________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
પલીવાલ સંઘ
[૪૩૧].
ઈતિહાસ કહે છે કે-મારવાડના જોધપુર રાજ્યમાં પાલી નામનું પરગણું છે, જેનું મુખ્ય શહેર પાલી છે. એ શહેર પ્રાચીન કાળમાં “પૂર્ણભદ્ર-મહાવીર ” ના નામથી એક પ્રસિદ્ધ જૈન તીર્થ અને શ્વેતાંબર આચાર્યોની વિહારભૂમિ હતું તેમજ દરેક જાતના વ્યાપારનું કેન્દ્ર હતું અને આજે પણ એ મોટી વસ્તીવાળું વ્યાપારિક શહેર છે. આ પાલી પલીવાલોની જન્મભૂમિ છે.
વનવાસી ગચ્છના આચાર્ય ઉધોતનસુરિજીએ વિ. સં. ૮૯૪ માં આબૂની તળેટીમાં ટેલી (તેલપુર) ગામની પાસે એક મેટા વડ નીચે પિતાના શિષ્ય શ્રી સર્વદેવ, શ્રી પ્રોતન, અને શ્રી મહેશ્વર વગેરે આઠ શિષ્યને આચાર્ય પદવી આપી, જેની શિષ્ય પરંપરામાંથી આઠ ગો વિસ્તાર પામ્યા. તે પૈકીના પ્રદ્યોતનાચાર્ય ગચ્છના આ. ઍન્દ્રદેવ સૂરિના શાસનકાળમાં વિ. સં. ૧૧૫૦ માં તેના ગચ્છનું પલીવાલ ગચ્છ એવું બીજું નામ પડયું. આ ગચ્છનાં બધોતના ગચ્છ, પલ્લકીયગચ્છ, પાલકીય ગચ્છ, પલી ગચ્છ, અને પલ્લીવાલ ગચ્છ ઈત્યાદિ અનેક નામે છે. નાકોડાજી અને મહાવીરજી (જયપુરરાજ્ય) આ ગચ્છનાં પ્રધાન તીર્થો છે.
પલીવાલ ગચ્છના મુનિઓએ કરેલ ગ્રન્થ નીચે મુજબ છેઃ
કાલિકાચાર્ય કથા, કર્તા-આ મહેશ્વરસૂરિ. પ્રભાવક ચરિત્ર ગધ, કર્તા–આ. આમદેવસરિ. સિમધરસ્વામી સ્તવન ગા. ૩૫, કર્તા–આ. નન્નસૂરિ. વિચારસાર પ્રકરણ પ્રાકૃત્ત, ગા. ૮૮. કલ્પસૂત્ર દીપિકા. પિડવિશુદ્ધિ દીપિકા. ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા. આચારાંગ દીપિકા. આરાધના. ચંદનબાલાવેલી. ચતુર્વિશતિવીશી ગા. ૨૫, કર્તા–આ. અજિતદેવસૂરિ. ચૌબેળી ચૌપાઈ કર્તા–આ. અજિતદેવસૂરિશિષ્ય હીરાનન્દજી વગેરે વગેરે.
છાજડ, ધાકડ વગેરે એ સવાલ જ્ઞાતિઓ તથા પલ્લીવાલા જ્ઞાતિ આ ગચ્છના શ્રાવકની છે.
પલ્લીવાલ ગચ્છના આચાર્યોના ઉપદેશથી જે નવા જ થયા તે પલ્લીવાલ જેનો કહેવાય છે. ઘણું પલ્લીવાલે મંડલિક, ઠકકુર, સંધપતિ ઇત્યાદિ વિશેષણોથી સંબોધિત થતા હતા. એકદરે આ પલ્લીવાલ જ્ઞાતી સુખી, ધનિક, સત્તાદાર, ભાદાર અને શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન જ્ઞાતી છે.'
પલ્લીવાલ જ્ઞાતિએ જનસંઘને સમથે વ્યાકરણ નિર્માતા આ૦ શ્રી વિદ્યાનંદસૂરિજી અને મહાન મંત્રપ્રાભાવિક આ૦ શ્રી ધર્મષસૂરિજી જેવા સમર્થ “વેતામ્બર જૈન આચાર્યો અર્યા છે. તેમજ તીર્થોદ્ધારક સાહુ કુમારસિંહ, તીર્થસંરક્ષક મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર અને મહાવીરજી તીર્થના નિર્માતા દિવાન જેધરાજ જેવા દાનવીર તથા ધર્મવીરે સમપ્ય છે.
આ પલીવાલ ગ૭ તથા પલીવાલ જ્ઞાતિના અનેક શિલાલેખે તથા પ્રશસ્તિપાઠ મળી આવે છે, જેમાં પલ્લીવાલ ઇતિહાસના ઠીક આધારે મળી શકે છે.
આ ઉપરથી જોઈ શકાશે કે પહેલીવાલ જ્ઞાતિ એ વેતાંબર જૈનેનો એક ભાગ છે અને તેઓને ધર્મ વેતાંબર ધર્મ છે.
આ સિવાય બીજી એક છીપા પીવાલ (ભાવસાર) નામની જૈન જ્ઞાતિ છે જે દૂર પ્રદેશમાં વસવાટ કર્યા પછી દિગમ્બર જૈન કે શેવધામ બની ગઈ છે.
For Private And Personal Use Only