Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. દુર્લભ પંચક [૪૦૩] ઘેડા, શસ્ત્ર, સૈન્યાદિને સંઘરવામાં, વેશ્યાની લક્ષ્મી શૃંગારરસને પિષવામાં, વેપારીઓની લક્ષ્મી વ્યાપારમાં, ખેડૂતની લક્ષ્મી ખેતીમાં, પાપી છની લક્ષ્મી દારૂ માંસભક્ષણાદિમાં, વ્યસની જનેની લક્ષ્મી સાતે વ્યસન સેવવામાં ખલાસ થાય છે અને કંજુસ માણસ લક્ષ્મીને જમીનમાં દાટીને રાજી થાય છે. પણ પુણ્યશાળી ભવ્ય છે તીર્થયાત્રાદિ ઉત્તમ કાર્યમાં લક્ષમીને સદુપયોગ કરી રાજી થાય છે. આ હકીકતમાંથી એ પણ રહસ્ય નીકળે છે કેજેવા વાતાવરણમાં જીવન પસાર થયું હોય તેવી જ ભાવના અંતિમ સમયે થાય છે. મંત્રી વસ્તુપાલના સંબંધમાં પણ તેમ બન્યું છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે છે-વિ. સં. ૧ર૮૭માં જ્યોતિઃ શાસ્ત્રાદિના પ્રખર પંડિત આચાર્યશ્રી નરચંદ્રસૂરિજી મહારાજને મંત્રી વસ્તુપાલ ગુરૂ તરીકે માનતા હતા. તે ગુરૂમહારાજની અંતિમ સમયની માંદગીના પ્રસંગે મંત્રીજી ગુરૂની પાસે બેઠા હતા. ઉપકાર અને ગુરૂગુણને યાદ કરતાં તેઓ રૂદન કરવા લાગ્યા, ત્યારે શ્રી ગુરૂમહારાજે મંત્રી વસ્તુપાલને સમજાવ્યું કે–જેઓ જન્મ્યા, તેમનું મરણ તે છે જ. સમજુ માને એ પ્રસંગ અપૂર્વ સાવધાની રાખવાને બોધ આપે છે- “સામા મરનાર મનુષ્યાદિની માફક સર્વને મેડા વહેલા જરૂર ચાલ્યા જવાનું છે. મનના મનોરથ મનમાં ન રહે, માટે પ્રમાદ દૂર કરી ધર્મકાર્યો જલદી સાધવા કટિબદ્ધ થવું એ વ્યાજબી છે.” આવું વિચારી કયે ડાહ્યો માણસ મૃત્યુના પ્રસંગે શોક કરે. હે મંત્રી ! હાલ વિ. સં. ૧૨૮૭ની સાલ વર્તે છે. આજથી અગીઆરમા વર્ષે ૧૨૮૮ના ભાદરવા સુદ દશમ ૨ તમારી સ્વર્ગ ગમનની તિથિ સમજવી. એમ તિઃ શાસ્ત્રના અનુભવથી જાણું શકાય ? ૧ શ્રી નરચંદ્રસૂરિજી મહારાજ તિઃ શાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે જ્યોતિ સાર (નારચંદ્રજ્યોતિષ) નામને ગ્રંથ બનાવ્યું છે. તે ઉપરાંત મુરારિએ બનાવેલા “અનર્ધરાઘવ’ નામના ગ્રંથની ઉપર (૨૩૫૦ ક પ્રમાણ) ટિપ્પણુ રચ્યું. શ્રી વિમલસૂરિજીની સહાયથી શ્રીધરે બનાવેલ ન્યાયતંદલી નામક ન્યાયના ગ્રંથ ઉપર ટીકા રચી. તથા જેમાં શ્રી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત આઠમા અધ્યાયના રૂપાખ્યાનની સિદ્ધિ જણાવી છે, એવો પ્રાકૃત દીપિકાબેધ નામને ગ્રંથ, ચતુર્વિશતિજિનસ્તોત્ર વગેરે ગ્રંથ બનાવ્યા છે તેમના ગુરૂ શ્રી દેવપ્રભસૂરિજી મહારાજ હતા. તેમણે બનાવેલ પાંડવ ચરિત્રના અને શ્રી ઉદયપભસુરિ કૃત ધર્મોન્યુદય કાવ્યના સંશોધક-શ્રી નરચંદ્રસૂરિજી હતા. તેમની આજ્ઞાથી વિ. સં. ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવચૂરિ બનાવી. શ્રી. નરચંદ્રસૂરિજીએ ૧૨૮૮માં રચેલા વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો-ગિરનાર શિલા લેખમાંથી મળી શકે છે. (સમરાદિય સંક્ષેપના કર્તા) શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજને આ સૂરિજી મહારાજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાચના આપી હતી. મંત્રી વસ્તુપાલની અપૂર્વ કાવ્યગ્રંથ બનાવવા માટે આગ્રહભરી વિનંતી થઈ ત્યારે સૂરિજીની આજ્ઞાથી તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિજીએ “અલંકાર મહોદધિ ” નામને અપૂર્વ કાવ્યગ્રંથ બનાવી મંત્રીની ભાવના પૂર્ણ કરી. તે મંત્રી વસ્તુપાલના ધર્મગુરૂ હતા, વગેરે બીના અનેક ઐતિહાસિક ગ્રંથોમાંથી મળી શકે છે. ૨ “જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” આમાં ૧૨૯૬ મહા સુદ રવિવાર કહ્યો છે. ૩ આવી હકીકત બીજાની આગળ કહેતાં આઘાતનું કારણ થાય, પણ ગુરૂજી મંત્રીના સંપૂર્ણ પરિચયમાં આવેલા હોવાથી ધર્મકાર્ય કરવામાં પ્રમાદ હઠાવવા તેમણે આ બીના પ્રાજ્ઞમંત્રીને કહી છે. સમજુને તે આથી લાભ જ થાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46