Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ur] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ આ પ્રમાણે પોતાને નમ્ર ખુલાસો આપીને તેમણે જૈન જનતાની પાસે માગણી કરી છે કે તેમના આ ખુલાસાથી સંતોષ પામીને તેઓએ મહેસુર સરકાર ઉપર જે વિરોધ લખી મોકલ્યો હોય તે પાછો ખેંચી લે. કારણકે તેમના જણાવ્યા પ્રમાણે આ વિરોધથી તેમની “બુદ્ધ વાચન માધુ” નામક સંસ્થાને નુકસાન પહોંચ્યું છે શ્રીમાન રાજરત્નમે એ પણ જાહેર કર્યું છે કે “ગૌતમ બુદ્ધ” નામનું પુસ્તક અત્યારે બજારમાં મળતું નથી તેમજ સ્વૈસુર સરકારના અભ્યાસક્રમમાંથી પણ એ નીકળી ગયું છે. વળી કદાચ એ પુસ્તક ફરીને છપાય તે તેમાં તીર્થક શબ્દનો ઉપયોગ ન કરવાની પણ પિતાની તૈયારી બતાવી છે. આ બધા ઉપરથી અમને લાગે છે કે હવે આ સંબંધમાં કશી પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. તીર્થક શબ્દના અર્થને અંગે આ પ્રકરણને જન્મ થયો હતો એટલે તેના લેખકના આટલા વિસ્તૃત ખુલાસા પછી આ પ્રકરણનો અંત આવી જ જોઈએ. આશા છે કે જૈન જનતાને આથી અવશ્ય સંતોષ થશે ! શ્રીમાન્ ચુનીલાલ વર્ધમાન શાહનું “રાજહત્યા? અમદાવાદના “પ્રજાબંધુ” સાપ્તાહિક પત્રની ૧૯૩૭ની ભેટ તરીકે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહનું “ રાજહત્યા ” નામનું પુસ્તક આપવામાં આવ્યું છે. આ પુસ્તકને એક ઐતિહાસિક નવલકથા તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ગુજરાતના મહારાજા અજયપાળના વખતની રાજકીય સ્થિતિનો ઉપયોગ કરીને અજયપાળની હત્યાની ઘટનાની આસપાસ આ કથાની ગુંથણી કરવામાં આવી છે. એમાં કેટલેક સ્થળે જૈન મુનિરાજે અને જૈન ગૃહસ્થો માટે કલ્પનાના આધારે ખરાબ લખાણ લખવામાં આવ્યું છે. અમે આ માટે શ્રી. ચુનીભાઈને એક વીગતવાર પત્ર લખ્યો હતો તે જૈન જનતાની જાણ માટે અત્રે પ્રગટ કરીએ છીએ: અમદાવાદઃ ૬-૮-૩૦ રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ, પ્રજાબંધુ” પત્રની ૧૯૩૭ ની સાલની ભેટ તરીકે બહાર પડેલ અને આપશ્રીએ લખેલ “રાજહત્યા” નામક નવલકથામાં આપે આપની કલ્પનાથી સર્જાયેલ ભામતી નામક એક ગણિકાના પાત્રની સાથે આપે કેટલીય કાલ્પનિક ઘટનાઓ વણી કાઢી છે. એ ઘટનાઓમાંની નીચેની ચાર ઘટનાઓ (જે જૈનો માટે ઘણું દુ:ખ ઉપજાવનારી છે તે) તરફ આ૫નું ધ્યાન દોરીએ છીએ – (1) વિભાગ પહેલો, પ્રકરણ બીજું ઝીંઝુવાડાની ધર્મશાળામાં ઉતરેલા પંદરેક માણસના શ્રાવકેના સંઘમાંના બે ચાર માણસે, પોતાની સગવડ માટે–પિતાના ઉપર લાદવામાં આવેલી અગવડ દૂર કરવા માટે–એક ભાણુમતી ગણિકાને, ઝીંઝુવાડાના કલ્લેદાર સાહસમાની પાશવી માગણીને વશ થવા માટે અનેક પ્રકારની હલકી યુક્તિઓથી સમજાવે છે. (કારણ કે એ ગણિકાને જોઈને સાહસમલ્લ કામાંધ થયો હતો. પણ જ્યારે ભાણુમતીએ એની માગણીને સ્પષ્ટ ઇન્કાર કર્યો ત્યારે તે કાલેદારે ધર્માશાળામાંના બધાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62