Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હસ્તિનાપુરી તીર્થ લેખક મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આદિ યુગની આ મહાન નગરીનું વર્ણન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાયેલ છે. વર્તમાન અવસર્પિણી કાળમાં ત્રીજા આરામાં આ નગરી વસી અને ઉન્નતિના શિખરે પહોંચી. સૌથી પ્રથમ આ નગરીનું દર્શન આપણને શ્રી ઋષભદેવપ્રભુજીના પારણું સમયે થાય છે. એ આદિ પૃથ્વી પતિ, આદિ નાથ, આદિ ભિક્ષાચર અને આદિ ધર્મપ્રરૂપક ભગવાન ઋષભદેવજીએ ચાર હજાર રાજાઓ - ભૂમિપતિઓ, રાજકુમારો સાથે દીક્ષા લીધી. ભગવાન શ્રી ઋષદેવજીએ પોતાના સે પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. એ પુત્રનાં નામથી અનેક પ્રાંતનાં નામ પણ પડ્યાં. તેમાં કુરુક્ષેત્રનો પણ સમાવેશ થઈ ગયો. કુરુપાંતની રાજધાની બન્યું હસ્તિનાપુર. આદિ યુગની અડભાગી નગરી: રાજ પાટ, ઘરબાર, માતા-પુત્ર પરિવાર છોડી નીકળેલા આ પ્રથમ સાધુશેખર અદીનપણે ભૂતલમાં વિચરી રહ્યા હતા. સાથે ચાર હજાર તેજવી આત્મવીર પણ વિચરતા હતા. થોડા દિવસ તો આમ ચાલ્યું. પણ સુધા દેવીએ બધાને સતાવવા માંડવ્યા. યુગલીયાની પ્રજા સાધુ શું, ભિક્ષાચર શું, દાન શું; એ કાંઈ ન જાણતી. પ્રભુ હતા મૌન. સાથેના સાધુઓ અવારનવાર જઈ જઈને પૂછેઃ “ભિલા કેમ લેવાય ?” આખરે પ્રભુના મૌનથી બધા અકળાયા. ભૂખ્યા રહેવાય નહિ અને ઘરે જવાય નહિ. આખરે તેમણે જંગલનાં ફફૂલ ઉપર રહી તપ કરવાનો વિચાર કર્યો. ક્રમશઃ બધા પ્રભુજીથી જુદા પડી જઈ જંગલમાં જ તપ કરવા લાગ્યા. શ્રી ઋષભદેવ પ્રભુજી ઘોટું નથિ છે રૂ ના મહાન સિદ્ધાંત અનુસારે અદીનપણે એકાકી વિચરવા લાગ્યા. ભિક્ષાથી અજાણ માનવીઓ દાનમાં સેનું, રૂપું, હીરા, માણેક, મેતી, રાજ્ય આદિ આપવા તત્પર બનતા; કિન્તુ પરમ ત્યાગમૂતિ, નિષ્પરિગ્રહી પ્રભુજી એ કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરતા. આમ ભૂલમાં વિચરતા એક વર્ષ ઉપર દિવસો થઈ ગયા. અને વિહરતા વિહરતા તેઓ શ્રી હસ્તિનાપુરજી પધાર્યા. અહીં શ્રી ઋષભદેવજીના પૌત્ર શ્રેયાંસકુમાર યુવરાજ હતા. રાત્રિના સમયે હસ્તિનાપુરના મુખ્ય શેઠ, રાજા અને યુવરાજ એ ત્રણેને ત્રણ ભિન્ન ભિન્ન સ્વપ્નમાં આવ્યાં કે “(૧) એક મહાયોગીરાજ કર્મશત્રુ સાથે લઢે છે તેમાં શ્રેયાંસકુમારની સહાયતાથી તેમણે શત્રુને હરાવ્યો. (૨) સૂર્યનાં કિરણો વિખરાઈ ગયાં હતાં તે શ્રેયાંસકુમારે ઠીક કર્યા જેથી સવિતાનારાયણ પુનઃ પૂર્વવત્ પ્રકાશવા લાગે. (૩) ગિરિરાજ શ્રી મેરૂપર્વતને ઉજજવલ બનાવ્યો. બીજે દિવસે સવારમાં રાજસભામાં ત્રણે જણાએ પોતપોતાનાં સ્વપ્નાં જણાવ્યાં અને અંતે નિર્ણય કર્યો કે શ્રેયાંસ કુમારને મહાન લાભ થશે. શ્રેયાંસકુમાર પિતાના રાજમહેલમાં બેઠા હતા ત્યાં કાલાહલ સાંભળી પિતાના છજામાં આવીને ઉભા. દૂર સુદૂર સુધી નરમુંડ નામુંડ જ દેખાતાં. એ ટોળું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62