Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ પહેચી શકાય છે. સીધા મોટર માર્ગે આ વા સારૂં પણ સડક છે, ઉતરવા સારૂં ધર્મશાળાઓની જોગવાઈ છે. આ તીર્થ એકલા જનનું નથી રહ્યું એની સરખામણી જગન્નાથપુરી અને નાશિક સાથે કોઈ અપેક્ષાથી કરી શકાય. જગન્નાથપુરીમાં સૌ કોઈ જઈ શકે ને પ્રભુભક્તિને લ્હાવ મેળવી શકે તેમ અહીં પણ શ્યામવર્ણ કેશરીયા બાબા (બાપા-પિતા યા દા) કે જે શ્રી આદીજીનું જ નામ છે તેમની ભકિત સૌ કોઈ–એટલે વેતાંબર દિગંબર, વૈષ્ણવે, શૈવ, ભીલ ને મુસલમાન, રાજપૂત ને અન્યવણ ત્યાં પ્રવેશી કરી શકે છે. મુસલમાન હેટી સંખ્યામાં નથી જણાતાં છતાં મંદિરના એક બહારના ભાગ પર મિનારાવાળો નાને મસીદને આકાર છે તેથી અવરજવર સમજી શકાય છે. નાશિક જેવું એટલા માટે છે કે ત્યાં પગ મૂકતાં જ પંડયાએ ચોપડાના પિટલા સાથે હાજર થઈ જઈ પેઢીઓની પેઢીના ઇતિહાસ ઉકેલી તમે અમુકના યજમાન છે, એ વાત સાબિત કરી તમારા પર એમને ગોર તરિક લાગો પુરવાર કરે છે અને ત્યારથી તમે જ્યાં લગી ત્યાં રહે ત્યાં સુધી તમારી સાથે હાજર રહે છે. તેમને જીવનનિર્વાહ આ વ્યવસાય પર જ અવલંબેલે છે. શ્રી કેશરીયાજી તરિકે આ ઋષભદેવ વધુ ખ્યાતિ પામ્યા તેનું કારણ તો એ છે કે રોજ તેમા બિંબ પર ચડાવવામાં આવતાં કેશરને કંઈ સુમાર નથી વળી બીજી અદ્દભુતતા એ છે કે તેઓ મૂળ ચક્ષુએ વિરાજિત છે. તેમના પર, બીજી મૂર્તિઓ પર ચઢાવાય છે તેવાં ચક્ષુઓ ચઢાવી શકાતા નથી. વીસમી સદીમાં આ જાગતા દેવ છે. એમના પરચા યાને ચમત્કાર સંખ્યાબંધ મનુષ્યોને થયા છે એટલું જ નહિ પણ દૈનિક છાપાઓમાં એ વર્ણવાયેલા છે. ભીલ જેવી અભણ અને જંગલી કોમ પણ એ બાબા (કાળિયા બાબા) ના નામે પ્રામાણિક બની રહે છે. મારવાડી સમાજ તો કેશરચંદનની પૂજા ઉપરાંત પ્રભુ પર ગુલાલ છોટે છે. આમ શ્રી કેશરીયા દાદા સાચે જ સૌ કોમના દાદા છે. મૂળનાયકજીના મંદિરને ફરતી દહેરીઓ છે અને તે દરેકમાં વેતાંબરી મૂર્તિઓ શોભી રહેલ છે. એક દેવાલયમાં તે સહસ્ત્રફણા પાર્શ્વનાથની અતિ મને હર પ્રતિમા આવેલી છે કે જેના દર્શનથી આત્મઆહલાદ પ્રગટે છે. એન્ના જેવી આકૃતિ ભાગ્યે જ અન્ય સ્થળે દૃષ્ટિગોચર થાય છે. ધુલેવા ગામ બહુ મોટું નથી છતાં યાત્રાળુઓને જોઈતી સામગ્રી અહીં પ્રાપ્ત થઈ શકે છે. ગામ બહાર પહાડની નજીકમાં જ્યાંથી આ પ્રતિમાજી પ્રગટ થયાં હતાં તે જગ્યા તેમજ બીજી દહરીઓ આવેલી છે. એકંદરે આ સ્થાન પણ રમ્ય લાગે છે. (૯) શ્રી તારંગજી–મહેસાણાથી ખેરાળ તરફ જતી ટ્રેનમાં બેસી આ તીર્થે જઈ શકાય છે. તારગા હીલ સ્ટેશને ઉતરીને ડુંગર પર ચઢવાનું છે. આ પર્વત નથી તે એટલે બધે કઠી કે નથી તે અતિશય લંબાણવાળા, આમ છતાં આ પ્રદેશમાં ચિત્તા તથા વાઘ દીપડાના કોઈ કઈ સમય મેળાપ થઈ જતા હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે. પર્વત ઉપર પહોંચતા જ શ્રી અજિતનાથ ભગવાનનું ઉચું મંદિર નયનપથમાં આવે છે અને હારોહાર ધર્મશાળાઓ દેખાદે છે. યાત્રીકોને સીધુસામાન મળી શકે તેવી ગોઠવણ છે. વચગાળે શ્રી અજિતનાથજીનું વિશાળ ને ભવ્ય દેવાલય આવેલું છે. એને જીર્ણોદ્ધાર શ્રી કુમારપાળ ભૂપાળે કરાવે છે એના શિખરની ઉભણી જેવી ઉભણું અન્યત્ર નથી એમ કહેવાય છે, વળી મૂળનાયકજી પણ એટલા ઉંચા છે કે ભાસ્થળે પૂજા કરવા સારૂ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46