકદમ ભયભિત થઈ બહાર નીકળીને મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં પણ મંડપમાં ચારે તરફ ફરી બહાર નીકળીને વિષ્ણુ મંદિરમાં ગયા. ત્યાં પિતે ધારણ કરેલ સ્વચ્છ રેશમી વસ્ત્ર વિષણુ અને રાધાની મૂર્તિ પર આચ્છાદિત કરી બહાર નીકળી ઋષભદેવ પ્રભુના મંદિરમાં આવ્યો. ત્યાં એને અનહદ આનંદ થયો. પ્રભુની શાંતમુદ્રા, નીરાગીપણું, કેને આનંદ ન આપે? ધનપાલે અત્યન્ત હર્ષિત હૃદયે પ્રભુનું પૂજન કર્યું. ગીત ગાન પૂર્વક ઘણું ઘણું સ્તુતિ કરી. ત્યારબાદ જ્યાં ભેજ રાજા હતા ત્યાં આવી પહોંચ્યું. ભોજના પ્રશ્નના પ્રત્યુત્તરમાં બતાવેલી નીડરતા ધનપાલના આવતાં પહેલાં રાજાએ પિતાના જાસુસે પાસે ધનપાલને પૂજા સંબંધીને સર્વ વૃત્તાંત જાણી લીધું હતું. ધનપાલને આવેલો જાણું ભેજ રાજાએ પૂછ્યું કે– ધનપાલ, દેવ પૂજા બરાબર કરી આવ્યાને?” ધનપાલે જણાવ્યું કે –“હે ભૂપેન્દ્ર, મેં દેવપૂજન ઘણું જ હર્ષ પૂર્વક કર્યું.” પુનઃ રાજાએ પૂછ્યું કે –“ધનપાલ તમે દેવીના મંદિરમાંથી ભયભિત બનીને એકદમ કેમ બહાર નીકળી ગયા?” ધનપાલે જણાવ્યું કે– હે સ્વામીન , તે દેવીએ હસ્તકલમાં ત્રિશુલ ધારણ કરેલું હતું. ભાલDલમાં ભ્રકુટી ચડાવેલી હતી, એટલું જ નહીં પણ મહિષ (પાડે)નું મર્દન કરી રહી હતી, આવું તેનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46