Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] તીર્થસ્થાને સંબંધી કંઈક ૪િ૧૫] બે બાજુ બે સીડીની ગોઠવણ કરવી પડી છે. શિખરની ઉંચાઈ સવિશેષ હોવાથી અંતરાળે એવા ઝાડના લાકડાના ટુકડા ભરવામાં આવેલાં છે કે કદાચ આગનો પ્રસંગ ઉદ્દભવે તો એમાંથી પાણી ઝરવા માંડે. મુખ્ય દહેરાને ફરતી છૂટી છવાયી દેવળશ્રેણી છે. એકમાં નંદીશ્વરદીપની રચના છે. નજીકમાં દિગંબર સંપ્રદાયનાં દહેરાં છે. ઉભય વચ્ચે દિવાલ ચણેલી છે. સામાન્ય રીતે ટેકરીઓ ઉંચાઈએ હોવા છતાં ચઢાવ કઠણ નથી. ઉપર પહોંચ્યા પછી તરફનું દસ્થ કુદરતી રીતે ભાવના ફુરણમાં ઓર ઉમેરે કરે છે. એક તો કટિશિલા તરિકે સુપ્રસિદ્ધ છે. (૮) પાવાપુરી-બિહાર પ્રાંતમાં આ સ્થળ આવેલું છે. હાલ તે નાના ગામડા કરત તેની વસ્તી વધારે નથી, છતાં ચરમતીર્થપતિની એ નિર્વાણ ભૂમિ હેવાથી એનું મહત્વ અને પવિત્રતા સહજ રીતે અતિ ઘણું છે. દિવાળીમાં ત્યાં મોટો મેળો ભરાય છે. જળમંદિર તરિકે ઓળખાતું દેવાલય કે જે સરવર વચ્ચે આવેલ છે તે અતિ રમણિક છે. એ સ્થાન પર જ પ્રભુ શ્રી મહાવીર દેવને અગ્નિસંસ્કાર કરવામાં આવેલો. આજે ૫ઉકત અમાસની રાત્રિયે શ્રદ્ધાળુ હૃદયને એ સ્થાનમાં પર જણાય છે. આ પવિત્ર ભૂમિના દર્શનથી અંતરશુદ્ધિ અવશ્ય થાય છે. આ ઉપરાંત જ્યાં પ્રભુએ બેસી દેશના આપી હતી કે હસ્તિપાળ રાજાની લેખશાળા તરિકે ઓળખાતી જગા પણ નિરખવા જેવી છે. આ બધા ભૂતકાળનાં દશ્યો આત્માને જાગૃત કરવામાં સારો ભાગ ભજવે છે. વિચારશ્રેણીમાં રમતો આત્મા જેવીસ વર્ષ પહેલાંના કાળની ઝાંખી કરવા માંડે છે. એને એ વેળાને પ્રભુના જીવનને ચિતાર ચક્ષુ સામે તરવરતો માલમ પડે છે. યાત્રાનું માહામ્ય અને ફળ આવી ટુંક ઘડીમાં જ સમાયેલું છે. એ સમયની ભાવના-વિચાર શ્રેણું– હૃદયમંથન કરી નાંખે છે. (૯) ચંપાપુરી–ભાગલપુરથી થોડા અંતર પર આવેલ આ નગરી હાલ તે ભેંસ ઈ જતાં અવશેષરૂપ છે. ભાગલપુર સુધી ટ્રેનમાં જવાય છે ત્યાંથી ઉક્ત નગરી જવા સારૂ વાહને મળી શકે છે. એ સ્થાનનું ગૌરવ ભૂતકાળમાં અતિ વિશેષ હતું બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીના જન્માદિ કલ્યાણકે તેમજ મિક્ષ કલ્યાણક પણ ત્યાં જ થયેલ છે. વળી એ નગરીની વિશાળતા એટલી બધી હતી કે જેથી પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં પણ તેના પૃઇ ચંપા, મધ્ય ચંપા એવા ભાગો પડયા હતા. શતાનીક રાજવીને ચંપા પર હલો એ તે જાતે જ છે. રાજધાનીના મુખ્ય ધામ તરિકે ચંપાનું મહત્વ ઓછું તે નથી જપણ બધી વાતે હાલ તો સ્મૃતિને વિષય માત્ર છે. આજે અફાટ જંગલ વચ્ચે એકાદે જર્જરિત કિલ્લો એ વાતની સાક્ષી પૂરે છે. છુટી છવાયી દહેરીઓ અને ચરણ પાદુકાઓ તીર્થપતિ શ્રી વાસુપૂજ્યની યાદ આપે છે. આટલું પણું ભાવુકોના અંતરને ઉલ્લાસ યમાન કરવા સારૂ પૂરતું છે. કાળે કોને છોડયા છે? (૧૦) અયોધ્યા–પ્રભુશ્રી આદિદેવનું જન્મસ્થળ, સાધમઈદે વસાવેલી વનિતાનગરી પણ એ જ અને પુમિતાલનગર તરિકે પ્રસિદ્ધ પામેલ સ્થળ પણ તે જ. સૃષ્ટિના પ્રારંભ કાળે જૂદા જૂદા અખતરાઓ અહીંથી જ શરૂ થયા. યુગલિક કાળ ભૂસાઈ અસિ, મસિ અને કૃષિરૂપ વ્યાપારની પ્રવર્તમાનાં મૂળ પણ અહીં જ નંખાયા. જેમાં પ્રથમ તીર્થંકર અહીં થયા તેમ પ્રથમ ચક્રવતી ભરત પણ અહીં જ થયા. તેમણે અહીથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46