Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિર૪] શ્રી જૈન સત્ય પ્રકાશ પણ ગણિતની દૃષ્ટિએ ત્રુટી હતી. આ ત્રુટીને પહોંચી વળવા માટે વર્ષના ઘડતરમાં આ પ્રમાણેના સંસ્કાર થવા અનિવાર્ય હતા : આખા દિવસના હિસાબે ૩૬૫ દિવસનું વર્ષ નિશ્ચિત કર્યું તે બરાબર હતું, પરંતુ ઉપર લખેલ ત્રુટીને દૂર કરવા માટે દર એથે વર્ષે (જેને અંગ્રેજીમાં Leap Year લીપ ઈયર જે ઇસ્વી સનના આંકડાને ચારથી ભાગવાથી શેષમાં શૂન્ય રહે તે વર્ષ) ફેબ્રુઆરી મહિનામાં એક દિવસને વધારે કરી તેને ૨૮ના બદલે ૨૯ દિવસન કરવાનું નકકી કરવામાં આવ્યું. આ હિસાબે દર વર્ષે ૧૧ મીનીટને વધારે થતો હોવાથી ૧૨૮ વર્ષે ૧ દિવસને ફરક આવે છે. તે ફરક દૂર કરવા માટે દર સો વર્ષે ૧ દિવસ ઘટાડવાનું એટલે કે દરેક સેંકડાના છેલ્લા વર્ષમાં ફેબ્રુઆરી મહિને ૨૯ દિવસને ન કરતાં ૨૮ દિવસને કરવાનું અને દર ચારસોમા વર્ષે (દર ચોથા સેંકડે) ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસના બદલે સામાન્ય નિયમ પ્રમાણે ૨૮ દિવસ રાખવાનું નકકી કરવામાં આવ્યું. આ હિસાબે દર ચાર વર્ષે ત્રણ દિવસને ઘટાડે કરવામાં આવ્યું. આ પ્રમાણે ગણવાથી દર વર્ષે જે બાવીસ સેકંડને એટલે કે લગભગ દર ૩૮રર વર્ષે એક દિવસને ફરક આવવા લાગ્યો તે માટે દર ચાર હજાર વર્ષે ફેબ્રુઆરીના ૨૮ ના બદલે ૨૮ દિવસ રાખવાનું નકકી કરવામાં આવ્યું. આટલા સંસ્કાર પછી પણ દર લાખ વર્ષે એક દિવસને ફરક તે બાકી જ રહે છે. પણ એ એક લાખ વર્ષ કેણે જોયા છે ? ખગોળ અને ભૂગળની સાથે વર્ષના દિવસેને મેળ સાધવા માટે ઉપર લખેલા સંસ્કારે કરવા અનિવાર્ય હતા. આથી તેરમા પિપ ગ્રેગરીએ હુકમ કર્યો કે ઇસ્વી સનના સંવત્સરમાં દરેક વર્ષે, દર સિકાએ તથા દર ચાર હજાર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ ગણવા અને દર ચોથા વર્ષે તથા દર ચાર વર્ષે તેના ૨૯ દિવસ ગણવા. વળી ઉપર લખ્યા પ્રમાણે ઈ. સ. ૧૫૮૨માં મેષ સંક્રાંતિના હિસાબે જે ૧૦ દિવસને ફેર પડતું હતું તેને દૂર કરવા માટે ઓકટોબર મહિનાની ચેથી તારીખ પછીની દશ તારીખે રદ કરીને બીજા દિવસે પંદરમી તારીખ જાહેર કરી. પિપની આ આજ્ઞાને તેની સત્તા નીચેના પ્રદેશેએ તે માની લીધી, કિન્તુ બીજા પ્રોશની પ્રજાએ તેને કબુલ ન રાખી. ઈગ્લેંડે પણ આ આજ્ઞા માન્ય રાખી ન હતી. આ પછી બીજા ૧૭૦ વર્ષ વીત્યાબાદ ઈ. સ. ૧૭પરમાં મેષ સંક્રાંતિમાં દસના બદલે અગિયાર દિવસને ફરક પડ્યું. આથી ઈગ્લેંડની પ્રજા મુંઝવણમાં પડી. પરિણામે એ સુધારો કરે અનિવાર્ય છે, એમ સમજી ત્યાંની પાર્લામેટે પિપ ગ્રેગરીના કથન પ્રમાણે ૧૧ દિવસની ખોટ પૂરી કરવા માટે આજ્ઞા કરી કે ઈ. સ. ૧૭૫ર ના સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ પછીની અગિયાર તારીખો રદ સમજીને તેના બીજા દિવસને ૧૪મી તારીખ તરીકે માન. અને વર્ષને પ્રારંભ ૨૫મી માર્ચના બદલે પહેલી જાન્યુઆરીથી માન. આ આજ્ઞા પ્રમાણે ઇગ્લેંડમાં તારીખનું પરિવર્તન થયું. રામન કોથેલિકના પ્રદેશમાં પિપની સત્તા નહિ હોવાથી ત્યાં બન્ને પ્રકારની તારીખે મનાય છે. અને અત્યારે એ બને તારી વચ્ચે લગભગ તેર દિવસને ફરક જોવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46