Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૩ છે. જેથી તેમને અંતિમ હિતશિક્ષા તરીકે જણાવું છું કે-ભવિષ્યમાં કરવા ધારેલાં ધાર્મિક કાર્યો અવિલંબે પૂરાં કરજે. તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિભગવંતની પરમ શીતલ છાયામાં અંતિમ સમયે સમાધિમરણ સાધનારા પુણ્યશાળી ભવ્ય છો જરૂર આસન્ન સિદ્ધિક હેવાથી થોડા કાળમાં પરમ પદના સાત્વિક, આત્યંતિક, એકાંતિક સુખને પામી શકે છે.” આ શીખામણ આપ્યા બાદ શ્રી ગુરૂમહારાજ અપૂર્વ સમાધિ મરણનું અનુષ્ઠાન સાધી ઉત્તમ સ્વર્ગની સંપદા પામ્યા. ત્યારબાદ મંત્રીએ પણ ગુરૂ શિક્ષાને અનુસાર જલદી સાવધાન થઈને તીર્થયાત્રા, જીર્ણોદ્ધાર, નવીન મંદિર બંધાવવા, અંજનશલાકા, ઉપાશ્રય, સાધર્મિક વાત્સલ્ય, સંધપૂજા, જ્ઞાનભંડાર વગેરે ધર્મ કાર્યો લગભગ પાયે વિ. સં. ૧૨૯૭ ની સાલ સુધીમાં સાધી લીધાં. મંત્રીશ્વર વસ્તુપાલને ૧૨૯૮ ના ભાદરવા સુદ માં તાવ આવ્યો, ત્યારે તેમણે ગુરૂવચન યાદ કરી અંતિમ સમય જાણી લઈને શ્રી સિદ્ધગિરિની છાયામાં જવા માટે લઘુબાંધવ શ્રી તેજપાલને ઈચ્છા જણાવી. ભાઈએ તે પ્રમાણે તૈયારી કરી પ્રયાણ કર્યું. અનુક્રમે સિદ્ધગિરિની નજીકમાં રહેલ અંકેવાળિયા ગામમાં વિશેષ માંદગી થવાથી તેમણે જાણ્યું કે. ઠેઠ પહોંચાય તેટલો સમય નથી તેથી ગિરિરાજની સન્મુખ હાથ જોડી ચાર શરણને અંગીકાર કરીને, દુષ્કતની ગહ અને સુકૃતની અનુમોદના કરીને આત્મભાવના ભાવી, આત્મસ્વરૂપની હરઘડી વિચારણા કરી, સર્વ જેને ખમાવી અને ચતુર્વિધસંધને વિશેષે ખમાવી ગિરિરાજના નિશ્ચલ ધ્યાનમાં મંત્રી વસ્તુપાલ સ્વર્ગના દિવ્ય સુખ પામ્યા. સમાધિમરણના અભિલાષી ભવ્ય છે ઉપર જણાવેલ મંત્રીની બીના જરૂર યાદ રાખવી અને મંત્રી વસ્તુપાલ વગેરેની માફક, ચતુર્વિધ સંધ સહિત વિધિ પૂર્વક ઉલ્લાસથી સંધપતિ થઈને શ્રી ગિરિરાજની યાત્રા કરી જન્મ સફળ કરે, ૨-શિવપુર દુર્લભ પંચકમાં બીજું શિવપુર' કહ્યું તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું –જ્યાં ગયા પછી નિરંજન શુદ્ધ, સ્વરૂપી ભવ્યાત્માઓને થોડા અંશે પણ ઉપદ્રવની પીડા હોય જ નહિ તે શિવપુર કહેવાય. તેનાં મુકિત, મોક્ષ, નિર્વાણ, પરમપદ, શિવસિદ્ધિ, સિદ્ધસ્થાન સિદ્ધશિલા વગેરે અનેક નામે જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યાં છે. દેખાતાં નગરે જેમ ઉપદ્રવવાળા હોય છે, ચલ હેાય છે, અને જ્યાં રોગથી હેરાન થવું પડતું હોય તેવા પણું હોય છે તથા આબાદી વરતી વગેરેની અપેક્ષાએ નાશવાળાં હોય છે, અને અમુક કાળે નાશ પામવાના સ્વભાવવાળાં હોય છે, તેવું આ નગર નથી, પણ તેથી ઉલટું (આ શિવપુર) છે. એટલે શિવ અચલ અરોગ અનંત અક્ષય સ્વરૂપવાળું શિવપુર છે. ગોળાકાર વિસ્તારની અપેક્ષાએ ૪૫ લાખ જન પ્રમાણુ મનુષ્ય ક્ષેત્ર છે, તેટલું જ શિવપુર છે. કારણ કે મનુષ્ય ક્ષેત્રમાંથી જ મેક્ષ ગમન થાય છે. સિદ્ધિસ્થાનને એકદેશીય પુરની ઉપમા આપવાને મુદ્દો એ છે, કે–પુરમાં જેમ મનુષ્યાદિ સંસારી છે હોય છે, તેમ અહીં મુકત છે ઉપરના એક જનના છટ્ઠા ભાગમાં અથવા એક ગાઉના વીશમાં ભાગમાં રહે છે. વગેરે અમુક અમુક સરખામણી રહી છે. પણ સર્જાશે પુર (નગર) ના ગુણે ન ઘટી શકે-- આ શિવપુરમાં સહજાનંદિ શ્રી સિદ્ધભગવતો રહે છે. (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46