Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ "जे विय ते खंदया ! जाव सअन्ते जीवे अणन्ते जीवे, तस्स वियणं अयभठे-एवं खलु जाव दव्वओणं एगे जीवे सअन्ते, खित्तओणं जीवे असंखेजपएसिए असंखेज्जपदेसो गाढे अस्थि पुण से अन्ते, कालओणं जीवे न कयावि न आसि जाव निच्चे नत्थि पुण से अन्ते, भावओणं जीवे अणन्ता णाणपज्जवा अणन्ता दंसणपजवा अणंता चरित्तपज्जवा अणन्ता अगुरुलहुपजवा नस्थि पुण से अन्ते, से तं दव्वओ जीवे सअन्ते, खेतओ जीवे सअन्ते, कालओ जीवे अणन्ते, માવો નીવે ૩ળજો ” ઉપર્યુક્ત પાઠમાં અપેક્ષાવાદની આછી ઝાંખી છે. આ ઉપરથી પ્રભુનો અપેક્ષાવાદ જ પ્રભુ દર્શના અતિ મહિમાનું કારણ છે, એમ માની લેવાનું નથી. તેમના દર્શનને ચારિત્રવાદ, શ્રદ્ધાવાદ, જ્ઞાનવાદ જગતના ઈતર દર્શનનું આબાદ રીતે અતિક્રમણ કરે છે. શ્રદ્ધાને માટે જે સ્વરૂપ પ્રભુદર્શને વિકસાવ્યું છે તેવું સ્વરૂપ બીજે જોવામાં આવતું નથી. ચારિત્રવાદમાં સામાયિકથી લઈ યથાખ્યાત સુધીનું વર્ણન ભલભલાઓનાં અંતઃકરણોને આકર્ષે એવું છે. સાધુઓના પ્રતિક્રમણને વિશદ બનાવનાર પાક્ષિક સત્ર જેવું એક જ સૂત્ર લઈ એ તો તેની જોડ દુનિયામાં નથી. જ્ઞાનના પાંચ પાંચ ભેદોની નંદી સૂત્રમાં કરેલી વ્યાખ્યાઓ તે વાંચનારને પ્રભુ ભક્તિમાં લુબ્ધ બનાવે છે. એટલે પ્રભુ મહાવીરનો સિદ્ધાન્ત કેવળ અપેક્ષાવાદથી જ લોકોત્તરતા ભોગવી રહ્યો છે એમ નથી, પરંતુ તેનું કોઈ પણ વિષયમાં વિવેચન જુઓ તો એમ જ કહેવું પડશે કે વીતરાગના શુદ્ધ દર્શનમાં દરેક વિષયનો સુંદર સ્ફોટ છે. જીવના ચૌદ ભેદ તથા તેનામાં રહેલી જુદી જુદી જાતને વિષે આપેલી પ્રાણોની અભ્યાધિક રાખ્યાનું સ્વરૂપ અલ્પજ્ઞ કથિત અન્ય દર્શનને માનવાવાળા અદ્યાવધિ રામજી શકયા નથી. જીવના સંક્ષેપથી આ ચૌદ ભેદ બતાવ્યા છે. બાકી વિસ્તારથી પાંચસો ત્રેસઠ ભેદ પણ થાય છે. વળી “ચેતના ઋક્ષ નીવઃ” એ હીસાબે એક ભેદ પણ હોઈ શકે છે. ત્રસ સ્થાવરની અપેક્ષાએ બે ભેદ, સ્ત્રી વેદ, પુરુષવેદ, અને નપુંસક વેદની અપેક્ષાએ ત્રણ ભેદ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ એ ચાર ગતિના હિસાબે ચાર ભેદ; એક, બે, ત્રણ, ચાર, અને પાંચ ઇન્દ્રિયવાળાની અપેક્ષાએ પાંચ ભેદ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની અપેક્ષાએ જ ભેદ થાય છે. આવી રીતે જુદી જુદી અપેક્ષાઓ લગાડી જિનેન્દ્ર દર્શનમાં છેવોનું સ્વરૂપ જે રીતે આલેખ્યું છે તે રીતે કઈ પણ ઇતર દર્શનમાં દેખાતું નથી. વીતરાગ દર્શન જીવને નિત્યનિત્ય માને છે અને તેમ માનવાથી બંધ મુક્તિની વ્યવસ્થા ટકી શકે છે. કેવળ અનિત્ય માનનારના મતે કોઈ પણ પ્રકારની ધર્મકરણી કરવાની જરૂરત રહેતી નથી, કારણકે જે મનુષ્યક્ષ શુભકર્મ કર્યું તેને આભગ દેવક્ષણ લઈ શકે છે, ત્યાં કેવળ ક્ષણવાદીઓના હીસાબે મનુષ્યક્ષણકૃત શુભ કર્મનો ભોગ ક્ષણભંગુર હોવાથી મનુષ્યને ન મળે એટલે કરેલા કર્મ નકામાં ગયાં એમ સિદ્ધ થયું. અને જે ક્ષણે શુભ કર્મ કર્યું નથી તેણે ફળ મેળવ્યું એટલે કેાઈ પણ શુભ કામ કર્યા સિવાય પણ સારૂં ફળ મળે છે એમ સિદ્ધ થયું. એવી રીતે અશુભ કર્મમાં પણ સમજી શકાય છે. આવી સ્થિતિમાં ધર્મકરણ કરવાની ઈચ્છા કઈ પણ પ્રકારે થઈ શકે જ નહિ, અને પાપકર્મ કરનાર પાપકર્મથી કઈ રીતે પાછો હટી શકે નથી, કારણકે વિય વગેરેની મા પોતે ઉડાવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62