________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[5].
શ્રી જન સત્ય પ્રકાશ
1 વર્ષ ૩
મુલક સર કરે હોય તે જરૂર પધારશે. આ વાણિયો પણ કોઈ રીતે પાછે હઠે એમ નથી ! કેના હાથ બળિયા છે તેની પરીક્ષા તે રણમેદાનમાં જ થઈ શકે ! બાકી માગણની માફક કોઈને આ મુલક અમે નથી ભેગવતા, પણ ખાંડાના ખેલ ખેલીને માથા સાટે મેળવેલા મુલકને જ અમે ભોગવીએ છીએ.” વગેરે.
એક વાણિયે આવો જવાબ આપે એ શંખથી સહન ન થયું. તે સાચે જ ખંભાત ઉપર ચઢી ગયો, પણ વાણિયાના ઘા એને ભારે પડ્યા ! હવેલી લેતાં ગુજરાત ખેઈની જેમ શંખને પણ પિતાનું ખાઈને પાછું હઠવું પડ્યું.
વસ્તુપાલની રાજનિષ્ઠા–પ્રામાણિક્તા કસોટીમાં પાર ઉતરી. તેની વીરતા ઉપર કળશ ચઢા મહાકવિ ધનપાલની સમયસૂચકતા રાજા ભેજના વખતની આ વાત છેઃ
નવાંગવૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્યવર્ય શ્રી અભયદેવસૂરિના કાર્યમાં સહાયક થનાર, નિવૃત્તિકુલના આચાર્ય શ્રી દોણાચાર્ય એક સમર્થ વિદ્વાન હતા. તેમણે પિંડનિર્યુક્તિ નામક ગ્રંથની રચના કરી છે. તેમને સુરાચાર્ય નામક શિષ્ય હતા, ગુરૂએ પિતાની વિદ્વત્તાને વારસો પિતાના શિષ્યને આપવામાં ખામી નહોતી રાખી ! પિતાને શિષ્ય પોતાના કરતાં સવાય થાય તેવી રીતે સુરાચાર્યને તેમણે વિદ્વત્તાનું પાન કરાવ્યું હતું. પરિણામે સુરાચાર્ય પ્રખર વિદ્વાન થયા હતા.
એક વખત રાજા ભેજે એક સમસ્યા રાજા ભીમદેવની રાજસભા ઉપર મેકલી. રાજા ભોજને પિતાની વિકસભા માટે ખૂબ ગૌરવ હતું. તે ધાર હતો કે ગુજરાતના પંડિત પિતે મોકલેલી સમસ્યા નહીં ઉકેલી શકે અને પરિણામે પાંડિત્યમાં માલવા ગુજરાતને મહાત કરશે. પણ પરિણામ જુદું આવ્યું. રાજા ભેજની ધારણા ખોટી પડી અને દૂત સમસ્યાને સાચો ઉકેલ લઇને પાછો ફર્યો. રાજા ભોજ ખસિયાણો પડી ગયો. આ સમસ્યાને ઉકેલ કરનાર તે સુરાચાર્ય !
આ પછી સુરાચાર્ય વિહાર કરતા કરતા રાજા ભોજની સભામાં ગયા અને ત્યાં તેની રાજસભામાં તેના માનિતા વિદ્વાનોને પરાસ્ત કર્યા. સુરાચાર્યના પાંડિત્યનું દેખીતી રીતે સન્માન કરવા છતાં રાજા ભેજના મનમાં એ વાત, આંખના કણાની જેમ, ખટકવા લાગી. કોઈ પણ ઉપાયે આને પ્રતિકાર કરવા તેનું મન તલસતું હતું. એમાં પાસવાનની ભંભેર ણીએ ઉમેરે કર્યો અને પરિણામે ન્યાયાખ્યાયને વિવેક ભૂલીને રાજા ભોજે સુરાચાર્યને દેહકષ્ટ આપવાને પેતરે ર. સુરાચાર્યનું કુશળ-ક્ષેમ ભયમાં આવી પડ્યું!
આ વખતે મહાકવિ ધનપાળ રાજા ભોજની વિદ્વતસભાને સભ્ય હતા. તે કઈક રીતે સુરાચાર્ય ઉપર આવતી આફતને પામી ગયે. પિતાના ધર્મગુરૂને પિતાની હૈયાતી છતાં કષ્ટ સહન કરવું પડે તે એના માટે અસહ્ય હતું. તેણે વેળાસર સુરાચાર્યને ચેતવી દીધા અને બરાબર યુતિ રચીને તેમને બીજા પ્રદેશમાં વિહાર કરાવી દીધો. આમ મહાકવિ ધનપાળની યુતિથી એક સમર્થ વિદ્વાનને અણધારી આફતમાંથી બચાવી લીધા.
એક જ કાવ્યમાંથી ભ. ઋષભદેવ અને ભ. નેમિનાથના જીવનને અથ બતાવતા દ્વિસંધાને નામના પાંડિત્યના ભંડારસમા કાવ્યના રચયિતા તે આ જ સુરાચાર્ય !
For Private And Personal Use Only