Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૬] શ્રી જૈન સત્ય પ્રકાશ ભાણમતીના કલ્પિત પાત્રની કલ્પનાની છાયા મંત્રી કપર્દિના મૃત્યુ ઉપર પણ પડ્યા વગર નથી રહેતી. અલબત અજયપાળે જ એનું મોત નીપજાવ્યું હતું તે સાચું છે, છતાં આપે જે કારણે તેનું મૃત્યુ થયાનું લખ્યું છે તે કારણે તો તે નથી જ થયું, કારણકે ભાણુમતીના પાત્રની કલ્પિતતા સાથે સાહસમલના તેના ઉપરના, ઝીંઝુવાડાની ધર્મશાળામાંના અત્યાચારની વાત પણ સાવ કલ્પિત સાબીત થાય છે. એટલે પછી સાહસમલ ઉપર આજ્ઞા-પત્ર મોકલવામાં અજયેપાળની આજ્ઞા ન લેવાને આરેપમાંથી નીવડેલું તેનું મૃત્યું પણ કલ્પિત જ કરે છે –વિભાગ બીજે, પ્રકરણ એકવીસ-બાવીસ. આ ઉપરાંત મહાકવિ રામચંદ્રસૂરિની મૃત્યુ-કથાને પણ આપની કલ્પનાની થોડીક કાળી છાયાના ભોગ બનવું પડયું છે. મંત્રી કપર્દિની માફક રામચંદ્રસૂરિનું મૃત્યુ પણ અજયપાળે જ નીપજાવ્યું હતું એ ખરૂં છે. અરેરાટી ઉપજાવે એવા મરણ વખતે પણ એ વીર સૂરિશેખર જરા પણ ડગ્યા ન હતા એ વાત આપે પણ લખી છે. છતાં તેઓ રાત્રિના વખતે અને પાલખીમાં બેસીને અજયપાળના મહેલમાં ગયા હતા એવું કેવળ કલ્પનાજન્ય લખાણ લખીને અને એ રીતે એ સૂરિપુંગવ પાસે, તેમના જીવનના છેલ્લા દિવસે, (૧) રાત્રે પોતાનું સ્થાન છોડીને બહાર નીકળવાન અને (૨) પાલખીમાં બેસીને રાજમહેલે જવાનો, એમ બે પ્રકારના સાધુ-આચારનો ભંગ કરાવીને આપ એ સૂરિપુંગવનું શું વધુ સારું દેખાડવા માગે છે તે સમજી શકાતું નથી. આપ (સ્થાનકવાસી) જૈન છો એટલે જૈન સાધુઓ કોઈ પણ જાતનાં વાહનનો ઉપયોગ કરતા નથી તેમજ રાત્રિના વખતે બીજા કોઈ સ્થળે જતા નથી એ સાધુ–આચાર આપ બરાબર જાણે જ છે. -વિભાગ બીજ, પ્રકરણ પચીસમું. પ્રબંધચિંતામણિ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કે પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીએ સંપાદિત કરેલ અને ધી ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ તરફથી બહાર પડેલ કવિ શ્રી રામચંદ્રસૂરિ કૃત “નલવિલાસ” નાટકની કવિ રામચંદ્રસૂરિના જીવન ઉપર પ્રકાશ નાખતી અતિ વિસ્તૃત પ્રસ્તાવનામાં પણ આવો ઉલ્લેખ નથી મળતો. આ રીતે, આપ જોઈ શકશે કે, આપે આપની કલ્પનાના જોરે, જૈનોનું દિલ ખૂબ દુભાય એવું લખાણ લખી નાખ્યું છે. અત્યારના યુગમાં, ઇતિહાસના નામે. આવું લખાણ લખાય એ કોઈ પણ રીતે યોગ્ય ન ગણાય. અને કોઈ પણ સમજુ સમાજ ઇતિહાસના નામે કરવામાં આવતી આવી અઘટિત ટીકા તરફ આંખમીંચામણાં પણ ન કરી શકે. આશા છે કે આપને આવા લખાણથી બીજા વધુ જૈન ભાઈઓની લાગણીઓ દુભાય તે પહેલાં આપ એના માટે સત્વરે યોગ્ય પગલું લેશો અને આપના હાથે જે અન્યાય થવા પામ્યો છે તેનું પરિમાર્જન કરીને આ પ્રકરણને વધુ આગળ વધતું અટકાવશે. આપનો ખુલાસો અમારા માસિકમાં પ્રગટ કરવા અમે ઈચ્છીએ છીએ. પત્રની પહોંચ લખશે. એ જ લી. આપને રતિલાલ ઝીપચંદ દેસાઈ વ્યવસ્થાપક, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62