________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી
(ગતાંકથી ચાલુ) કુટુંબ-પરિચય અને સ્થાન–પૂર્વે, ઘણી જ સમૃદ્ધિવાળી વિશાળ નગરીમાં, મધ્ય દેશમાં આવેલા સાંકાયર નામના નિવેશમાં (કામાં) દેવર્ષિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણે જ રાજમાન્ય વિદ્વાન હતો. પિતાની વિદ્વત્તાને લીધે તેણે રાજાઓ પાસેથી ઘણું જ દ્રવ્ય પ્રાપ્ત કર્યું હતું. અસાધારણ પરાક્રમી સ્વય (બ્રહ્મા) સમાન સર્વદેવ નામે તેનો પુત્ર હતું. તે વેદાધ્યયનમાં ઘણો જ પ્રવીણ હતા. તેને ધનપાલ: અને શોભન એમ બે પુત્રો હતા, અને સુંદરી" નામની પુત્રી હતી. આ કુટુંબ સિંધુરાજના સમયમાં અવંતિદેશના આભૂષણરૂપ ધારાનગરીમાં આવ્યું હશે એમ જણાય છે. આ અવંતિ દેશમાં નવીન ભોગીજનો નિવાસ કરતા હતા. ત્યાં પુરુષાર્થોને આધાર રૂપ ધારા નામની નગરી હતી. ત્યાં દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન ઘણું દાતાર હેવાથી અમરાવતી અસાર જેવી લાગતી હતી. ત્યાં અભુત વૈભવશાલી, દાનેશ્વરી તેમજ મહાપરાક્રમી શ્રી ભેજ નામે રાજા હતા કે જેની મુખ—કમલમાં ભારતી (સરસ્વતી) અને લક્ષ્મી કલેશ વિના નિવાસ કરતી હતી અને જેની સભા વિદ્વાનોની લીલાના મહા પ્રાસાદરૂ૫ તથા કળારૂપ નદીઓના મહાસાગર તુલ્ય હતી.
1 आसीद द्विजन्माखिलमध्यदेशे, प्रकाश्यसाङ्काश्यनिवेशजन्मा ॥ अलब्धदेवर्षिरिति प्रसिद्धिं, यो दानवषित्वविभूषितोऽपि ॥५१॥ तिलकमंजरी
૨ સાંકાશ્ય –સંયુક્ત પ્રાંતમાં ફરૂકાબાદ જિલ્લામાં સંકેસ નામનું હાલ ગામ છે ત્યાં, ઇઓ ઇડિયન હિસ્ટોરિકલ કāટલી. માર્ચ ૧૯૨૯ પૃ. ૧૪૨.
– જૈન સાહિત્યનો ઈતિહાસ [વિ૦ કે, પ્ર૦ ૧] પૃ. ૨૧ ૩ ..................fપતા વ: guથવાનમૂત i૮. राज्यपूज्यस्ततो लौर्दानं प्रायदसौ सदा ॥-प्रभावक चरित् महेन्द्रसूरिप्रबन्धे ४ शास्त्रेष्वधीतीकुशल: कुलासु, बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभू-महात्मा, देवः स्वयम्भूरिव सर्वदेवः ॥५५॥ तिलकमञ्जरी ५ तजन्मा जनकाङ्ग्रिपङ्कजरज:सेवाप्तविद्यालयो, विप्र: श्रीधनपाल इत्यविशदामेतामबध्नात्कथाम् ॥ अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने सः सर्वविद्याब्धिनो श्रीमुज्जेन सरस्वतीति सदसि क्षोणीभूता व्याहृतः ॥५३॥ तिलकमञ्जरी आद्य: श्रीधनपालाख्यो, द्वितीयः शोभन: पुनः ॥ १० म० प्र० ९ कज्जे कणिबहिणीए "सुंदरी" नामधिजाए ॥ [कार्य कनिष्ठभगिन्याः "सुन्दरी' नामधेयायाः] पाइअलच्छी नाममाला ॥
છે આ હકિકત પરમહંત મહાકવિ શ્રી ધનપાલની “તિલકમંજરી” ઉપરથી તૈયાર કરનાર તિલકમંજરી કથા સારાંશ” નામના પુસ્તકની અન્દર પં. પ્રભુદાસ બેચરદાસે જણાવેલ છે.
For Private And Personal Use Only