________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] રામન વર્ષનું ચણુતર
[૪ર૩) હેવા જોઈએ એ હિસાબે આ વર્ષ નાનું બન્યું. એટલે તેણે દર બે વર્ષે ૨૨ કે ૨૩ દિવસને એક અધિક માસ વધારાને ક્રમ ચાલુ કર્યો. આ રીતે પણ વર્ષના દિવસને બરાબર મેળ મળે નહીં, ઉલટું દર વર્ષે એક દિવસના વધારાને ફરક પડવા લાગે. આથી સમ્રાટ ન્યુમાએ ફરીથી એવો નિયમ બનાવ્યો કે–દર ચોવીસ વર્ષના ગાળામાં બાવીસ દિવસના પ્રમાણવાળા અગિયાર મહિના વધારવા. આ પ્રમાણે કરવાથી ર૪ વર્ષની અપેક્ષાએ સરાસરી ૩૬૫ દિવસનું એક વર્ષ થાય એ મેળ મળી રહેતું હતું. કિન્તુ આ અધિક માસે કયા વર્ષમાં ક્યારે દાખલ કરવા તેની સંપૂર્ણ સત્તા ધર્મગુરૂઓને સેંપી હતી. ધર્મ—ગુરૂઓએ આ અધિકારને દુરૂપયોગ કર્યો. રાજદ્વારી ચૂંટણું, કાર્ટીમાં ચાલતા દાવાની મુદત વગેરે કાર્યોમાં દખલ કરવાના આશયથી પંચાંગમાં ખૂબ ગડબડ ચાલવા લાગી. પરિણામે જે તહેવારે શિયાળામાં આવવા જોઈએ તે ઉનાળામાં આવવા લાગ્યા, અને કઈ પણ જાતનું નિયમન ન હોય તેવી સ્થિતિ થઈ પડી. આ પ્રમાણે જુલીયસ સીઝરના વખત સુધી ચાલ્યું.
જુલિયસ સીઝરે આ ગડબડને પહોંચી વળવા માટે સૂર્યના આધારે વર્ષનું ઘડતર કરવાનો વિચાર કરી મીસરના ખગોળશાસ્ત્રી સાજીની તથા બેધનવી પાસે ૩૬૫ દિવસના પ્રમાણુવાળું વર્ષ તૈયાર કરાવ્યું અને તેને પ્રચાર કર્યો. આ વ્યવસ્થા પ્રમાણે એકી સંખ્યાના મહિના ૩૧ દિવસના અને બેકી સંખ્યાના મહિના ૩૦ દિવસના અને ફેબ્રુઆરી મહિને ૨૦ દિવસને નક્કી કરવામાં આવ્યો. આ હિસાબે જુલીયસ સીઝરના નામને એકી સંખ્યાવાળે જુલાઈ મહિને ૩૧ દિવસ હતો.
ઓગસ્ટસ સીઝરે આ વ્યવસ્થામાં છેડે ફેરફાર કર્યો. તેણે પિતાના નામને ઓગસ્ટ મહિને જે બેકી સંખ્યાવાળે હાઈ ૩૦ દિવસને હવે તેને ૩૧ દિવસને કરાવ્યો. આ પ્રમાણે કરવાથી સાતમા, આઠમે અને નવમે એમ ત્રણ મહિના લાગલગાટ ૩૧ દિવસના થયા. આ વાત તેને ન રુચિ તેથી તેણે નવમા અને તે પછીના મહિનાના દિવસોની સંખ્યામાં ફેર કર્યો અને એકી સંખ્યાવાળા મહિનાને ૩૦ દિવસના અને બેકી સંખ્યાવાળા મહિનાને ૩૧ દિવસના બનાવ્યા. પિતાના નામના ઓગસ્ટ મહિનામાં એક દિવસ વધાર્યો હતો તેને હિસાબ બરાબર કરવા ફેબ્રુઆરી મહિનાને એક દિવસ ઘટાડી તેને ૨૮ દિવસને કર્યો. આ પ્રમાણે ઓગસ્ટસ સીઝરે પિતાને ઈષ્ટ કેટલાક ફેરફાર કરી ૩૬૫ દિવસનું વર્ષ કાયમ રાખ્યું.
ભૂગોળ અને ખગોળની ગણતરી પ્રમાણે ખરી રીતે ૩૬૫ દિવસ, પાંચ કલાક અને ૪૮ મીનીટનું એક વર્ષ થવું જોઇએ.૨ એટલે ૩૬૫ દિવસનું વર્ષ કરીએ તે દર વર્ષે કંઈક ઓછા 3 દિવસને અને ૩૬૫ દિવસનું વર્ષ કરીએ તે દર વર્ષે ૧૧છું મીનીટ ફરક આવે છે. પરંતુ અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસનું હતું એ હિસાબે ઈ. સ. ૧૫૮૨માં સૂર્યની ગતિની સાથે ૧૦ દિવસનું અંતર પડી ગયું. ખરી રીતે માર્ચની ૨૧ મી તારીખે મેષને સૂર્ય દેવે જોઈએ (તા. ૨૧ મી માર્ચે મેષ સંક્રાંતિ થવી જોઈએ) તેના બદલે માર્ચની ૧૧ મી તારીખે મેષને સૂર્ય થયો. અર્થાત્ ઓગસ્ટસ સીઝરે કરેલી વ્યવસ્થામાં
૨, સરખાવો “સૂર્યપ્રજ્ઞપ્તિ સત્રમાં વણિત ૩૬૬ દિવસનું સૌર વર્ષ..
For Private And Personal Use Only